________________
ભંગમાં કથિત અસદ્ગુરુ ચોથા ભંગની રીતે અશુધ્ધ સાધનનો વ્યવહાર કરી માયાજાળ પાથરે છે.
ત્રીજા ભાંગનું આપણે ઉદાહરણ આપીએ. જેમ કોઈ દુષ્ટ માણસ પૂજાનો થાળ હાથમાં લઈ મંદિરમાં પૂજા કરે અને સારા સ્વરથી ભજન ગાય અને તેના પ્રભાવથી પોતાનો સ્વાર્થ સાધે, તે પ્રમાણે અસદ્ગુરુ વિનય માર્ગનું અવલંબન કરી પોતાનો સ્વાર્થ સિધ્ધ કરે તો આ ત્રીજા ભંગમાં તેનો સમાવેશ થાય છે. પરંતુ કોઈ તાંત્રિક સ્વયં ગંદો છે, હિંસક છે. હાડકા અને લોહીનો વ્યવહાર કરી તાંત્રિક સાધના કરે છે, તો ત્યાં વ્યકિત પણ અશુધ્ધ અને સાધન પણ અશુધ્ધ છે. આ ચોથા ભંગનું ઉદાહરણ છે. તે જ રીતે કોઈ અશુધ્ધ ગુરુ ધર્મકથા કે ધર્મ સાધનનું અવલંબન છોડી પાપ કથા સંભળાવે, કોઈ બલિદાન કરાવે કે કોઈ પ્રકારની જીવ હિંસા હોય તેવું સાધન બતાવી કલ્યાણની વાત કરે તો આવા અસદ્ગુરુની ચોથા ભંગમાં ગણના થાય છે અસ્તુ. અહીં સમજવા માટે આ ચારે ભંગ પ્રગટ કર્યા છે. ૨૧મી ગાથામાં પ્રથમ પદમાં કવિરાજ ત્રીજા ભંગનું અવલંબન કરે છે અને વિનય જેવા પવિત્ર સાધનથી તે પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા માયાજાળ ફેલાવે છે.
અહીં એ પ્રશ્ન થશે કે શું અસદ્ગુરુ આવા પવિત્ર શુધ્ધ વિનયનો સ્પર્શ કરી શકે ? જેમ અસદ્ગુરુ શબ્દોમાં વિરોધાભાસ હતો તેમ અહીં પણ પૂર્વ પક્ષમાં દેખાય છે કે ‘અસદ્ગુરુ એ વિનયનો' એમ લખ્યું છે અર્થાત્ જે શુધ્ધ વિનયનો આપણે અર્થ કરી ગયા છીએ તે વિનયનો સ્પર્શ કરે છે પરંતુ જેમ પારસમણિ લોઢાને અડે તો લોઢું તો સોનું થઈ જાય તેમ શું એ વિનય અર્થાત્ આવો પવિત્ર વિનય અસદ્ગુરુને સદ્ગુરુ ન બનાવી શકે ? અને અસદ્ગુરુને આવો શુધ્ધ વિનયનો માર્ગ પ્રાપ્ત પણ કયાંથી થાય ? આમ આ બન્ને પ્રશ્નનો જવાબ ઊંડાણથી મેળવ્યા પછી આપણે બીજા પદને સ્પર્શ કરશું.
‘અસત્' શબ્દનું પૃથક્કરણ : અહીં અસદ્ગુરુ શબ્દ વાપર્યા છે તો તે શબ્દનું થોડું પૃથક્કરણ કરીએ.
(૧) અ + સદ્ગુરુ (ર) અસત્ + ગુરુ (૩) અ + સત્ + ગુરુ
આમ પૃથક્કરણ કરવાથી જે નકારાત્મક ‘અ’ છે તેનો સંયોગ અલગ અલગ રીતે કરીએ તો કેટલાંક સૂક્ષ્મ ભાવો પ્રગટ થાય છે.
‘અ’ એટલે નહીં અર્થાત્ તે સદ્ગુરુ નથી તેવી કોઈ વ્યકિત. અસદ્ગુરુનું કોઈ પદ નથી, પરંતુ જે સદ્ગુરુ નથી તે બધા અ–સદ્ગુરુના વિભાગમાં આવે છે. આમ નકારાત્મક અર્થ કપટ કરનારા અનેક પ્રકારના સાધુ સંતો, તાંત્રિકો, ઢાંગીઓ એ બધાનું ધ્યાન થઈ જાય છે, કારણ કે તેઓ કોઈ ગુરુ પણ નથી અને સદ્ગુરુ પણ નથી. સદ્ગુરુથી ભિન્ન એવા અનેક પ્રકારના દંભ કરનારા વ્યકિતઓ પણ અસદ્ગુરુ જ ગણાય અસ્તુ.
બીજો અર્થ એ પણ છે કે જેમાં અસત્ તત્ત્વ ગુરુનું વિશેષણ છે અર્થાત્ એવા ગુરુ જે સંતના ભાવથી દૂર છે અથવા જેમાં સત્ નથી આવા પ્રકારમાં અસદ્ગુરુ બે પ્રકારના છે
(૧) સંકલ્પ પૂર્વક જાણીબુઝીને અસત્યનું આચરણ કરે છે. (૨) બીજો પ્રકાર સૈદ્ધાંતિક અસત્યગુરુ છે. જેના મનમાં કોઈ દંભ કે કષાય નથી પરંતુ તેણે જે સિધ્ધાંત અપનાવ્યા છે તે
૨૪૮