Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ભાવ પ્રગટ કરનારું ક્રિયાપદ છે. તે ઉપર વિચાર કર્યા પહેલા ચોથા પદને સ્પર્શ કરીએ “ભાખ્યું જિન નિર્દોષ” સરળ અર્થ એ થાય છે કે જિનેશ્વરોએ નિર્દોષ તત્ત્વ ભાખ્યું છે. નિર્દોષ જિનમ્બરોએ તે અર્થ બંધ બેસતો નથી. એથી નિર્દોષ શબ્દ તે ક્રિયાવિશેષણ છે. જિનેશ્વરોએ નિર્દોષ તત્ત્વ પીરસ્યું છે. નિર્દોષ ભાવે કથન કર્યુ છે. જેમાં દોષ નથી, તેવી વાત કરી છે. જેમાં દોષ કાઢવાની જગ્યા નથી, તેવું અખંડ, ન્યાયયુક્ત, તર્કસંગત તત્ત્વ આપ્યું છે, દયા ભાવે જે કથન કરાયું છે, તે નિર્દોષ કથન છે. બીજો શુધ્ધ અર્થ એ છે કે સંસારના કેટલાક ધર્મમાર્ગો હિંસાનો આશ્રય કરીને ચાલે છે. પોતાના વિરૂધ્ધ એવા મત કે વ્યકિતના નિરાકરણ માટે દુષિત કાર્ય કરે છે અને આવા જે કંઈ ઉપદેશો છે તે બધા સદોષ ઉપદેશ છે. હિંસા સિવાયના પરિગ્રહ ભાવોનો કે કામવાસનાનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો હોય તે માર્ગને નિર્દોષ ન કહી શકાય, જ્યારે જિનેશ્વરોનો આ પવિત્ર માર્ગ સર્વથા નિર્દોષ છે. નિર્દોષ શબ્દ ભગવાનની પ્રરૂપણાનું વિશેષણ છે. ‘ભાખ્યું જિન નિર્દોષ’ એમ કહેવાથી આ ક્રિયાવિશેષણ બને છે. નિર્દોષ ભાવે ભાખ્યું અને જે ભાખ્યું છે તે પણ નિર્દોષ છે. ભાખનાર જિનેશ્વર છે તે તો સર્વથા નિર્દોષ હોય જ છે. આમ નિર્દોષમાં ત્રિવેણી સંગમ છે.
(૧) કથન નિર્દોષ (દોષરહિત પ્રરૂપણા)
(૨) કથન કરવાની વિધિ પણ નિર્દોષ (સૌમ્ય ભાવે કરેલું કથન, ઉપદેશરૂપ છે આદેશરૂપ નહીં)
(૩) જિનેશ્વર ભગવંતો (જે સર્વાંગ નિર્દોષ છે.)
કર્તા, કર્મ અને ક્રિયા ત્રણે નિર્દોષ હોવાથી તેમાં (નિર્દોષપણામાં) જરાપણ શંકાનું સ્થાન રહેતું નથી. અસ્તુઃ
હવે આપણે ‘છે’ ઉપર થોડો વિચાર કરી આ ગાથા પૂર્ણ કરીશું. અહીં ‘છે’ તે વર્તમાનકાળ વાચી હોવા છતાં ત્રિકાળવાચી છે. એમ પામ્યા અનંત' અહીં એમ અનંત પામ્યા હતા, ભવિષ્યમાં પામશે અને વર્તમાનકાળે પામે છે. એવો ‘છે' શબ્દનો ભાવાર્થ છે. સત્ય પ્રત્યક્ષ વર્તમાનમાં અને અનંત ભૂતમાં પણ સત્ય હોય છે. અને અનંત ભવિષ્યમાં પણ, સત્ય હોય છે ત્રિકાળવર્તી સિધ્ધાંતોનો વર્તમાનકાળમાં ઉલ્લેખ કરવાની પ્રથા છે. જેમ કોઈ કહે આકાશ છે. તો તેનો અર્થ ભૂતકાળમાં આકાશ હતું અને ભવિષ્યકાળમાં પણ રહેશે. શાશ્વત પદાર્થ સાથે ‘છે' ઉપયોગ કરવાથી તે ત્રિકાળવર્તી અસ્તિત્ત્વનો બોધ કરાવે છે. છે' શબ્દ વર્તમાનકાળમાં બોલવાની પ્રથા અનુરૂપ છે. કોઈ કહે કે ભગવાન છે. તો અહીં છે’ નો અર્થ ભૂતકાળમાં પણ ભગવાન હતા, ભવિષ્યમાં પણ ભગવાન રહેશે, તેવો ત્રિકાળવર્તી બોધ છે. ત્રિકાળવર્તી અસ્તિત્ત્વ, તે મહત્વપૂર્ણ તત્ત્વ છે. કાવ્યની દ્રષ્ટિએ શબ્દો મૂકયા હોય, પરંતુ સાધક આત્માઓએ તેનો ગૂઢ ભાવાર્થ ગ્રહણ કરવો જોઈએ. અહીં છે’ ઉપરનો વિચાર પૂર્ણ કરી, ગાથા પૂર્ણ કરીએ. હવે ગાથાનો સળંગ ભાવાર્થ વિચારીશું.
સંપૂર્ણ ૧૫મી ગાથા મોક્ષ અને મોક્ષનો સાચો ઉપાય’ તેના પર પ્રકાશ નાંખીને તેનું પ્રમાણ પણ આપ્યું છે અને આ બધુ કથન જિનેશ્વર ભગવંતોનું છે. એટલે તેમાં મીનમેખ નથી. ‘સ્વચ્છંદ’ જે એક પ્રકારનો માનસિક દોષ છે. જે ગુણ છે, જેમાં એક નિશ્ચિત સિધ્ધાંત પર ચાલવાનું હોય
૨૦૪ wwwwww..