Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નિરાળુ છે. તેથી પદાર્થો તેને ઉત્પન્ન કરી શકતા નથી. અસ્તુ
અહીં આવું ઈન્દ્રિયાતીત જે જ્ઞાન છે, તે જ્ઞાન જાગૃત થઈ સ્વમુખી બને છે અથવા આત્મમુખી બને છે, ત્યારે જ્ઞાનના ધરાતલમાં જ્ઞાનનો ભંડાર, અનંત ગુણોનો પિંડ, તેવો સૂક્ષ્માતિસૂમ આત્મા, છે, તેને જ્ઞાન જાણે છે. એટલે જ કહ્યું કે ઈન્દ્રિયાતીત જ્ઞાનગણ્ય છે. આ જ્ઞાનના અધિષ્ઠાતા તે ગુરુપદે છે અને તેઓએ સ્વયં પ્રત્યક્ષ તે તત્ત્વનો અનુભવ કર્યો છે. જેમ “સ્તામeq” અર્થાત્ હથેળીમાં રહેલા આમળાને આપણે સાક્ષાત્ જોઈએ છીએ તેમ તેઓએ પ્રત્યક્ષ આત્મગુણોને નિહાળ્યા છે. તેવા સદ્ગુરુને પ્રત્યક્ષ સદ્ગુરુ' કહેવા અને તેના યોગથી સ્વચ્છેદ' ને રોકી શકાશે, તેમ અહીં કવિરાજ બાહેંધારી આપે છે. અસ્તુ
એક વિશેષ વાત ? આત્મસિદ્ધિના ઘણા પદોમાં, અનેક જગ્યાએ, “સરુ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વારંવાર ગુરુદેવ કે સગુરુનો આશ્રય કરવાની વાત ઉપર બરાબર ભાર આપે છે, તેથી જણાય છે કે સૌથી મોટો ભય અસદ્ગુરુનો છે, અસદ્ગુરુના પ્રભાવમાં આવ્યા પછી જીવ વધારે મોહજાળમાં ફસાય છે. “સદ્ગુરુ” બહુ જ ગણ્યા ગાંઠયા છે. આ પંચમકાળમાં અસદ્ગુરુની ઘણી બહુલતા હોય છે. જૈન પરંપરા કે ભારતીય અન્ય પરંપરાઓમાં અધ્યાત્મતત્વની ઉપાસનાનું વિવરણ મળે છે, છતાં તેનાથી દૂર રહી અનાત્મભાવોને પ્રધાનતા આપી ધર્મને એક આડંબરનું રૂપ ' આપી, જેમાંથી નીકળવું છે, તેવા જ મોહસાગરમાં પુનઃ ડૂબે, તેવી તજવીજ કરવામાં આવે છે. અસ્તુ.
આ સામાન્ય વાત છે, જગ જાહેર છે. અહીં આપણે એવા કોઈ તત્ત્વની આલોચના કરવાનો પ્રસંગ નથી અને આવશ્યકતા પણ નથી. જેથી આટલો ઈશારો કરી આત્મસિદ્ધિકારે સદ્ગુરુનું જે મહત્વ બતાવ્યું છે, તે ઉપર ધ્યાન આપવામાં આવે એટલું જ પ્રયોજન છે.
સદ્ગુરુ” શબ્દની પૂર્વની ગાથામાં વ્યાખ્યા કરી ગયા છીએ, અહીં વિશેષમાં પુનઃ થોડું નિરીક્ષણ કરીએ, સદ્ + ગુરુ. સદ્ રૂપ ગુરુ, સદ્ ને જાણનારા ગુરુ, સદ્ તે સત્તાવાચી શબ્દ છે. બધા પદાર્થના અસ્તિત્ત્વને દાર્શનિકો સદ્ – સત્ કહે છે. “ત્યાદિ વ્યય ધ્રૌવ્ય યુવત્તે સ” “” દ્રવ્યો, “ઉત્પત્તિ” અને “લય’ નું નાટક કરવા છતાં પોતાને બરાબર જાળવી રાખે છે. તેથી તેને “તું કહે છે. જેમ બધા દ્રવ્યો “સ છે, તેમ આત્મદ્રવ્ય પણ “તું હોવાથી તેના ત્રિકાળ વર્તી અસ્તિત્ત્વનો બોધ કરાવે છે.
હવે આવા “સત્ દ્રવ્યોને સાચી રીતે જાણી, સ્પર્શ, અનુભવ કરી, તેના ઉપર શ્રદ્ધા લાવી, તેમના પરિણમનનો પરિપૂર્ણ વિચાર કરી, પરિણમનના બંને ભાગો (૧) વિકારી પરિણમન અને (૨) અવિકારી પરિણમન (૧) શુદ્ધ પરિણમન અને (૨) અશુદ્ધ પરિણમન, જેને શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે, તે બંનેને જાણીને, અને તે પરિણમનના પ્રભાવથી ઉત્પન્ન થતા દુગ્ધભાવ અને શાંતિપ્રભાવ બંનેનો સ્વીકાર કર્યા પછી, નિશ્ચય રૂપે જેઓ શાંતિપ્રભાવ તરફ વળ્યા છે અને “જ્ઞાત” “દ્રવ્ય” ભાવે અશુદ્ધ પરિણમનથી અલગ થયા છે તેવા મહાપુરુષને
૨૦૮