________________
રહેલું નથી પરંતુ તાદાત્મ્ય ભાવે આત્મપ્રદેશોમાં વ્યાપ્ત છે.
આ રીતે કેવળદર્શન પછી બ્રહ્માંડનું સાંગોપાંગ અણુઅણુનું, કણકણનું, જાણપણું મળે અને નસેનસમાં એ જ્ઞાન વ્યાપ્ત થઈ જાય છે. પદાર્થ પોતાના ગુણ દ્રવ્યોથી સ્વતંત્ર છે, પરંતુ શેય ભાવે તે આત્મામાં સમાવિષ્ટ પણ થાય છે. જ્ઞેય ભાવે સમગ્ર વિશ્વ આત્મામાં અધિષ્ઠિત છે અર્થાત્ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રણેનો ત્રિવેણી સંગમ થવાથી તે એકાકાર થઈ જાય છે. જ્ઞાનનો મહિમા અપાર છે. કેવળદર્શનથી સમગ્ર બ્રહ્માંડનું એક વ્યાપક દર્શન થયા પછી જ્ઞાન દ્વારા વિશ્વની બધી વિશેષ પર્યાયો એક સાથે આત્મામાં સંકેલી લે છે.
આ છે કેવળદર્શન અને કેવળજ્ઞાનનો અપાર મહિમા. હવે વિચાર કરો કે જે સદ્ગુરુના ઉપદેશથી જીવાત્મા આ જ્ઞાન સાગરનો સ્પર્શ કરે છે, તેનો ઉપકાર જ્ઞાન કરતા પણ વિશેષ છે. એવો અભિપ્રાય શાસ્ત્રકાર આગળના પદોમાં વ્યકત કરે છે.
“ગુરુ રહ્યા છદ્મસ્થ” આ ત્રીજા પદમાં શિષ્ય આગળ વધી ગયો છે તેનો ઉલ્લેખ કરે છે, “ગુરુ રહ્યા છદ્મસ્થ” કહીને ગુરુ પ્રત્યેની કોઈ સન્માનની માત્રા ઓછી કરતા નથી. પરંતુ છદ્મસ્થ એમ કહીને ગુરુદેવ પ્રતિ સન્માન માત્રા વિશેષ વૃધ્ધિ પામે તેવો ભાવ પ્રગટ કરશે. આ છે કાવ્યનું માધુર્ય અથવા કાવ્યની અલૌકિક વિશેષતા. જો કે આપણે આત્મસિધ્ધિના પદો માટે કાવ્ય દષ્ટિએ બહુ જ અલ્પ પ્રકાશ નાંખ્યો છે પરંતુ સંપૂર્ણ આત્મસિધ્ધિના પદોમાં કાવ્ય રચનાના વિશેષગુણો ઝળકે છે. અહીં પણ એક અલંકાર છે. કે ગુરુ રહ્યા છદ્મસ્થ એમ કહીને પણ ગુરુના મહિમામાં વૃધ્ધિ થાય તેવો દિવ્યભાવ પ્રગટ કરે છે.
છદ્મસ્થાવસ્થા : છદ્મસ્થ એટલે શું ? જૈન પરિભાષાનો ખાસ સાંકેતિક શબ્દ છે. વ્યવહાર દષ્ટિએ છદ્મસ્થનો અર્થ ઢંકાયેલું અથવા છૂપાયેલું અથવા કપટપૂર્ણ એવો અર્થ થાય છે, અહીં આ શબ્દમાં એવો કોઈ કપટી ભાવ નથી, પરંતુ એક ખાસ અવસ્થા માટે છદ્મસ્થ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. છદ્મસ્થમાં રહેલા, છદ્મમાં અટકેલા, છદ્મ ભાવને ધારણ કરતાં, અપૂર્ણ ભાવે આરાધન કરતાં, અજ્ઞાતભાવે પણ શ્રધ્ધાથી વ્રતોનો સ્વીકાર કરી તેમના પાલનમાં પ્રયાસરત તેવા સંતો માટે છદ્મસ્થ શબ્દ વપરાય છે.
આત્માના જેટલાં ગુણો આંશિકરૂપ પ્રગટ થયા છે તે જીવનું સંબલ છે પરંતુ તેથી ઢંકાયેલા બીજા અનંતગુણો અપ્રગટ હોવાથી વિશ્વની બધી ધારાઓને તે સ્પર્શ કરી શકતા નથી. પોતાના જ ક્ષેત્રમાં રહીને પોતે જે ભાવ ધારણ કર્યા છે, તે ભાવોમાં રમણ કરી આત્માનંદ મેળવે છે. અરિહંત દશા પ્રગટ થઈ નથી, પરંતુ તેના ભાવોમાં અરિહંત પદનો મહિમા વણાઈ જવાથી તેઓ સ્વાભાવિક નિર્દોષ શુધ્ધ આત્મતત્ત્વનો આનંદ અનુભવે છે.
કહેવાનું તાત્પર્ય એ કે છદ્મસ્થ અવસ્થા અપૂર્ણ હોવા છતાં તે ઘણા ગુણાલંકૃત છે. તે કોઈ વિકૃત અવસ્થા નથી. અપૂર્ણ હોવા છતાં તેમાં પૂર્ણતા પ્રગટ થવાના સંપૂર્ણ બીજો અંકુરિત થવાના છે. ખરુ પૂછો તો છદ્મસ્થ અવસ્થા એક પ્રકારની મુકત અવસ્થારૂપી સૂર્યોદય પહેલાની ઉષાકાળ જેવી અવસ્થા છે. અહીં આપણે જે છદ્મસ્થ અવસ્થાની વાત કરી રહ્યા છીએ તે સાધનાના ઉપરના તબકકાઓમાં જળવાયેલી છદ્મ અવસ્થા છે. નીચી કક્ષામાં પણ છદ્મસ્થ અવસ્થા છે, પરંતુ તેનું
Amiasm, ૨૩૭