Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિકાસની પૃષ્ઠભૂમિઃ જૈનતત્વજ્ઞાન એમ કહે છે કે – મોહનીયકર્મમાં કષાયમોહનીય કર્મ તથા નોકષાયમોહનીય અલગ અલગ પ્રકારના ઓછાવત્તા રસવાળા, ઓછીવત્તી સ્થિતિવાળા કર્મના ઉદયભાવો અસ્તિત્ત્વ ધરાવે છે. એક વ્યકિત સત્યનો સ્વીકાર કરે ત્યારે બીજો વ્યકિત તે ન સ્વીકારી શકે. તેમાં કર્મ કેવી રીતે કારણભૂત છે ? ભગવાન મહાવીર કહે છે કે મિથ્યાત્વમોહનીય કે દર્શનમોહનીયના સ્તર–પ્રસ્તર પાતળા પડયા હોય, કષાયમોહનીય કર્મ ઉપશમભાવે પ્રવર્તમાન હોય અને જ્ઞાનાવરણીયકર્મનો ઉદય પણ મંદભાવને પ્રાપ્ત થયો હોય, આવી સ્થિતિમાં કોઈપણ મહાપુરુષનો, સંતનો કે સરુનો સમાગમ થતાં તે જીવ “સ્વચ્છંદ કે અજ્ઞાનથી મુકત થઈ દુરાગ્રહનો ત્યાગ કરી સહેજે ઠેકાણે આવી જાય છે. નટ અને બોલ બરાબર સ્થિતિમાં હોય ત્યારે તે નટ–બોલ ફીટ થઈ શકે છે. એ જ રીતે જીવાત્મા ગુરુ ચરણમાં સ્થિર થઈ જાય છે, પરંતુ આથી વિપરીત મોહનીયકર્મના પ્રભાવ અને ઉદયભાવો પ્રબળ હોય તો તે જીવ સાચા ઉપાય છોડી અન્ય ઉપાયનું આચરણ કરી પોતાના હઠાગ્રહમાં કે તીવ્ર કર્મબંધમાં વધારો કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – આધ્યાત્મિક સ્થિતિ બરોબર હોય, ઉપાદાન શુધ્ધ થયું હોય તો બધી સાધના સવળ | ઉતરે છે.
* આપણે ઉપરમાં “પ્રાયે” શબ્દ મહત્ત્વયુકત છે એમ કહ્યું તેનું કારણ એ છે કે જૈન દર્શન અનેકાંતવાદી છે. કોઈપણ સિધ્ધાંતની એકાંત સ્થાપના કરતું નથી, તેથી અહીં કવિરાજે “પ્રાય શબ્દ મૂકીને અનેકાંતનો ઈશારો કર્યો છે.
“આ આમ જ થાય”, “આ આમ જ હોવું જોઈએ,” એ બધા એકાંતવાચી શબ્દો છે. જયારે “આમ પણ થાય”, “આમ પણ હોવું જોઈએ, આ શબ્દો અનેકાંતવાચી છે. “સ્વચ્છેદ' બમણો થાય જ એમ ન કહેતાં “પ્રાયે બમણો થાય” એમ લખ્યું છે આ “પ્રા” શબ્દ અહીં અનેકાંતની વ્યાખ્યા કરે છે અને બીજા કોઈ ઉપાયથી પણ ખાસ અવસ્થામાં “સ્વચ્છંદ” રોકી શકાય છે, એવો ભાવ પ્રદર્શિત કરીને શ્રીગુરુદેવે અનેકાંતનો ઉલ્લેખ કરી પોતાની ઉદારતાનો પરિચય આપ્યો છે.
સારાંશ – પૂર્વની ગાથામાં અર્થાત્ પંદરમી ગાથામાં “સ્વચ્છંદ” નો મોક્ષના બાધક તરીકે ઉલ્લેખ કર્યો છે, તેથી જ અહીં સોળમી ગાથામાં “સ્વચ્છંદ” નો વિલય કરવા માટે સાચો ઉપાય બતાવ્યો છે. સાક્ષાત્ જે સદ્ગુરુ ઉપસ્થિત છે, જે બધી શંકાઓનું સમાધાન કરી શકે તેમ છે અને સ્વાર્થરહિત શુધ્ધ કલ્યાણની પ્રેરણા આપી શકે છે, તેવા સદ્ગુરુનો પરમ પુણ્યના ઉદયથી સંયોગ થાય અને તે યોગનો સ્વીકાર કરી નમ્રતાપૂર્વક તેમના જ્ઞાનની બધી વાતો સાંભળે, સમજે અને પચાવે તો “સ્વચ્છંદ” પોતાની મેળે રોકાય જાય છે. “સ્વચ્છદ”ને રોકવા માટે અલગ પ્રયાસ કરવાની જરૂર નથી. આ જ એક સાચો ઉપાય છે. આ ઉપાયને છોડી બીજા અન્ય અજ્ઞાન ભરેલા ઉપાયોનું આચરણ કરે અથવા કઠોર તપ આદિ સ્વીકારીને મનને પવિત્ર કરવાનો પ્રયાસ કરે, સત્ય ન સમજે, ઘણું કરીને આવા બધા પ્રયોગ નિષ્ફળ જાય છે. “પ્રાય” એટલા માટે કહ્યું છે કે, કદાચ કોઈ જીવનો વિપાક સારો હોય અને અકામ નિર્જરાથી ક્ષયોપશમ્ તૈયાર થયો હોય તો જેમ
ટકરાયા
૨૧૩ દર