________________
જિ
::::::
:
:
:::
::
તે લક્ષ સ્વયં સમ્યગુદર્શન છે, તેવો લક્ષમાં આરોપ કર્યો છે. અર્થાત શુધ્ધ કારણમાં શુધ્ધ કાર્યનો આરોપ કર્યો છે. | દર્શનશાસ્ત્ર કહે છે કે “કારણ શુધ્ધ કાર્ય શુધ્ધ” શુધ્ધ સાધના, શુધ્ધ સાધ્ય આ બન્ને સિધ્ધાંત એક જ છે. અર્થાત કારણ શુધ્ધ હોય તો કાર્ય શુધ્ધ થાય. સાધન શુધ્ધ હોય તો સાધ્ય શુધ્ધ થાય. અહીં સમકિત તે સાધ્ય છે. સદ્ગુરુનું લક્ષ તે સાધન છે. સમકિત તે કાર્ય છે. સદગુરુનું લક્ષ તે કારણ છે. સદ્ગુરુનું લક્ષ શુધ્ધ હોવાથી તેનું પરિણામ પણ શુદ્ધ આવે તેમ ગણીને શાસ્ત્રકારે “કારણ ગણી પ્રત્યક્ષ” તેમ કહ્યું છે.
આટલું સૂક્ષ્મ વિવેચન કર્યા પછી કૃપાળુ ગુરુદેવનું આ ગૂઢ પદ વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું” આ પદની મીમાંસા સ્પષ્ટ થવી જોઈએ. આ નાનકડા વાકયમાં સમગ્ર દર્શનશાસ્ત્રનો કારણ-કાર્યવાદ પ્રત્યક્ષ કે પરોક્ષભાવે સમાવેશ થયો છે. વ્યવહાર અને નિશ્ચય બંને ભાવ અને બન્ને પ્રકારનું ક્રિયાત્મકરૂપ આ પદમાં સમાયેલું છે.
ભકિતનું આંતર બાહ્યરૂપ શિષ્ય ગુરુનો વિનય કરે, પોતાના સ્વચ્છેદ અને મતનો ત્યાગ કરે, અધકચરું પોતાનું જ્ઞાન પડતું મૂકે અથવા આવા વિકલ્પથી વિમુકત થાય અને આચારવંત શુધ્ધ આત્મતત્ત્વના જાણકાર એવા મહાપુરુષના ચરણે રહીને ધ્યાનપૂર્વક તત્ત્વની વાતોને સાંભળે, સ્વીકારે અને મમત્વથી નિરાળો થઈ, અંતરમુખી થાય તો તે સદગુરુ પ્રત્યે લક્ષ રાખીને સાચો વર્તાવ કરે છે, તો તેને અવશ્ય સમકિત ઉત્પન્ન થાય, આ છે વ્યવહારનય, વ્યવહાર શુધ્ધ થાય તો જ નિશ્ચય માર્ગ પણ શુધ્ધ થાય. આ પદમાં શિષ્યનો બાહ્ય વ્યવહાર પણ પ્રગટ કરેલો છે અને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે શિષ્ય સ્વછંદ અને મતાગ્રહનો ત્યાગ કરે છે. આ વ્યવહાર પ્રત્યક્ષ એટલે જોઈ શકાય તેવો છે. કવિરાજે “કારણ ગણી પ્રત્યક્ષ પદમાં પ્રત્યક્ષ કારણનું કથન કર્યું છે તેથી પ્રત્યક્ષને છોડીને બીજું પરોક્ષકારણ પણ છે તે પ્રત્યક્ષ શબ્દથી સમજાય છે. પરોક્ષ કારણ તે આંતરિક સ્થિતિ છે અને આંતરિક સ્થિતિ તે તેની ભાવનાનું નિશ્ચયરૂપ છે. કષાય આદિ ભાવોનો ઉપશમ થતાં ઉપશમરસની જે પરિણતિ થાય છે અને તેમાં સમ્યગુજ્ઞાનનો સાથ મળે છે, ત્યારે તે પરિણતિ સમ્યક પરિણતિ બને છે. આમ આંતરિક સ્થિતિમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમભાવચારિત્રની ત્રિપુટીની પૂર્વવર્તી અવસ્થા તૈયાર થઈ ગઈ છે. આ પૂર્વવર્તી અવસ્થા તે જ નિશ્ચયરૂપ સદ્ગુરુનું લક્ષ છે. જેનું આત્મતત્ત્વ વિકાસ પામ્યું છે, તે અધિષ્ઠાતા સદ્ગુરુના સ્થાને છે અને જેની પરિણતિ શુધ્ધ થઈ રહી છે તે ભકતના સ્થાને છે, પરિણતિ તે સ્વયં શુધ્ધ લક્ષ છે. આમ લક્ષ કરતાં, લક્ષ બનતા અને લક્ષનો સાક્ષાત્કાર થતાં, ત્રણે એકાકાર થાય, તે આંતરિક ભાવસ્થિતિ છે. આ બીજો પક્ષ અંતરમાં નિર્માણ થયા પછી, હવે સમ્યગ્રદર્શનને વાર નથી. તેથી આ પરિણતિને પણ સમકિત કહેવામાં સંકોચ નથી, તેથી તેને અર્થાત્ તે લક્ષને કારણ ગણી પ્રત્યક્ષ તેમ કહ્યું છે. અસ્તુઃ આ વ્યવહાર પક્ષ અને નિશ્ચય પક્ષ બંનેની વ્યાખ્યાથી એ સ્પષ્ટ થાય છે કે આ પદમાં કેટલો ગંભીર ગૂઢાર્થ છે.
ઉપસંહારઃ અહીં આખી ગાથાનું સૂક્ષ્મ વિવેચન પૂર્ણ કરી આપણે તેનો સામાન્ય તારતમ્ય ભાવ શું છે તે ઉલ્લેખ કરીને આગળ વધશું.
2000 કરતા ૨૨૦ મા