Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગ્રહણ ન કરે તે માટે ઉત્તમ ઉપદેશ આપે છે.
આ ગાથા વર્તમાનની સામાજિક બદીનું નિરાકરણ કરવા માટે તથા આધ્યાત્મિક ક્ષેત્રે ચાલતા પાખંડને રોકવા માટેની એક મહત્વપૂર્ણ ગાથા છે. અસલી વસ્તુ તો લાભ કરે છે પરંતુ નકલી વસ્તુ કેટલું બધું નુકશાન કરે છે તે જાણવું જરૂરી છે. અસત્યથી મુકત થાય તે જ સત્યનું અનુકરણ કરી શકે. આ નિર્દેશ માટે અધ્યાત્મયોગી મહાકવિ શ્રીમદ્જીનો ઉપદેશ સાંભળી આપણે નતમસ્તક થઈ જઈએ છીએ. આ ઉપોદ્દઘાત હવે આપણે રરમી ગાથામાં પ્રવેશ કરતાં પહેલાં તેનો ઉપોદઘાત કરીએ અને ૨૧મી ગાથા પછી રરમી ગાથાનો વિષય જે ઉભરી આવ્યો છે, તેનું અનુસંધાન શું છે? ૨૧મી ગાથામાં અસદ્ગુરુની દુર્ગતિ બતાવ્યા પછી એ પ્રશ્ન ઊભો થાય છે કે જે અસદ્ગુરુનો ભોગ ન બને અને સદ્ગુરુના પ્રભાવને ગ્રહણ કરે તે જીવ કેવા હોય? અને સરૂને પણ સમજી ન શકે પછી તે અસદ્ગુરુના પ્રભાવમાં હોય કે ન હોય પરંતુ આવા અવળી લગામવાળા જીવ કેવા હોય? આમ બે પ્રકારના જીવોનું ચિત્ર શાસ્ત્રકાર આપણી સામે પ્રગટ કરે છે અને બંનેના નામ પણ તેઓએ નિર્ધારિત કર્યા છે. સુલક્ષણવાળા જીવોને મુમુક્ષુ કહે છે અને કુલક્ષણવાળા જીવોને તેઓ મતાર્થી કહે છે. આમ આ બંને પ્રકારના જીવો માટે સાંકેતિક અને સાર્થક એવા બે શબ્દ મૂકયા છે. જેનો આપણે આગળ વિચાર કરશું. શબ્દની દષ્ટિએ અને અર્થની દષ્ટિએ અર્થાત્ શબ્દનયને આધારે વ્યાખ્યા કરશું અને બાકી અર્થપૂર્ણ ક્રિયાત્મકનયોથી પણ વ્યાખ્યા કરશું.
અહીં આ બંને વિભાગ કરવાનું પ્રયોજન એ છે કે જીવના કલ્યાણની દિશા અહીંથી જ નિર્ધારિત થાય છે. જીવ તો જીવ જ છે. સચ્ચિદાનંદ આત્મા છે. અજર-અમર–ચૈતન્ય તત્ત્વ છે. એટલે જીવ સ્વયં પોતાના વિકારોને કે પોતાના નુકશાનને કે પાપકર્મને મહત્ત્વ આપે નહીં, પરંતુ તેમની અંદર રહેલા ભૂતકાળના સંસ્કારો કે કોઈ અસગુરુએ સ્થાપેલા સંસ્કારો મજબૂત હોય ત્યારે તે સંસ્કારો તેને વિપરીત માર્ગે લઈ જાય છે અને તે સંસ્કારો વ્યકિતને પણ દુષ્કર્મી બનાવી શકે છે. આવા સંસ્કારથી આવૃત્ત થયેલા જીવોને કવિરાજ મતાર્થી કહે છે પરંતુ જેમની ચૈતન્ય પર્યાયો નિર્મળ છે, માનાદિક કષાયોનો ક્ષયોપશમ થવાથી જેનામાં વિનય આદિ ગુણ પ્રગટ છે, તેવા જીવો સ્વયં આત્મવિરુધ્ધ કાર્ય કરતાં નથી, પરંતુ સરુનો આશ્રય લઈ પોતે શુધ્ધ ભાવોનું આસ્વાદન કરે છે. તેવા જીવોને અહીં મુમુક્ષ કોટિમાં લીધા છે.
જો કે સમગ્ર જીવ રાશિ આ બે કોટિમાં વિભાજિત હોય તેવું નથી. મતાર્થી પણ ન હોય અને મુમુક્ષુ પણ ન હોય તેવા સમાન્ય કર્મ સત્તાવાળા જીવો ઘણા જ મોટા પ્રમાણમાં છે. પરંતુ તેનો અહીં ઉલ્લેખ કરવાનું કોઈ પ્રયોજન નથી. જનસમૂહમાં કે સાધકસમૂહમાં ઉપર્યુકત બે લક્ષણ વાળા જીવોની વ્યાખ્યાનું પ્રયોજન છે. જેનું આ રરમી ગાથામાં વિવરણ છે. તેનું આપણે ઊંડાઈથી નિરીક્ષણ કરશું અસ્તુ.
મા IIMાL II ૨૫s !!