Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે, જ્યારે સ્વચ્છંદ તે દુર્ગુણ છે. તેમાં નીતિ નિયમનો અભાવ હોય છે, પછી ભલે આ સ્વચ્છેદ કર્મજન્ય હોય કે બુધ્ધિના દુરાગ્રહથી ઉદ્ભવેલો હોય અથવા અન્ય વ્યકિતના દુરાગ્રહની સમજથી સરલ આત્મામાં સ્થાપિત થયેલ હોય, અથવા કોઈ એવા વાંચન અથવા વિચારોથી સ્વચ્છંદનું નિર્માણ થયું હોય, પરંતુ શાસ્ત્રકારે તેને રોકવાની ભલામણ કરી મોક્ષ રૂપી સુફલ અવશ્ય મળશે તેની બાહેંધરી સાથે પોતે સર્વથા નિરાળા થઈ, આ વાણી જિનેશ્વરની છે, સંપૂર્ણ કથન નિર્દોષ છે અને તેને આધારે અનંત જીવો મુકત થયા છે, તેમ કથન કરી તેનું ઉદાહરણ આપી સાધકને એક સચોટ દિશાનિર્દેશ કર્યો છે. સ્વચ્છંદ રોકવા માટેના ઉપાયો હવે સ્વયં આગળની ગાથામાં કરે છે અને તે ઉપાય કેવા છે તેનું વિવરણ કરવામાં આવશે. અહીં ટૂંકમાં આપણે એટલું જ જાણવાનું છે કે સ્વછંદ નિરોધ તે કારણ છે અને તેનું મોક્ષ રૂપી ઉત્તમ ફળ એક કાર્ય છે. આમ કાર્ય અને કારણનો નિશ્ચિત ઉદ્ગાર કરી, કૃપાળુ ગુરુદેવે અમૃતવર્ષા કરી છે. હવે આગળની ગાથામાં તે અમૃતબિંદુનું ઉપભોગ કરશું અસ્તુ.
કવિરાજે પંદરમી ગાથામાં જે સિધ્ધાંતની સ્થાપના કરી છે તેના અનુસંધાનમાં આ સોળમી ગાથાનું નિર્ધારણ કર્યું છે. પંદરમી ગાથામાં કહ્યું છે કે “ોકે સ્વચ્છેદ' ત્યાં રોકવાની જે વાત કરી છે તેના કારણ અથવા ઉપાય સ્પષ્ટ કરે છે કે “સ્વચ્છંદ' કેવી રીતે રોકવામાં આવે. કોઈપણ કાર્યનો નિરોધ કરવા માટે કે કોઈપણ ક્રિયાને અટકાવવા માટે એકથી વધારે ઉપાય હોઈ શકે છે જયારે કેટલીક ક્રિયા નિશ્ચિત ઉપાયથી જ અટકાવી શકાય છે. જેમ કે દુધ ફેલાણી હોય અને તેનો નાશ કરવો હોય તો તેના બે ઉપાય છે (૧) દુર્ગધના કારણોનો નાશ કરવો અને (૨) તેની વિરુદ્ધમાં સુગંધનો પ્રસાર કરવો. અથવા તે સ્થાનથી હટી જવું, તે એક વધારે સારો ઉપાય છે, અને સૌથી શ્રેષ્ઠ ઉપાય પોતાના જ્ઞાન પરિણામને બદલવા મનોયોગને અન્યત્ર કેન્દ્રિત કરવો આ તેનો આધ્યાત્મિક ઉપાય છે.
આ રીતે “સ્વચ્છેદ' રોકવા માટે ગુરુદેવ સ્વયં ઉપાયની સ્પષ્ટતા કરે છે. તેથી આપણે પ્રથમ તે ઉપાય ઉપર જ વિચાર કરવો ઘટે છે. આ સોળમી ગાથા વસ્તુતઃ ઉપાય કરતા ઉપાયના દર્શક એવા જ્ઞાની ગુરુ ઉપર વજન મૂકે છે. જેમ કોઈ તાળુ ન ખુલતું હોય તો તે બળપૂર્વક ન ખોલવા કરતા અથવા ખોલવાનો અહંકાર છોડી, તેના જાણકાર પાસે જવું તે ઘણું સુગમ પણ છે અને ભકિતભરેલું છે. અહીં સોળમી ગાથામાં ઉપાયનું વર્ણન કર્યા વિના સીધી રીતે પ્રત્યક્ષ ઉપાય તરીકે, તે ક્રિયાના જાણકાર સદ્ગુરુનો આશ્રય લેવા માટે પ્રેરણા આપે છે.
હવે આપણે મૂળ ગાથાનું ઉચ્ચારણ કરીએ :
THI|| Ro૫ Uિધુ તી