Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ઉપાદાન અલગ અલગ છે અને ઉપાદાનની પ્રતિક્રિયા રૂપે તે ડૂબે છે કે તરે છે.
અહીં જ્ઞાનીઓનો અભિપ્રાય છે કે જો તમારા કર્મા અવળા હોય તો ઉત્તમ નિમિત્ત પણ તમારા માટે અપકલ્યાણનું કારણ બને છે. તમને ડૂબાડે છે. આ હકીકતને સ્પષ્ટ કરવા માટે ઉત્તમ નિમિત્તને ભવસાગરની સાથે સરખાવ્યું છે. જેમ સંસાર વિરાટ અને વિસ્તૃત છે તેમ પાણી પણ બહુજ વિશાળમાત્રામાં, ગંભીર ભાવે ધરાતળ પર અસ્તિત્ત્વ ધરાવે છે. આજનું વિજ્ઞાન કે જૈન દર્શન પ્રમાણે ભૂમિ કરતા પાણીનો વિસ્તાર વધારે છે, એટલે વિરાટ સંસારને આ વિશાળ પાણી સિવાય બીજી કોઈ ઉપમા ઘટિત થતી નથી, માટે સંસારને ભળજળ કહ્યો છે. જે જળ ડૂબાડે છે પરંતુ જો જીવ હલકો થાય તો તે જળ તારી પણ શકે છે. જૈનશાસ્ત્રોમાં ઘણું જ સુંદર ઉદાહરણ આપ્યું છે કે તુંબડા ઉપર માટીના લેપ લાગ્યા હોય અને તુંબડુ ભારે થાય તો પાણીમાં ડૂબી જાય પરંતુ ડૂબ્યા પછી માટી જો પાણીમાં ઓગળી જાય તો તુંબડી સ્વતઃ તરીને ઉપર આવે છે. અહીં પાણી અશુભમાં પણ નિમિત્ત અને શુભમાં પણ નિમિત્ત છે. હકીકતમાં તુંબડી ઉપર જેમ માટી લાગી હતી તેમ જીવ ઉપર મહામોહની માટી લાગી હોય તો તે ભારેકર્મી થવાથી ભવજળ માંહી ડૂબી જાય છે. અહીં કવિશ્રી મહામોહના બંધન પછી તેનાથી મળતું કુળ, તેનું બ્યાન કરી રહ્યાં
છે.
આંતરિક પ્રશ્ન એ છે કે કર્મ તો જડ સત્તા છે અને જીવ અમૂર્ત સત્તા છે. તો આ જડ સત્તાનો અમૂર્ત સત્તા ઉપર કેવી રીતે પ્રભાવ પડે ? સામાન્ય ઉપદેશમાં તો કહેવાય છે કે અશુભ કર્મોનું ફળ અશુભ છે પરંતુ તેના ઉદરમાં સિધ્ધાંત શું છે તેને ઊંડાઈથી સમજવો જોઈએ. સામાન્ય નિયમ એવો છે કે જડનો પ્રભાવ જડ ઉપર પડે અને ચેતનનો પ્રભાવ ચેતન ઉપર પડે. આત્માથી જડ પ્રભાવિત ન થાય અને જડથી આત્મા પ્રભાવિત ન થાય.
કર્મ અને જીવનો કેવો સંબંધ છે ? શાસ્ત્રમાં લોખંડ અને અગ્નિનો સબંધ બતાવ્યો છે. કુંદકુંદાચાર્ય કંચન અને કર્દમનો સંબંધ બતાવે છે. અર્થાત્ કંચનનો પિંડ કાદવમાં પડી જાય પછી તે કોઈ ઉપાડે તો તે કાદવ છે તેમ દેખાય પરંતુ કાદવ તે કંચન નથી અને કંચન તે કાદવ બન્યું નથી. “પન મયોઃ અત્યંતòતઃ' અર્થાત્ કંચન અને કાદવમાં સર્વથા ભેદ છે. તે જ રીતે કર્મ અને આત્મા નિરાળા છે. અગ્નિ અને લોખંડમાં અગ્નિ લોખંડમાં વ્યાપ્ત થઈ જાય ત્યારે અગ્નિ દેખાય છે. લોખંડ ઢંકાય જાય છે પરંતુ હકીકતમાં અગ્નિ અગ્નિ છે અને લોખંડ લોખંડ છે. બંને પદાર્થ નિરાળા છે.
હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીએ જડ કર્મનો ચેતન આત્મા પર કેવી રીતે પ્રભાવ પડે ?
એક રહસ્યમય વાતઃ પ્રકૃતિનું સામંજસ્ય કહો કે કુદરતની લીલા કહો કે પરસ્પર સામ્યયોગ કહો, અનંતજ્ઞાનીઓએ જ્ઞાનમાં જે જોયું તેનું નિરૂપણ કર્યું છે. અરૂપી જડ દ્રવ્યો નિરાળા છે. તટસ્થ ભાવે તે કારણભૂત છે પરંતુ મુખ્ય નાટક પુદ્ગલ અને જીવનું છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની પર્યાયોમાં હાનિ વૃધ્ધિ થતી રહે છે. પરમાણુમાં ગતિશીલતા પણ છે, સૂક્ષ્મમાંથી સ્થૂલ અને સ્કૂલમાંથી સૂક્ષ્મ તેની એક પ્રક્રિયા ચાલે છે.
આ જ રીતે ચૈતન્યમાં પણ પુદ્ગલના ગુણો ગ્રહણ કરી શકે તેવી જ્ઞાનેન્દ્રિયો પણ વિકાસ
| ૨૫૪