Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જ્ઞાનમાં જેમનો સાક્ષાત્કાર થયો છે એવા ગુરુ પ્રત્યક્ષ ન હોવા છતાં પ્રત્યક્ષ છે.
અહીં સાધક સમજી શકશે કે શાસ્ત્રકારનો પ્રત્યક્ષ ગુરુ” એમ કહેવાનો શું તાત્પયાર્થ છે? “પ્રત્યક્ષ' ની જો આ રીતે વ્યાખ્યા કરીએ તો “સાધક” અને “સદ્ગુરુ બને માટે એક સૂત્રમાં બાંધનારી જ્ઞાનાત્મક કડી બની રહેશે.
સાક્ષાતુ અનુભવ પ્રમાણને “પ્રત્યક્ષ પ્રમાણ” કહેવાય છે. બીજા હેતુઓથી કે આગમથી કે કોઈના સાંભળવાથી સગુરુ પ્રત્યે જે ભાવ જાગૃત થાય તે પ્રથમ ભૂમિકા હોવા છતાં પ્રત્યક્ષ' થયું નથી. જયારે સાધક પોતાના ઈન્દ્રિયાતીત એવા મનોયોગથી કે આધ્યાત્મિક પ્રજ્ઞાથી સરુના ગુણોનો અનુભવ કરે છે, જેમ કોઈ રસગુલ્લા ખાય તો આ “રસગુલ્લા મીઠા છે' તેમ બીજાને કહેવાની જરૂર પડતી નથી, પરંતુ સ્વતઃ પ્રત્યક્ષ અનુભવ કરે છે. આ “પ્રત્યક્ષ જ્ઞાન” તે એક પ્રકારે નિરાલંબ જ્ઞાન છે. આ જ રીતે જીવાત્મા જે સાધક દશામાં છે, તેને ગુરુઓના ગુણની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે અને તેવા સદ્ગુરુના યોગથી સહેજે “સ્વચ્છેદ' ટળી જાય છે. | સામાન્ય રીતે સદ્ગુરુનો યોગ બને, પરંતુ તેને પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય તો અહંકાર ન ટળે, “સ્વચ્છેદ' નું મૂળ કારણ અહંકાર છે. માનકષાય રૂપી પડદો વિનય ઉપર મોટું આવરણ છે. સદગુરુના પ્રત્યક્ષ ગુણોને અનુભવવા અને સ્વીકારવા તે ઉચ્ચ કોટિનો સાક્ષાત્ વિનય છે. વિનય એ બાહ્ય નમસ્કાર કે પ્રણામ સુધી સીમિત નથી, પરંતુ વિશેષ પ્રકારનું જ્ઞાન ઉદ્ભવે અને આ જ્ઞાનમાં ગુરુદેવ અધિષ્ઠિત હોય ત્યારે તે જ્ઞાનવિનય કહેવાય છે. વિ + નય ઊ વિ” એટલે વિશેષ અને “નય' એટલે જ્ઞાન, વિનય શબ્દમાં જ્ઞાનનો પ્રતિબોધાત્મક અર્થ છે અને પ્રતિબોધને સ્થાને “ગુરુ” બિરાજે છે જેથી તેને “સદગુરુ” કહે છે, આ રીતે સાધકના પક્ષમાં પ્રત્યક્ષ ની વ્યાખ્યા કરી. હવે “સદ્ગુરુ” ના પક્ષમાં પ્રત્યક્ષ' નો શું ભાવ છે તે નિહાળીએ. અહીં શાસ્ત્રકાર ગુરુ પદની ત્રણ ભૂમિકા ઉપસ્થિત કરે છે. (૧) ગુરુ (૨) સદ્ગુરુ (૩) પ્રત્યક્ષ સદ્ગુરુ.
ગુરુ પદની ત્રણ ભૂમિકા : અહીં પ્રત્યક્ષ સદ્દગુરુ” કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓએ આત્મતત્ત્વને પ્રત્યક્ષ અનુભવ્યું છે. આત્માના વિષયમાં દાર્શનિક ભાષામાં કહેવાય છે કે, “ન્દ્રિયાતીત જ્ઞાનમ્ વત્ તત્ માત્મપર્ અર્થાત્ “આત્મા” એક એવું તત્ત્વ છે કે જે ઈન્દ્રિયોથી નિહાળી શકાતું નથી, પણ ઈન્દ્રિયાતીત અર્થાત્ ઈન્દ્રિયોથી પણ પર એવું જે નિર્મળ શુદ્ધજ્ઞાન છે.
અહીં, એ પ્રશ્ન થશે કે ઈન્દ્રિયો તો જ્ઞાન કરે છે અને તેને જ્ઞાનેન્દ્રિય પણ કહેવાય છે આ ભાવનો મર્મ સમજવાની જરૂર છે. ઈન્દ્રિયો વિષયોનું જ્ઞાન કરે છે. રૂપી દ્રવ્યોને ઓળખે છે. પરંતુ આ ઈન્દ્રિયોને જ્ઞાન–ક્રિયામાં પ્રવૃત્ત કરનાર એવું જ્ઞાન ઈન્દ્રિયોથી પર છે જે ઈન્દ્રિયોને સત્ત્વ આપે છે, આ જ્ઞાન પોતે ઈન્દ્રિયાતીત છે. જેમ વિજળીથી ઘણા યંત્રો ચાલે છે. પરંતુ આ યંત્રો વિજળીને ઉત્પન્ન કરતા નથી વિજળી સ્વયં શકિતરૂપ હોવાથી તે યંત્રોને સત્ત્વ આપે છે. પોતે નિરાળી છે. વિશ્વમાં સુષુપ્ત ભાવે તેનું અનંત અસ્તિત્વ છે, તે જ રીતે આત્મતત્ત્વ તે શકિત તત્ત્વ છે, જ્ઞાન તત્ત્વ છે તેના અસ્તિત્ત્વથી બધા જડાત્મક પદાર્થો ક્રિયાશીલ બને છે પરંતુ પોતે તેનાથી
૨૦૭