Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
' ગાથા-રર
'હોય મુમુક્ષુ જીવ તે, સમજે એક વિચાર, 'હોય મતાર્થી જીવ તે, અવળો લે નિધરિ II
“એહ' નું મહત્ત્વ : અહીં આ ગાથામાં મુમુક્ષુ જીવ અને તેની વિશેષ યોગ્યતાનો ઉલ્લેખ કર્યો છે અર્થાત્ જીવમાં બે યોગ્યતા એક સાથે પ્રગટ કરી છે. (૧) મોક્ષની ઈચ્છા, મોક્ષ પામવાની તમન્ના (૨) સદ્ગુરુના એ વિનય આદિના વિચારોને સમજવા. આ બીજુ પદ “સમજે એહ વિચાર” એમ કહ્યું છે. અહીં “એહ’ શબ્દ ઘણો જ મહત્ત્વનો છે. પૂર્વમાં જે અમે કહી ગયા છીએ તે વિચારને પણ સમજે છે અને આગળ જે અમે સદ્વિચાર પ્રગટ કરશું તેને પણ સમજવાની જેમાં યોગ્યતા છે. અહીં પરસ્પર બંને યોગ્યતા આધારિત છે. મુમુક્ષભાવ ન હોય તો “એહ વિચારને અર્થાત્ જે સમ્યક વિચાર છે તેને જીવ સમજી શકતો નથી અને જે આ સમ્યક વિચારને સમજી શકતો નથી તે મુમુક્ષુ બની શકતો નથી. આમ બંને ગુણોની યોગ્યતા, મુમુક્ષતા અને સમજદારી સમસહયોગી સમકાલીન છે. જેનો આપણે દાર્શનિક દ્રષ્ટિએ પણ વિચાર કરશું.
અહીં મતાર્થીના લક્ષણ માટે વિચાર કરતાં કવિરાજ મુમુક્ષુને બાજુએ મૂકી જીવની અયોગ્યતા રૂપ જે મતાર્થીપણું છે તેનું પ્રથમ વિવેચન કરે છે. આ ગાથામાં મુમુક્ષોઓને અને મતાર્થીને બંને જીવોને અધિષ્ઠાન રૂપે ગ્રહણ કર્યા છે. જેમ મુમુક્ષુ જીવ સમ્યવિચારને સમજી શકે છે તેમ મતાર્થી અવળો એટલે વિપરીત નિર્ણય કરે છે. મુમુક્ષુની યોગ્યતા વિચારાત્મક કહી છે, જયારે મતાર્થીની યોગ્યતા અવળી નિર્ણયાત્મક કહી છે. મુમુક્ષમાં વિચારને સમજવાની વાત છે. કારણ કે વિચાર તેનું અંતિમલક્ષ નથી, પરંતુ મતાર્થી તો અવળો નિર્ણય કરી ત્યાં કેન્દ્રીભૂત થઈ જાય છે. પોતાના મતમાં સ્થિર રહી વધારે વિચારવાની અપેક્ષા રાખતો નથી.
દાર્શનિક દષ્ટિએ આ બંને શબ્દમાં મૌલિક અંતર છે. મુમુક્ષુમાં વિચાર જ શબ્દ મૂકયો છે. જયારે મતાર્થીમાં નિર્ધાર શબ્દ મકયો છે અર્થાત્ નિર્ણય શબ્દ મૂકયો છે. જયાં સમજદારી છે ત્યાં સાપેક્ષ સત્ય છે, અનેકાંતવાદ છે, એકદષ્ટિએ એક જ વાતને પકડી રાખવાની નથી, પરંતુ એક દષ્ટિએ વિચાર કર્યા પછી બીજી અપેક્ષાએ પણ વિચાર કરવાની ગુંજાઈશ છે, તેથી અહીં કવિશ્રીએ મુમુક્ષુઓને વિચારાત્મક સમજણ છે તેવો ભાવ કહી અનેક નયદ્રષ્ટિએ તે સમ્યફભાવ કે યથાર્થ ભાવને ગ્રહણ કરે છે. જો કે જે દષ્ટિએ વિચાર કર્યો છે તે સવળો નિર્ણય છે, પરંતુ તેમાં હઠાગ્રહ નથી. મુમુક્ષુની યોગ્યતા પણ એ જ છે કે આ બધા ઊચ્ચકોટીના ભાવોને સમજી શકે છે. પોતાની બુધ્ધિથી નિર્ણય ન કરતાં અનંતજ્ઞાનીઓના નિર્ણયને પોતાના જ્ઞાનમાં પચાવે છે. અહીં ગાથાકારે સમજે એહ વિચાર' એમ કહ્યું છે. “એહ વિચાર’ એટલે જ્ઞાનીઓએ સમદષ્ટા, મહાત્માઓએ જે ભાવ કે વિચાર પ્રગટ કર્યા છે તેનો અંગુલી નિર્દેશ કરીને કવિશ્રી તે વિચારોને મહત્વ આપે છે. તેટલું જ નહીં પરંતુ મુમુક્ષુઓ માટે તે ઉત્તમ આધ્યાત્મિક ખાદ્ય છે અર્થાત્ પવિત્ર શેય તત્ત્વ છે “સમજે એહ વિચાર' લખીને ખરેખર ગુરુદેવે અદ્ભુત ભાવ પ્રગટ કર્યો છે. આ કંઈ જેવી તેવી વાત નથી કે જેમ તેમ સમજી લે અને અધિષ્ઠાતાની પાત્રતાનો વિચાર ન કરે, તે ભાવો કે વિચારો
A B દિક
દાદાવાણા ૨પ૭