Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અવહેલના કર્યા વિના એવા છદ્મસ્થ ગુરુદેવને પણ નિમિત્તભાવે વંદન કરે છે. આ વસ્તુ શુધ્ધજ્ઞાનનો જ પ્રભાવ છે. આ કથનમાં શાસ્ત્રકારનો આંતરિક અભિપ્રાય શું છે તે હવે વાગોળ
શું.
અહીં જે સદ્ગુરુ ઉપદેશથી એમ કહ્યું છે તો ત્યાં સદ્ગુરુ અને સદ્ઉપદેશ એકાકાર છે. આપણે પૂર્વના કથનમાં ભિન્ન ભાવે અને અભિન્નભાવે બંને શબ્દોની મીમાંસા કરી છે અને ગુણ ગુણીનો અભેદભાવ અને ભિન્નભાવ સ્યાદ્વાદ દૃષ્ટિએ નિહાળ્યો છે, પરંતુ આ પદનો આવ્યંતર ભાવ એવો છે કે જે તત્ત્વનું કે પદાર્થનું આપણે સાંગોપાંગ જ્ઞાન કરીએ છીએ તથા તેના સામાન્ય અને વિશેષ ધર્માને પારખ્યા પછી જે પ્રમાણભૂત જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન દર્શનરૂપે નિરાકાર છે અને જ્ઞાનરૂપે સાકાર છે. આવું સાકાર પ્રતિબિંબ જયારે જ્ઞાનમાં પ્રગટ થાય છે ત્યારે ગુરુદેવના શરીર આદિ બાહ્ય ભાવો બહારમાં છે પરંતુ ચૈતન્ય તત્ત્વરૂપે ગુરુદેવ સ્વયં આપણા અંતરાત્મામાં પ્રતિષ્ઠિત થાય છે. તેમનું નિર્મળ ચિત્ર જ્ઞાનસ્થ બની પુનઃ પુનઃ અંતરાત્માને પ્રેરિત કરી એક પછી એક પ્રતિબંધક કર્મોને હટાવી અનુકૂળ ઉપયોગ અને શુધ્ધ ચારિત્રિક પરિણામો દ્વારા ક્રમિક ભાવથી જીવ ઉત્થાન પામે છે અને તેમાં પૂજ્ય ગુરુદેવનું પ્રતિબિંબ કારણભૂત બની પ્રેરણા આપતું રહે છે. આમ તે પ્રતિબિંબ જીવને કેવળજ્ઞાન સુધી લઈ જાય પરંતુ સાથે સાથે તે જીવાત્માનો ભકિતયોગ વિકાસ પામવાથી જે અંતરગત પ્રતિબિંબ છે તેના પ્રત્યે પૂજ્યભાવમાં પણ વૃધ્ધિ થતી જાય છે. જેનું પ્રતિબિંબ મનમાં છે તેવા તે સાક્ષાત્ ગુરુદેવ કેવળી પદને પામ્યા ન હોય તેની પૂર્વમાં તેની કૃપાથી શિષ્ય કેવળજ્ઞાન પામી શકે છે. અહીં જે સદ્ગુરુ ઉપદેશથી એમ કહ્યું છે, જેનો અર્થ એ અંતરગત બિરાજમાન ગુરુદેવ અને તેનો જે કૃપાભાવ છે તે જ તેનો ઉપદેશ છે. આમ જ્ઞાનની વૃધ્ધિ સાથે પૂજ્યભાવમાં ઘટાડો થતો નથી પરંતુ આવા જ્ઞાન પામેલા અરિહંત પ્રભુ પણ પોતાના ગુરુદેવને પૂજ્ય ભાવે નમન કરતાં જ રહે છે. આ ગાથા લખવા પાછળ આશય એ છે કે ગુરુસ્થાન ઘણું જ ઊંચુ છે, એટલું જ નથી પરંતુ આવ્યંતર ભાવે શુધ્ધ પરિણતિમાં ગુરુદેવ સ્વયં જ્ઞાનરૂપે રહી ઉપાદાન કારણ બની જાય છે. એક પછી એક શુદ્ધ પર્યાયો ઉત્પન્ન કરીને પોતે અખંડ અવસ્થાએ પૂજ્યપદ પર બિરાજીત રહે છે. આ છે આ ગાથાનો અંતરગત મહિમા. જે સદ્ગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, એમાં કાર્ય કારણની શુધ્ધ વ્યાપ્તિ પ્રદર્શિત કરી છે. હવે આપણે અહીં કેવળજ્ઞાન વિશે થોડો વિચાર કરીએ.
કેવળજ્ઞાન : સામાન્ય રીતે પાંચેય જ્ઞાનના વર્ણનમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા પ્રસિદ્ધ છે અને દર્શનશાસ્ત્રોમાં કેવળજ્ઞાન વિશે ઘણા ઊંડાણથી ચર્ચાઓ જોવા મળે છે. આપણે અહીં કેટલીક વિશેષ વાતો વિચારશું. સાધારણ રીતે કેવળજ્ઞાન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હિકકતમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન તેવી આત્માની શુદ્ધ પરિણતિની બે અંતિમ સીમાઓ છે અને તે ચાર ઘાતી કર્મોના ક્ષય થઈ ગયા પછી મુખ્ય તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ક્ષય થયા પછી બંને ગુણ ખીલી ઊઠે છે.
અહીં કવિરાજે કેવળદર્શનને ગૌણ કરી, ફકત કેવળજ્ઞાન શબ્દનો ઉપયોગ કર્યા છે વ્યવહારમાં એક જ શબ્દ બોલવાની પ્રથા છે, પરંતુ અહીં બન્ને ભાવનું સાહચર્ય છે તે સમજવાનું છે.
૨૩૫