Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
મનમાં આગ્રહ રાખી ગુરુચરણે જવાથી તેમની સાધના નિષ્ફળ થઈ જશે. માટે લખ્યું છે કે “ આગ્રહ તજી” અર્થાત્ આગ્રહને છોડી આગ્રહથી દૂર થઈ, પોતે હળવો ફૂલ બની, મત’ નો ભાર રાખ્યા વિના, બુધ્ધિનો અહંકાર છોડી સદ્ગુરુના ચરણે જવાનું છે. અહીં સદ્ગુરુ નહીં, પરંતુ સદ્દગુરુનું લક્ષ ધારણ કરી પોતાનો વર્તાવ કરે. જો કે પરોક્ષ ભાવે સદ્ગુરુને પણ “લક્ષ' કરવાની વાત છે. આ રીતે તેના બંને અર્થ નીકળશે તે આપણે પાછળથી કહીશું. અત્યારે “મતાગ્રહ’ ને છોડવાની વાત છે. આગળના પદોમાં “સ્વચ્છંદ” રોકાય તેમ કહ્યું છે. “સ્વચ્છંદ રોકે” તેમ કહ્યું નથી, તેના પૂર્વના પદમાં “રોકે તેમ કહ્યું છે અને અહીં ‘ત્યજે તેમ કહ્યું છે. તેમાં તાત્ત્વિક વાત એ છે કે રોકવું અને રોકાવું, છોડવું અને છૂટવું, આ બને ક્રિયાઓમાં મૂળભૂત તાત્ત્વિક ભેદ ભરેલો છે. આ તાત્ત્વિકભેદને સમજ્યા પછી જ જીવને ક્રિયાના કર્તૃત્ત્વનો અહંકાર છૂટી શકે તેમ છે. અનાયાસે જીવ ક્રિયાના કર્તા રૂપે પોતાને જોડી રાખે છે. વસ્તુતઃ આ વિભાવોનું ઉત્પન્ન થવું કે લય થવું તેમાં સાક્ષાત્ જીવનું કર્તૃત્ત્વ નથી. પરંતુ જીવ જયારે શુધ્ધાત્મપરિણામોથી પરિણત થાય છે ત્યારે વિભાવો સ્વતઃ લય પામે છે. “હું વિભાવોને લય કરું” તે પણ એક પ્રચંડ વિભાવ જ છે. અહીં આ કડીમાં “ત્યજવાની” જે વાત છે તે પૂર્વની આરાધનાને આધારે કરી છે. “મતાગ્રહ તજે અને “સરુને લક્ષ કરે’ એ તો કવિત્વભાવ છે. હકીકતમાં સદ્ગુરુને લક્ષ કરે એટલે “મતાગ્રહ’ કે “સ્વચ્છેદ' તજાય છે.
કારણવાદ : અહીં શાસ્ત્રકારે કારણ ગણી પ્રત્યક્ષ એમ કહ્યું છે અને આ રીતે કારણમાં કાર્યનો આરોપ કર્યો છે. દર્શનશાસ્ત્રમાં કારણવાદનું બહુ જ વિશાળ પ્રકરણ છે. સાધારણ રીતે આપણે એક ચૌભંગીથી આ સિદ્ધાંતને થોડો સ્પષ્ટ કરીએ.
(૧) કારણમાં કાર્યનો આરોપ (૨) કાર્યમાં કારણનો આરોપ (૩) કારણમાં કાર્યનો અભાવ (૪) કાર્યમાં કારણનો અભાવ.
કારણ બે પ્રકારના છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણ તેને કહેવાય જે કાર્યમાં પરિણત થાય, જયારે નિમિત્ત કારણ ઉપાદાન કારણમાં રહેતું નથી જેથી તે કાર્યરૂપે પરિણત થતું નથી. આવા નિમિત્ત કારણમાં કાર્યનો અભાવ હોય છે અને એ જ રીતે નિમિત્ત કારણનો કાર્યમાં પણ અભાવ હોય છે. અસ્તુ
અહીં આપણે ઉપાદાન કારણની જ વાત કરીએ છીએ. જેથી ઉપરના બે ભંગ લાગુ પડશે. કારણમાં કાર્યનો આરોપ – વસ્તુતઃ ઉપાદાનકારણમાં કાર્ય તિરોભાવ રૂપે હોય જ છે. જયારે પ્રગટ થાય, ત્યારે આવિર્ભાવ પામે છે અને તેને કાર્ય ગણવામાં આવે છે. જેમ દૂધમાં ઘી છે. દૂધ એ ઘીનું ઉપાદાન કારણ છે. તિરોભાવ રૂપે ઘી દૂધમાં વ્યાપ્ત છે. જયારે પ્રગટ થાય ત્યારે તે આવિર્ભાવ પામે છે અને કાર્યરૂપ અભિવ્યકત થાય છે. અહીં કૃપાળુ ગુરુદેવ કહે છે કે સમકિતનું જે કારણ છે તે પ્રત્યક્ષ છે અને તેથી તેને સમકિત કહેવું યોગ્ય છે.
વર્તે સદગુરુ લક્ષ' તેને સમકિત કહી રહ્યા છે. સમકિતનો અર્થ સમ્યગ્દર્શન થાય છે. સદ્ગુરુનું લક્ષ તે સમકિતનું પ્રત્યક્ષ કારણ હોય, તેમ અભિવ્યકિત થઈ છે. અહીં પ્રત્યક્ષ' શબ્દનો પ્રયોગ છે, આ પ્રત્યક્ષ શબ્દ કોની સાથે લાગુ થાય છે ? કારણ બે જાતના હોય છે. એક
૨૧૬ પાક