Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
(૧) પામે અવશ્ય મોક્ષ (૨) અવશ્ય મોક્ષ પામે (૩) મોક્ષ અવશ્ય પામશે. (૪) અવશ્ય પામે મોક્ષ
આ રીતે વાકયનું પૃથ્થકરણ કરતાં પ્રત્યેક પદમાં વિશેષતા જોવા મળે છે. ‘અવશ્ય મોક્ષ’ પામે પછી ‘અવશ્ય પામે’ તેમ કહ્યું છે. ‘પામવાની ક્રિયા’ નિશ્ચયથી શી રીતે થઈ શકે ? આ વાત માં ‘તે’ ગંભીર રૂપે છે. ઉદયભાવો તરતમ ભાવે બદલાતા રહેતા હોય ત્યાં કોઈ પણ ચીજની પ્રાપ્તિ ‘અવશ્ય’ એટલે બહુજ ચોક્કસ થઈ શકતી નથી. છતાં અહીં કવિરાજે પામવાની’ ક્રિયાને નિશ્ચયવાદથી કરી છે, તેનું ગૂઢ ગણિત સમજવું રહ્યું.
વાત એમ છે કે પ્રાચીન કથાનકો વાંચતા એવા ઘણા ઉદાહરણો મળે છે કે કેટલાક ભવ્ય આત્માઓએ એક મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું હોય, જ્યારે તેનાથી વિપરીત પ્રચંડ પરાક્રમી આત્માઓ પણ લાંબા કાળ સુધી અધ્યાત્મવિકાસ કરી શકતા નથી અને જેમ શિવજીની જટામાં ગંગા અટવાઈ ગઈ હતી, તેમ શ્રુત આત્મજ્ઞાનની ધારા પ્રમાદની જટામાં અટવાઈ જાય છે અને વર્ષો સુધી આત્મસિધ્ધિ અટકી જાય છે. આથી સમજાય છે કે કોઈ સાધનાનો એક એવો ક્રમ છે કે જે કર્મને સ્પર્શ કરે તો અવશ્ય તે જીવ લક્ષ સુધી પહાંચી જાય છે અને અટકયા વિના જે પામવાનું છે અથવા જે મળવાનું છે, અર્થાત્ પ્રાપ્ત કરવાનું છે, તે નિશ્ચિત રૂપે મળી જાય છે અને આ ગૂઢ શ્રેણી તે પોતાના પ્રબળ ઉપયોગથી સિધ્ધ લક્ષને સામે રાખી પ્રમાદના કોઈ એક નાનામાં નાના કણને પણ પાસે ન આવવા દે, તો જે કોઈ ઉદય ભાવો છે તે નિર્બળ બનીને પાછા હટી જાય છે અને સૂક્ષ્મ ભાવો પણ ક્ષાયિક શ્રેણી સુધી પહોંચાડી પરાવૃત થઈ જાય છે, પુણ્યના પ્રબળ ભાવો પણ શાંત થઈ, પુણ્યાશ્રવથી જીવને મુકત કરી, નિરાશ્રવ અવસ્થા સુધી લઈ જવામાં કારણ બની, જીવાત્માને જે સાધવાનું છે, તેમાં સ્વતઃ માર્ગને પામી જાય છે અને જીવ અવશ્ય પોતાના બિંદુને પામે કારણ કે જે કંઈ ઉદય ભાવો છે તે બધા પરાધીન છે.-તે આત્મવીર્યના આધારે ટકેલા છે. વીર્ય આત્મસન્મુખ થવાથી ઉદયભાવોની દોરી કપાય જાય છે અને જુઓ તો ખરા, વાહ રે વાહ, જીવાત્મા રેસના ઘોડાથી પણ અસંખ્યગણી તીવ્ર ગતિથી ઉત્થાન પામી મોક્ષ પામે છે. એટલે જ અહીં શાસ્ત્રકારે ‘અવશ્ય પામે’ એમ કહ્યું છે, અથવા જરુર અને જલદી પ્રાપ્ત થાય તેવો ઈશારો મૂકયો છે. ‘પામવાની ક્રિયામાં’ અવશ્ય પામે કહેવામાં નિશ્ચયાત્મક બળ રહ્યું છે.
આ રીતે ‘અવશ્ય’નું વિશેષણ મોક્ષની સાથે છે, તેમ ‘પામવા’ સાથે છે. બન્નેની જુદી જુદી વ્યાખ્યા કરી છે અને ‘અવશ્ય પદ’ નું મહત્ત્વ બતાવ્યું છે. કિંતુ ‘મોક્ષ' શબ્દ મૂળ ગાથામાં અંતમાં આવે છે. જ્યારે તેને પ્રથમ મૂકીએ તો મોક્ષ અવશ્ય પામે' તેમ કહી શકાય છે. બન્ને ભાવ એક હોવા છતાં શબ્દની દ્રષ્ટિએ તેમાં કેટલાક નવનીત છે, જે પ્રાપ્ત કરવાથી વિશેષ પ્રકાશ મળે છે.
વકતાની દ્રષ્ટિએ, કયારેક લક્ષ્યનું વ્યાખ્યાન કર્યા પછી તેના માર્ગનું કે સાધનનું વ્યાખ્યાન કરવામાં આવે છે. જ્યારે વકતા માર્ગનું પ્રથમ ઉચ્ચારણ કરી લક્ષનું અંતમાં ઉચ્ચારણ કરે છે. બન્નેમાં સામ્યયોગ હોવા છતાં કયારેક માર્ગનું ઉચ્ચારણ પ્રથમ કરે તો તે મહત્ત્વપૂર્ણ બની જાય છે અને લક્ષ તેનું આનુષંગિક ફળ છે, તેમાં મોક્ષની કામના નથી પરંતુ સાધનનું મહત્ત્વ છે. જો
૨૦૦