Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહીં શાસ્ત્રકાર કહે છે કે નિજઈદે આ મહા દુશ્મનોને રોકી શકાતા નથી. અર્થાત્ હું કષાય રોકે, હું ક્રોધ ન કરું, એવા અહંકારથી તે કષાય મજબૂત બને છે. પોતાની ઈચ્છા પ્રમાણે કષાય છોડવા એક ગંભીર વાત છે. સાકરના પતાશાને કોઈ કહે કે હું પાણી કરી દઉં, તેમ બોલવાથી કે મંત્રજાપ કરવાથી તેનું પાણી નહીં થાય. પણ પતાશું જો પાણીમાં મૂકી દયો, તો સહેજે પતાશું ગળી જાય. તેમ કષાય રૂપી પતાશા અહંકારથી પીગળતા નથી. પણ જીવ જયારે ગુરુભકિતમાં જોડાય છે, ત્યારે તે બહુ જ સહેજે પોતાની મેળે ગળી જાય છે. શાસ્ત્રકારે લખ્યું છે કે, અલ્પ પ્રયાસથી જાય. પરંતુ અહીં અલ્પ પ્રયાસનો અર્થ વગર પ્રયાસ પણ થઈ શકે છે અને ઓછામાં ઓછો પ્રયાસ પણ થઈ શકે છે, તેની વ્યાખ્યા આગળ કરશું.
નિજનું બનાવટી રૂપ : માન આદિ શત્રુ, નિજ દે ન મરાય’ આ નિજ છંદ શું છે? નિજ એટલે પોતાનો અને છંદ એટલે અહંકારયુકત વિકાર. અહીં પ્રશ્ન એ છે કે શાસ્ત્રકારે છંદને નિજ કેમ કહ્યો છે. વસ્તુતઃ છંદ તો આત્માના ઘરનો વિકાર છે જ નહી. નિજ નો અર્થ પોતાનો કર્યો છે પરંતુ આત્માના જેટલા વિકારો છે કે છંદ છે કે જે કોઈ દુરાગ્રહ છે તે બધા આત્માના ઘરના નથી. આ બધા આશ્રવ તત્ત્વો છે. જેમ મેલથી કીડા પેદા થાય અર્થાત્ કીચડમાં કીડા પેદા થાય તો તે કીડા ખરેખર પાણીની સંપત્તિ નથી. પરંતુ પૌદ્ગલિક વિકાર છે. લોખંડમાં જેમ કાટ આવે છે, પાણીમાં જેમ શેવાળ થાય છે શરીર પર વિવિધ પ્રકારનો મેલ જમા થાય છે, આ બધા આગંતુક તત્ત્વો પરાયા છે. તો હકીકતમાં તે નિજ એટલે પોતાના નથી. અહીં શાસ્ત્રકારે નિજ છંદ' કહ્યો છે, તેનો ભાવાર્થ એ છે કે પરાયા હોવા છતાં ઘણાં ટાઈમથી ઘર કરી બેઠેલા વિકારો જાણે પોતાની જ સંપતિ બની જાય છે અને આ મારો અભિપ્રાય છે, હું આમ માનું છું, આમ કરી શકું છું, ઈત્યાદિ અહંકાર તત્ત્વો જાણે સ્વયં આત્મા હોય અને તેનું જ અસ્તિત્ત્વ હોય તેમ આ કષાયો પોતાના બની જાય છે. કોઈ ચોર જેમ આપણે ઘણા વર્ષનો સગો બની ભાઈચારો કેળવે તો ચોર પણ પોતાનો લાગે છે. હકીકતમાં તે ઘાતક છે.
અહીં કવિરાજે નિજ છંદ તેમ કહ્યું છે તો આ છંદ પણ જાણે પોતાનો જ હોય અને તે છંદને આધારે કષાયને જીતવાની વાત કરે છે, તે ઘણો ગંભીર પ્રશ્ન છે. જેમ કોઈ બે દુશમન હોય અને તે આપણને નુકશાન કરવા માંગતા હોય તો તે બેમાંથી એક તમારો મિત્ર બની જાય અને પેલાની સાથે સામનો કરવાની વાત કરે, પરંતુ હકીકતમાં તો તમારો તત્કાલ બનેલો મિત્ર પણ અંતે દુશ્મન જ છે.
અહીં પણ કષાય એ દુશમન રૂપે સામે છે અને નિજ છંદ પણ કષાયનો ભાઈ જ છે. અત્યારે તમારી સાથે ભળીને કષાયને જીતવાની વાત કરે છે. પરંતુ અંતે તો છંદ અને માનાદિ દુશમન બંને એક જ છે. એટલે તે મરી શકતા નથી. પરંતુ હકીકતમાં પોતાને જ નુકશાન થાય છે. પોતાના ગુણોનો જ ઘાત થાય છે. તેથી શાસ્ત્રકારે બહુ જ ઊંડાઈથી કહ્યું છે કે નિજ છંદે આ માનાદિ દુમન મરી શકતા નથી. મરે કયાંથી? મરનાર અને મારનાર બંને એક જ છે અને આત્મા પોતે ઠગાતો હોય છે. જેથી નિજ છંદનું અવલંબન લેવું તે ભૂલ ભરેલો ઉપાય છે.
અહીં છંદ તે શું છે તે પણ સમજી લઈએ. સમજ વગરના કે સિધ્ધાંત વગરના જે આગ્રહ
the ૨૨૪