Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૧૬
'પત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય, 'અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય II
આ ગાથામાં જેમ પ્રત્યક્ષ સદ્ગુરુનો આશ્રય કરવાની પ્રેરણા આપી છે તે જ રીતે એક મોટી ચેતવણી પણ આપી છે. કોઈપણ સારા જાણકાર કરતાં કોઈ અજ્ઞાની મળી જાય તો વધારે હાનિકર થાય છે. તેની અંદર એક રહસ્ય પણ છે.
સાચી રીત બધે એક જ સરખી હોય છે, બધા કાળમાં પણ એકસરખી હોય છે. સત્યનો સિધ્ધાંત સર્વત્ર સમાન હોય છે. જયારે ભૂલભરેલા માર્ગ અથવા ખોટા માર્ગ જેમાં સત્યનો અભાવ હોય તે અનેક પ્રકારના હોય છે. ખોટા માર્ગ ગૂંચવણ ભરેલા પણ હોય છે અને પરસ્પર વિરોધી પણ હોય છે. અસત્યમાં અસમાનતા પ્રધાન રૂપે કામ કરે છે. એટલે સત્ય પકડતા પહેલા અસત્યમાં ન ફસાઈ જવું તે ઘણું જ મહત્વપૂર્ણ છે. સત્યનો સિધ્ધાંત એક જ છે અને અસત્યના માર્ગ ઘણા છે. આ વ્યવહારિક નીતિ જેમ વ્યવહારમાં ઉપકારી છે તેમ અધ્યાત્મમાં પણ એ જ રીતે ઉપકારી છે એટલે આ સોળમી ગાથામાં આ વાતનો ગૂઢભાવે સ્પર્શ કરી અન્ય પ્રકારના ઉપાયોનો પરિત્યાગ કરવા માટે પૂર્ણ ભલામણ કરી છે. જે ભૂતને કાઢવું છે તે બમણું ન થઈ જાય તેનો ખ્યાલ આપ્યો છે.
આખી ગાથામાં પરસ્પર બે વિરોધિભાવો પ્રદર્શિત કર્યા છે. (૧) સદ્ગુરુનો આશ્રય કરવો (૨) ખોટા માર્ગથી દૂર રહેવું,
પ્રત્યક્ષ શબ્દની પુનરાવૃત્તિઃ આખી ગાથા બે ભાગમાં વિભકત છે. આટલો દ્રષ્ટિપાત કર્યા પછી હવે આપણે ગાથાના મર્મસ્થાનનો સ્પર્શ કરીએ. પૂર્વની ગાથાઓમાં જયાં પ્રત્યક્ષ સરુનો યોગ ન હોય ત્યાં “સુપાત્ર' આધારભૂત છે તેમ કહ્યું છે. જેનું આપણે વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. ત્યાં સદ્ગુરુ ન હોવાની વાત કરી છે, જયારે અહીં સદ્ગુરુના યોગનું મહત્ત્વ બતાવ્યું છે અને ત્યાં વચમાં પ્રત્યક્ષ' એવો શબ્દ મૂકયો છે. આ “પ્રત્યક્ષ' વિશેષણ સામાન્ય રીતે “સદગુરુ” ના પક્ષમાં છે પરંતુ વસ્તુતઃ તે સાધક માટે મૂકાયો છે. શું સદ્ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ? કે શું સાધકને પ્રત્યક્ષ દેખાવા જોઈએ? “પ્રત્યક્ષ” શબ્દ સાક્ષીભાવનો વાચક છે. “પ્રત્યક્ષ” નો શબ્દાર્થ આપણે પૂર્વમાં ઘણો જ વિસ્તારથી કરી ગયા છીએ એટલે અહીં એટલું જ કહેશું કે, “
સરુ” નો પ્રત્યક્ષ યોગ એટલે શું ? બાહ્યભાવે જે આંખથી દેખાય છે તેવા ગુરુ ? કે સાધકના શ્રુતજ્ઞાન પર્યાયોમાં વિશુધ્ધજ્ઞાન પર્યાયવાળા એવા ગુરુના દર્શન થાય છે તેને પ્રત્યક્ષ કહેવા? વર્તમાનકાળમાં સદ્ગુરુ હોવા છતાં જ્ઞાનમાં શ્રદ્ધાપૂર્વક જો સ્થાપના ન થઈ હોય, તો તે ગુરુ પ્રત્યક્ષ હોવા છતાં પ્રત્યક્ષ નથી, જયારે આથી વિપરીત વર્તમાનકાળમાં નજર સામે ગુરુની હાજરી ન હોય, છતાં પણ
૨૦૬