Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આચરવાની પ્રધાનતા છે. ગુરુભકિત અને શાસ્ત્રજ્ઞાન અથવા તેના પર શ્રધ્ધા કરી કલ્પિત વિચારોનું મંતવ્ય છોડવું, તે સ્વચ્છંદ છોડવાની સાચી રીત છે. પૂર્વમાં શાસ્ત્રકારે કહ્યું કે “રોકે જીવ સ્વચ્છેદ તો તેની વ્યાખ્યા કરીને સ્વચ્છંદ રોકવાની કે છોડવાની વાત વિસ્તારપૂર્વક કરી “અહીં છોડાવાનો ભાવ રોકવાનો છે અને રોકવાનો ભાવ છોડવાનો છે. અસ્તુઃ બને એક જ પ્રક્રિયા છે.
અવશ્ય શબ્દનો શાસ્ત્રીય અર્થ : આ ગાથામાં “અવશ્ય' મોક્ષ પામવાની બાહેંધરી આપી છે. અહીં બે રીતે “અવશ્ય' નું વિશેષણ વિચારી શકાય છે. “અવશ્ય પામે પામે અવશ્ય'. અહીં શાસ્ત્રકારે મોક્ષ સાથે “અવશ્ય’ શબ્દ જોડેલો છે. તો પ્રથમ આપણે તે દૃષ્ટિથી વિચાર કરીએ. મોક્ષ કોઈને વશીભૂત નથી, કે કોઈ વ્યકિત મોક્ષ આપી શકે. “જે વશ્ય ન હોય અર્થાત્ કોઈને વશીભૂત ન હોય તે “અવશ્ય' કહેવાય. “અવશ્ય' નો સમાન્ય અર્થ જરુર” એવો થાય છે. પરંતુ આપણે ઉપર પ્રમાણે શબ્દનો અર્થ લઈ વિચાર કર્યો છે, કારણ કે “અવશ્ય’ શબ્દ સાહિત્યમાં ઘણી રીતે વપરાયો છે. “મોક્ષ એ પોતાની સંપતિ છે. અથવા કહો કે કોઈ નિશ્ચિત અનાવૃત તત્ત્વ છે. ઉદાહરણ: જેમ કોઈ પહાડની ચોટી ઉપર એક મૂલ્યવાન હીરો રાખવામાં આવ્યો અને તે હીરાની કોઈની માલિકી ન હોય તેમજ તે હીરાને મેળવવા માટે વચ્ચે કોઈ બાધક ન હોય, હીરો પોતાની જગ્યાએ અનાવૃત ખુલ્લો પડયો હોય, જે કોઈ વ્યકિત પોતાના પુરુષાર્થથી પહાડની શ્રેણીનું અવલંબન કરી ઉપર પહોંચે તો તે હીરો મેળવી શકે છે. આવા હીરો નો આપણે “અવશ્ય' અર્થ કરીશું. કારણ કે તે કોઈનો વશીભૂત નથી તેવી જ રીતે સાધનાની શ્રેણી ચડયા પછી બધા પગથિયા પૂરા થતા તેનું અંતિમ પરિણામ મોક્ષ છે. “મોક્ષ” એટલે સ્વયમ્ મુકત થઈ જાય છે. મુકત થવામાં બીજા કોઈ વ્યકિતનો પ્રભાવ નથી. જેથી તેને અવશ્ય મોક્ષ કહયો છે. આ “અવશ્ય” શબ્દ મોક્ષનું વિશેષણ છે તેમ માની ચાલીએ તો તેમાં ઘણો જ ગૂઢાર્થ છે.
મોક્ષની આવશ્યકતા શા માટે થઈ ? પરિસ્થિતિ શું છે ? તે સમજીએ.
જેમ કોઈ સુતરનું કોકડું ખુબ જ ગુંચવાયેલું હોય અને એટલું બધુ એક બીજામાં ગુંથાયેલું હોય કે તેને સરળ બનાવવામાં ઘણો શ્રમ કરવો પડે. કોકડાની વક્ર અવસ્થા તે વિભાવ અવસ્થા છે. બધી આંટી નીકળી જાય અને કોકડું સીધું થાય તો તેને સુતર કહે છે. આ રીતે સરલ થએલો દોરો બધા વક્રભાવથી મુકત થઈ સ્વયમ્ “મોક્ષ પામ્યો છે. જીવની આવી જ વક્રતાને કારણે વિકારી પરિણામવાળો છે. બધી વક્રતા સમાપ્ત થતાં સ્વયમ્ આત્મારૂપે મુકત થઈ જાય છે. એક જ સુતરની બે અવસ્થા હતી. વક્ર અવસ્થા તે પોતાની વિપરીત અવસ્થાનું બંધન હતું અને સરલ અવસ્થા તે સ્વતઃ સુતરની મુકિત હતી. આ રીતે આત્મા વક્ર અવસ્થા અર્થાત્ સ્વચ્છંદ રોકે તો આત્મા કોઈને વશીભૂત નથી એવા સ્વાધીન મોક્ષને સ્વયમ્ વરે છે.
વસ્તુતઃ “અવશ્ય’ શબ્દ કવિરાજે વાંચવા માટે મૂકયો છે. પામ્યા અવશ્ય મોક્ષ તેમાં વાકયો આ રીતે છે. “અવશ્ય પામે મોક્ષ પામવાની ક્રિયા માટે નિશ્ચયાત્મક ભાવ બતાવે છે. તે સિવાય આ ચાલુ અર્થ તો લેશું જ, પરંતુ “અવશ્ય મોક્ષ” કહીને તેમનો ગૂઢાર્થ ભાવ સમજી લેવાથી ગુરુદેવની મહાનતાનો અથવા સહેજે સહેજે ખરી પડેલી અમૃત વાણીનો ખ્યાલ આવે છે.
“મોક્ષ' શબ્દની સ્વતંત્ર વ્યાખ્યા કર્યા પહેલા આપણે “પામે અવશ્ય મોક્ષ” અથવા “અવશ્ય પામે મોક્ષ' અથવા “મોક્ષ અવશ્ય પામે અવશ્ય પામે મોક્ષના વાકયનું પૃથકકરણ છે.
ERORISAUNourouse asentelu YEE REGALO