Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જવાબમાં વિનયનો મૂળ હેતુ પ્રગટ થાય છે.
વિનયનો મૂળ હેતુ : જે વ્યકિતનો કે સગુરુદેવનો વિનય કરવામાં આવે છે તે ફકત તેના દેહાદિભાવ પૂરતો કે સેવાભકિત પૂરતો સીમિત નથી પરંતુ સદ્ગુરુ દેવનું જે સ્વરૂપે પ્રગટ થયું છે અથવા અરિહંત ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ પ્રકાશિત થયું છે, તેનું દર્શન થતાં ભકતનો આત્મા નમી પડે છે. તેના પ્રત્યે અર્પણ ભાવ જાગે છે. વિનયની કળાઓ ખીલી ઊઠે છે અને તેમનું જે દિવ્યરૂપ છે તે ભકતના પોતાના આત્મામાં પ્રતિબિંબિત થવાથી જેનો વિનય કર્યો છે તે સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. વિનયનો બાહ્ય પ્રભાવ સમાપ્ત થતા આંતરિક પ્રભાવથી તેને સર્વ સંપતિ પ્રાપ્ત થાય છે. વિનયની પ્રથા, વિનયના નીતિ નિયમોનું જે કંઈ મહત્ત્વ છે, તેનો મૂળ હેતુ દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ છે, જેમ હીરા પર પડેલું આવરણ હીરાના દર્શનથી વંચિત રાખે છે તેમ અવિનયની છાયા અથવા પડદો અથવા અહં તે પ્રભુના કે પોતાના આત્મદર્શન માટે એક આવરણ છે. શુધ્ધ વિનય થવાથી તે આવરણ પીગળી જાય છે. અગ્નિના સંયોગથી માખણનું કીટુ નીકળી જતાં શુધ્ધ ઘીની સૌરભ ફેલાય છે તે જ રીતે વિનયરૂપી જયોતિ અંધકારના પડદાને ભસ્મ કરી નાંખે છે અને આથી વિનયને સર્વોત્તમ સાધન માનવામાં આવ્યું છે. આ વાત કોઈ સુભાગ્ય, ભાગ્યવાન અર્થાત્ પરમ પુણ્યશાળી જીવ સમજી શકે છે અને તે જ સર્વથા અહિંથી મુકત થઈ ગુરુદેવના ચરણોમાં અહં વિસર્જન કરી વિનયનો આશ્રય કરી પરમ પદના દર્શન કરે છે આ વિનયનો મૂળ હેતુ પ્રદર્શિત કર્યો છે. શેષ તો કાવ્યકાર સ્વયં જે સમજયા હશે તે નવનીત તો અખંડ રહી જાય છે એ રહસ્યમય ભાવ ઉપર આથી વધારે કોતરણી કરી શકાય તેમ નથી અસ્તુ.
ઉપયુકત ૨૦મી ગાથાનું વિવેચન કરી યથાસંભવ રહસ્યનું ઉદ્ઘાટન કરી આપણે ૨૧મી ગાથાનો સ્પર્શ કરશું તે પહેલા ૨૦મી ગાથાનો ઉપસંહાર કરીએ.
ઉપસંહાર : સીધો અર્થ એ છે કે આદિકાળથી જે ચાલ્યો આવે છે તે અદ્ભુત વિનયનો માર્ગ સ્વયં વિતરાગ ભગવંતે કહ્યો છે, આ શાશ્વતમાર્ગનું આખ્યાન કર્યું છે અને માર્ગ ઉપર મહોર છાપ મારી છે. ભાખ્યો એમ કહીને વીતરાગ પ્રભુએ દઢતાપૂર્વક કહ્યું છે. આ માર્ગ કોઈ જેવો તેવો નથી. પરંતુ અલૌકિક છે અને તેનું રહસ્ય બોલવા માત્રથી જાણી શકાતું નથી પરંતુ કોઈ સુભાગ્યવાન જીવ આ વિનયનું આચરણ કરે તો વિનયનો મૂળ હેતુ અર્થાત્ તેનું રહસ્ય તેને પ્રાપ્ત થાય છે અને જીવનમાં તે ભકત એક અપૂર્વ સિદ્ધિ મેળવે છે. ધન્ય છે કવિરાજને ! જેમણે વિનયની મહતા બતાવી મનુષ્યને નિરહંકાર કરી સાચો માર્ગ મેળવવા માટે સૂચના કરી છે.
ઉપોદ્દાતઃ ૨૦ ગાથા સુધી કૃપાળુ ગુરુદેવે જે કઈ આત્મલક્ષી ભાવ હતા તેને પ્રગટ કરી સદ્ગુરુ અને સાધક તથા તેનું સાધન અને સાધ્યરૂપ સ્વ-સ્વરૂપનું વર્ણન કરી એક શાશ્વત ભાવોનું વિવરણ આપ્યું જે સરળતાથી સ્વીકારે તો કલ્યાણનો રસ્તો પ્રાપ્ત થાય.
વર્તમાન પંચમકાળમાં માયાવી તત્ત્વો પોતાનું કામ કરતાં હોય છે વ્યવહારમાં તો કપટી
શાળાનાણા પાણા!ા ૨૪૫ થી લો