Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પણ વિશિષ્ટ પ્રકારના છે અને તેના ઉપકાર પણ વિશિષ્ટ પ્રકારના છે. આમ ગુરુ અને ઉપદેશ બંને વિશિષ્ટ હોવાથી ઉપકાર પણ ઘણો વિશિષ્ટ છે. આ ઉપકાર જેવો તેવો નથી પરંતુ આ ઉપદેશ લેવાથી જીવ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે અને ઉપદેશથી જીવ કેવળજ્ઞાન પામ્યા છે તે પ્રમાણભૂત હકીકત છે. ઉપદેશ આપ્યા પછી ગુરુ પોતાની જગ્યાએ છે, હજુ એનો સાધનાક્રમ બાકી છે, પરંતુ જે શિષ્યને ઉપદેશ આપ્યો તે ઉપરનું ઉત્તમ પદ પ્રાપ્ત કરી આગળ વધી ગયો અને કેવળજ્ઞાનનું શિખર સર કર્યું છે. આમ ગુરુ શિષ્યમાં સાધનાની દષ્ટિએ અંતર પડયું છે, પરંતુ જુઓ ! આ જ્ઞાનનો મહિમા. આ વિશિષ્ટ જ્ઞાન કેવળજ્ઞાન ગુરુ પ્રત્યેના પૂજ્યભાવને જરા પણ ખંડિત કરતું નથી, પરંતુ તેના વિશેષ મહત્ત્વને પ્રગટ કરે છે. જેનો શાસ્ત્રકાર સ્વયં આગળની અર્થી ગાથામાં ઉલ્લેખ કરે છે.
અહીં જે ઉપદેશથી લખ્યું, તેમાં ફકત ઉપદેશ સીમિત નથી, પણ ઉપદેશક ઉપદેષ્ટાનો પણ સમાવેશ કરેલો છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તેમાં જેમ ઉપદેશ ઉપકારી, તેમ સઉપદેશ આપનાર પવિત્ર આત્મા પણ એટલા જ ઉપકારી છે. આ રીતે ઉપકારી અને ઉપકાર્યનો સામાન્ય સંબંધ અહીં પ્રદર્શિત કર્યો છે, પરંતુ હકીકતમાં આ સંબંધ વ્યાવહારિક છે હવે આપણે તેને આધ્યાત્મિક દષ્ટિએ વિચારીએ.
જે ઉપદેશથી કેવળજ્ઞાન પામ્યો છે તે જ સઉપદેશ ફકત દ્રવ્યભાવે ગુરુના મુખથી પ્રગટ થયેલો છે, પરંતુ ભાવાત્મક રીતે તે ઉપદેશ ભકતના આત્મામાં જ્ઞાન પર્યાયરૂપે પ્રગટ થયેલો છે. સદ્ધપદેશના આ બે વિભાગ એક ગુરુસ્થ સદ્ ઉપદેશ અને બીજો ભકત હૃદયસ્થ સદ્ ઉપદેશ. જેમ કોઈ માણસ દર્પણમાં મુખ જૂએ, તો એક મુખ તો એ દ્રવ્યપિંડ શરીરમાં છે અને બીજું પ્રતિબિંબિત મુખ તે દર્પણમાં છે. બંને એક હોવાં છતાં દ્રવ્ય અને ભાવે તેનું વિભાજન થાય છે.
અહીં શાસ્ત્રકાર જે સદ્ ઉપદેશથી એમ લખે છે તો ત્યાં તેનો અર્થ છે સાંભળેલો સદ્દ ઉપદેશ એટલો અપૂર્ણ અર્થ નથી. આ સદ્ ઉપદેશ સાંભળનાર સો વ્યકિત પણ હોઈ શકે, પરંતુ સો એ સો આત્મામાં તે ઉપદેશ પરિણત થતો નથી. ઉપદેશ સાંભળ્યા પછી શ્રોતાના આત્મામાં શ્રુતજ્ઞાનની પર્યાયરૂપે તે ઉપદેશ પરિણામ પામે છે અને આ પરિણામ પામેલો ઉપદેશ જ વાસ્તવિક કેવળજ્ઞાન સુધી લઈ જાય છે. એટલે અહીં શાસ્ત્રકારે ઠીક જ કહ્યું છે કે જે ઉપદેશથી મૂકવાનો અર્થ થઈ ગયો. અતરંગ પરિણમેલો ઉપદેશ, પણ ભકતે સાંભળેલો જ ઉપદેશ નહીં. આમ “જે’ શબ્દથી લખ્યું છે તેમાં જે શબ્દ ઘણો મહત્ત્વપૂર્ણ છે “જે’ શબ્દ સ્વરૂપમાં પરિણમેલા ઉપદેશાત્મક પરિણામને જ ઈગિત કરે છે અને જે ઉપદેશ ભકતના આત્મામાં સાકાર થયો છે અને પરિણામ પામ્યો છે. જેમ પાણીમાં સાકર નાખ્યા પછી સાકર પોતાના સ્વરૂપનો ત્યાગ કરે છે અને પાણી તેનું માધુર્ય પામે છે. સાકર પોતાનો આકાર છોડી પાણીમાં સાકાર રૂપે પરિણત થાય છે એ જ રીતે ગુરુનો ઉપદેશ ભકતના આત્મરૂપી પાણીમાં સાકાર થાય છે અને આ ઉપદેશ કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે.
આમ કેવળજ્ઞાની પોતાના સ્વપરિણામોને ઉપાદાન કારણ માને છે પરંતુ જ્ઞાનમાં રહેલું ગુરુદેવનું જે પ્રતિબિંબ છે, તેમનો જ પૂજ્યભાવ છે તે નિમિત્તની કેવળી ભગવાન જરાપણ
|||||||||N!jliE