Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અધિષ્ઠાન શકિત છે. શકિતથી તેનું સંવર્ધન થાય છે. કષાયોનું ઉત્પતિસ્થાન મનુષ્યની શકિત છે. જેમ માતાના ઉદરમાં બાળકનું પોષણ થાય છે. તેમ બીજ રૂપે પડેલા કષાયો શકિતના ઉદરમાં પરિપષ્ટ થાય છે અને તેનાથી તેનું સંવર્ધન પણ થાય છે. આ સંવર્ધન થવામાં બાહ્ય કારણો પણ નિમિત્તભૂત હોય છે. દુષિત આહાર અને દુષિત ભોજન તે કષાયનું પોષણ કરવા માટે પ્રધાન નિમિત્ત છે. એ જ રીતે બાહ્ય સંયોગો પણ કારણભૂત બને છે પરંતુ આ બધા નિમિત્ત કારણ છે. હકીકતમાં જીવની અજ્ઞાનદશાના કારણે કષાયો પરિપકવ થાય છે અને વધે છે. જેમ જેમ શકિત મળે તેમ તેમ પરિપુષ્ટ થતાં જાય છે.
હવે આપણે નિરીક્ષણ કર્યું કે આ કષાયોનું અવસ્થાન આકાશના પ્રદેશ સાથે જોડાયેલું છે, ભૌતિક છે કે આધ્યાત્મિક, આંત્મપ્રદેશ સાથે જોડાયેલું છે. હકીકતમાં, આકાશ આદિ મહાકારણ તો સર્વત્ર વ્યાપ્ત હોય છે અને બધી વસ્તુ ભાવતત્ત્વ કે સ્થૂળતત્ત્વ આકાશપ્રદેશમાં સમાયેલી છે. પરંતુ આકાશ તેનાથી નિસ્પૃહ છે. કષાયોને રહેવા માટે બીજું સ્થાન સૂક્ષ્મ પરમાણુ છે અને ત્રીજું સ્થાન આધ્યાત્મિક સ્થાન, વિભાવદશા છે. કષાયો દ્રવ્યરૂપે ભૌતિક છે, પૌદ્ગલિક છે. ભાવ રૂપે તે એક વૈભાવિક પરિણામ છે. કષાયો એક પ્રકારની પર્યાય છે, વિકૃત ગુણ છે, પરંતુ તેને માટે કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. દ્રવ્યની વૈભાવિક પર્યાય છે. દૂધ તે દ્રવ્ય છે. સ્વાદ અને બગાડ તે બંને તેની શુધ્ધ અશુધ્ધ પર્યાય છે. શુધ્ધ ગુણનો આધાર દ્રવ્ય છે. પણ વિભાવ પર્યાય માટે કે બગડેલા પર્યાય માટે કોઈ સ્વતંત્ર દૂધ દ્રવ્ય નથી. આથી સમજી શકાશે કે બગાડ પર્યાયમાં વ્યાપ્ત છે.
ઉપરના સૂક્ષ્મ વિવેચનથી સ્પષ્ટ થયું કે કષાયોને રહેવાનું સ્થાન ભૌતિક હોવા છતાં આધ્યાત્મિક વિપરિણામ છે. પરિણામ બદલાતાં તે અદ્રશ્ય થઈ જાય છે. તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. જેમ અગ્નિની જ્યોતી અગ્નિ ઠરી જતાં લુપ્ત થઈ જાય છે. તે રીતે આવિર્ભાવ લુપ્ત થઈ જાય છે. આમ તેની નિશ્ચિત જગ્યા હોવા છતાં તે સદાને માટે ત્યાં રહી શકતા નથી અને એ જ પુરુષાર્થનું સુફળ છે કે તેને ઉડાડી શકાય છે. એટલે અહીં કૃપાળુ ગુરુદેવ કહે છે કે જાતાં સદગુરુ ચરણમાં તે સહેજે ટળી જાય છે, માનાદિક કષાયોને મારી શકાય છે, તે માનવના હિતમાં પ્રકૃતિએ રાખેલી એક અદ્ભુત વ્યવસ્થા છે અને આ જ સમગ્ર સાધનાનો માર્ગ ઉઘાડો કરે છે.
વસ્તુતઃ એક પ્રકારે કષાય માયાવી તત્ત્વ છે અને તેમાં પણ અભુત શકિત છે. આ શક્તિને આપણે ઈશ્વરીય શકિત કહીએ તો આ ઈશ્વરકૃત માયા છે, તેમ કહી શકાય. હકીકતમાં, તે એક પ્રકારનો પ્રાકૃતિક નૈસર્ગિક પરિપાક છે અને નિશ્ચિત આઘાત થવાથી તે ખરી પડે છે.
ઉપરના બધા વિવેચનથી માનાદિક કષાયનું આંતરિક ચિત્ર આપણે ઉદ્ઘાટિત કર્યું છે અને તેના મૂળને તપાસીને કઈ જગ્યાએ સાચા ઉપાયથી તે મરી શકે છે, તેનો ઉલ્લેખ શાસ્ત્રકારે સ્વયં કર્યો છે. “જાતાં સદ્ગુરુ ચરણમાં તેનું હવે વિવેચન કરશું.
જાતાં સદ્ગુરુ ચરણમાં : પૂર્વમાં કહ્યા પ્રમાણે સાચો ઉપાય હોય તો જ રોગનું નિવારણ થાય. આ માનાદિક કષાય સ્વછંદથી મરતાં નથી કે મટતાં નથી, તે એક હકીકત છે. જેમ સ્મરણ કરો તેમ તેનો પાયો મજબુત થાય છે. પરંતુ જો ધ્યાન પરિવર્તન થાય તો સહેજે તેનો લય થઈ જાય છે.
:
:
:
કાટા :02008: ૨૨૭ કલાક