Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
*
*
*
* * * * * *
* **************
*
***
*
*******
*
'
ને
પરંપરાગત કારણ અને એક સાક્ષાત્ કારણ. સાક્ષાત કારણને પ્રત્યક્ષ કારણ કહેવામાં આવે છે અને પરંપરાગત કારણને પરોક્ષ કારણ કહેવામાં આવે છે. પરોક્ષ કારણ પરંપરાનો ભંગ થતાં નષ્ટ થઈ શકે છે. જયારે સાક્ષાત કારણ કાર્યરૂપે અવતરિત થાય છે. અહીં સદગુરુનું લક્ષ કરે છે. ત્યારે લક્ષ કરનાર ભકતને સદગુરુની અંદર આત્મદર્શન થાય છે અને તેવું જ આત્મદર્શન સ્વયં પણ અનુભવે છે. આમ લક્ષ એ પૂર્વ ક્રિયા છે અને સમકિતની અનુભૂતિ તે ઉત્તરક્રિયા છે. જેમ કુંભાર ઘડો તૈયાર કરે ત્યારે માટીની છેલ્લી અવસ્થા ઘડો બનવાની તૈયારીમાં છે. ત્યારે તે અવસ્થા પ્રત્યક્ષ ઘડો જ છે અને કુંભાર પણ તેમાં ઘડાની અનુભૂતિ કરે છે. કોઈ પણ કારણની અંતિમ પરિણતિ તે કાર્યની પ્રથમ ક્ષણની નિર્માણ જેવી છે. કારણની પરિણતિની પૂર્ણાહુતિ અને કાર્યની નિષ્પતિ, આમ બંને એક ક્ષણે સંયુકત થાય છે. જયારે ભકત સદગુરુનું લક્ષ કરે છે ત્યારે તેની આત્મદર્શનની પરિણતિની પૂર્વ ક્ષણ છે અને ઉત્તર ક્ષણમાં આત્મવૈભવને નિહાળે છે. તેથી અહીં કવિરાજે “વર્તે સદગુરુ લક્ષ' કહીને તેને સમકિતનું પદ આપ્યું છે. અર્થાત સમકિતની પૂર્વેક્ષણ તે પ્રત્યક્ષ સમકિત જ છે. અર્થાતુ અહીં સદગુરુનું લક્ષ કરીને વર્તવું અને તેનું લક્ષ કરવું તે જ પ્રધાનતત્ત્વ છે. સમકિત તો તેનું આનુષંગિક ફળ છે. જયારે મનુષ્ય ધ્યાનમાં બેસે અને ધ્યાન સ્થિર થાય તો શાંતિ મળે. શાંતિ મેળવવા માટે અલગ પ્રયાસ કરવાની જરૂર નથી. પરંતુ ધ્યાનમાં સ્થિર બેસવા માટે પ્રયાસની જરૂર છે. શાંતિ તો તેને આનુષંગિક ફળ છે.
' સમ્યગદર્શન તે નિશ્ચયાત્મક ભાવ પરિણમન છે. જે મિથ્યાત્વ મોહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ દ્વારા પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શનને કર્મની ઉપશાંતિ સાથે સાક્ષાત્ સબંધ છે અને તે તેનું પ્રત્યક્ષ સાક્ષાત્ કારણ છે. સદગુરુનું લક્ષ એ વ્યવહાર પરિણમન છે, તેથી તેને શુધ્ધ સમકિત કે સમ્યગદર્શન કહી ન શકાય એટલે સ્વયં શાસ્ત્રકાર કહે છે કે સદગુરુનું લક્ષ કરવું તે સમ્યગ દર્શનના ઉદ્ભવમાં એક નક્કર કારણ છે, કારણ કે દેવ, ગુરુ ને ધર્મ ત્રણે તત્ત્વોમાં શ્રધ્ધા થવી, તેનું લક્ષ થવું તે વ્યવહાર સમ્યગ્દર્શન માન્યું છે. આ ત્રણ તત્ત્વોમાં પણ સદગુરુનું લક્ષ તે પ્રધાનતત્ત્વ છે કારણ કે સદગુરુ જ દેવ અને ધર્મની સાચી વ્યાખ્યા આપી, તેનું સ્વરૂપ સમજાવે છે અને સાથે સાથે સદગુરુનું લક્ષ રહે ત્યારે વ્યવહાર સમકિતનો પ્રાદુર્ભાવ થાય છે અને આજ ભાવ શુધ્ધ સમ્યગદર્શનમાં કારણભૂત બને છે, તેથી તેને પ્રત્યક્ષ કારણ કહેવામાં આવ્યું છે. અહીં પ્રત્યક્ષનો અર્થ સાક્ષાત્ કારણ તો છે જ, પરંતુ બીજું સમજી શકાય તેવું કારણ પણ છે અને આ કારણ શુધ્ધ સમકિત સુધી જીવને લઈ જાય છે. તેથી જેમ બીજને જ વડલો કહી શકાય છે અને સોનાને અલંકાર કહી શકાય છે, તેમ કારણમાં કાર્ય સમાયેલું હોય છે, તેથી જ્ઞાની આત્માઓ કારણમાં પણ કાર્યના દર્શન કરે છે. જેમ ભરત ચક્રવર્તીએ મરિચીકુમારમાં મહાવીરના દર્શન કર્યા. લક્ષ થવાથી પદાર્થમાં મૂર્ત સ્વરૂપ દેખાય છે. જેમ કાષ્ટક (સુતાર) ગણેશની મૂર્તિ બનાવે છે ત્યારે તેને કાષ્ટ્રમાં ગણેશના દર્શન થાય છે. કારણ કાર્યરૂપે ભલે પાછળથી પરિણત થાય, પરંતુ
વ્યકિતના જ્ઞાનમાં તે કારણ પ્રત્યક્ષ કારણરૂપે પરિણત થાય છે. જ્ઞાનમાં કાર્યકારણનો આરોપ ન રહેતા બંને એકાકાર થાય છે. અહીં શાસ્ત્રકારે જે પ્રત્યક્ષ કારણ કહ્યું છે, તેમાં બીજો ગૂઢ અર્થ પણ સમાયેલો છે. તે સદગુરુના લક્ષ રૂપી વ્યવહારમાં શુધ્ધ સમકિતનું પરિણમન ભલે તુરંત ન થાય પરંતુ જ્ઞાનીને સદગુરુના લક્ષ રૂપ વ્યવહારમાં, સમ્યગદર્શનનું પરિણમન થાય છે અને તેમને
કડી
:::::::
:::::
::::: કાક
&&&&&&&&:00:૨૧૭ :