Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે, ભકતનું મન કે મનોયોગ અથવા તેના મનનું દર્પણ એટલું સ્વચ્છ થયું નથી કે જે સને નિહાળે ત્યારે સદગુરુ સનું લક્ષ કરાવે છે. જયારે ભકત સનું પણ લક્ષ કરે છે. આમ ભકત ફળ અને વૃક્ષ, કાર્ય અને કર્તા, આધેય અને આધાર, બંને નિહાળી ધન્ય ધન્ય થઈ જાય છે સદ્દગુરુરૂપી જે આશ્રય છે અને આ ગાથાનું જે ઉપાસ્ય માધ્યમ છે, તેનું લક્ષ કરીને જીવાત્મા આ માધ્યમને સમગ્ર રીતે સ્વીકારે છે. ગાથાનું પ્રથમ માધ્યમ અને આ ઉપાસ્ય માધ્યમ બને એકાકાર થતા, જાણે સમકિતરૂપી સૂર્ય ઉદયમાન થવાનો હોય તેવું પ્રત્યક્ષ દેખાય છે. આ બન્ને માધ્યમની વચ્ચે સાધનારૂપ તે ત્રીજું માધ્યમ છે કે લક્ષ છે. હવે આ લક્ષની આપણે વ્યાખ્યા કરીશું.
યોગઉપયોગનો પારસ્પરિક સંબંધ : જીવમાં મુખ્ય બે શકિત છેઃ ઉપયોગ અને યોગ, ઉપયોગ તે આધ્યાત્મિક પરિણામ છે અને યોગ તે શારીરિક પરિણામ છે. જયારે કષાયના પરિણામો ઘટે છે ત્યારે શુધ્ધ ઉપયોગનો પ્રારંભ થાય છે અને જ્ઞાન ઉપયોગ શુધ્ધ થવા લાગે છે. ઉપયોગ એ જીવનું પ્રધાન પરિણામ છે. જેમ લગામથી ઘોડો વશ થાય છે તે રીતે ઉપયોગ એ આત્માની લગામ છે. ઉપયોગમાં જેનું પ્રતિબિંબ થાય છે, તેના ગુણધર્મો તેમાં પ્રગટ થાય છે. હવે જુઓ, અહીં ભકત જયારે સદ્ગુરુનું લક્ષ કરે છે ત્યારે તેનો ઉપયોગ નિર્મળ થતાં તેમાં સદ્ગુરુનું પ્રતિબિંબ પડે છે. અર્થાત્ સદગુરુ સ્વયં ભકતના જ્ઞાનના જ્ઞય બની જાય છે અને આ પ્રતિબિંબ જ્ઞાન ઉપયોગમાં પ્રગટ થતાં ભકત નાચી ઉઠે છે. જાણે ઘરમાં ભગવાન આવ્યા હોય તેવો પરમાનંદ અનુભવે છે. આ લક્ષ એક પ્રકારે પરમ લક્ષ છે, ઉતમ લક્ષ છે અને આ લક્ષની અનુભૂતિ થતાં તેમાંથી સમ્યગ્દર્શન અવશ્ય પ્રગટ થાય છે. તે આ ગાથામાં “કારણ ગણી પ્રત્યક્ષ એમ કહ્યું છે. અર્થાત્ આ લક્ષના આધારે પોતાના જ્ઞાનમાં રમતા સદગુરુને જોઈને હવે ભકત નિશ્ચયરૂપે આત્મતત્ત્વનો અનુભવ કરશે અને સમકિત પામશે, તેમાં જરાપણ શંકા નથી. આખી ગાથામાં આ ત્રીજું માધ્યમ ઘણું મહત્ત્વપૂર્ણ છે. આશ્ચર્ય તો એ જ છે કે દર્પણમાં પોતાનું જ મુખ દેખાય છે. જયારે શુધ્ધજ્ઞાન ઉપયોગ રૂપી દર્પણમાં ભગવાનનું મુખ દેખાય છે, સદ્ગુરુનું પ્રતિબિંબ દેખાય છે, ત્રિલોકીનાથ દેખાય છે, આ છે શુધ્ધ ઉપયોગરૂપ જ્ઞાનની બલિહારી, જેને અહીં કવિરાજે ‘વર્તે સદગુરુ લક્ષ' એમ કહ્યું છે આ શુધ્ધ ઉપયોગરૂપ દર્પણનું દર્શન કરાવી લક્ષનું સાચું નિશાન સદગુરુ છે અને તે સમકિતનું કારણ પણ છે, તેમ જણાવ્યું છે. આ ત્રણે માધ્યમની વ્યાખ્યા થઈ.
હવે ત્રણે માધ્યમના સાક્ષી અથવા ત્રણે માધ્યમનું કથન કરનાર શાસ્ત્રકાર છે તેમનો જે જ્ઞાન ઉપયોગ પરમ શુધ્ધ થવાથી ભકતને માટે સદગુરુનું લક્ષ સાક્ષાત્ સમ્યગુદર્શનનું કારણ છે, તેવું તેમને પ્રત્યક્ષ દેખાય છે. કારણ ગણી પ્રત્યક્ષ' એમ જે કહ્યું છે તે કારણ તો પ્રત્યક્ષ છે. અર્થાત વાસ્તવિક કારણ છે જ, પરંતુ શાસ્ત્રકારને પણ આ સિધ્ધાંત પ્રત્યક્ષ દેખાય છે કે જો ભકતમાં સદ્ગુરુ પ્રત્યે આવી વિનયશીલતા હોય, ભકત સદ્ગુરુ પ્રત્યે સમર્પિત હોય તથા જેણે પોતાના બધા સ્વચ્છંદ અને મતાગ્રહ છોડી દીધા હોય તેવા ભકત વિનય પૂર્વક સદ્ગુરુનું લક્ષ માની વર્તાવ કરે છે, તો શાસ્ત્રકારને પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે કે આ વિનય એ સમ્યગદર્શનનું નિશ્ચય કારણ છે. આમ ત્રણે માધ્યમના દ્રષ્ટા સ્વયં શાસ્ત્રકાર છે અને શાસ્ત્રકારે સ્વયં આ ગણના કરી છે અને