Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આટલા વિવેચન પછી સાધક સમજી શકે છે કે મુકિતના કારણ રૂપે સ્વચ્છંદ છોડવાની વાત શા માટે કહેવામાં આવી છે. “છોડે જીવ સ્વચ્છંદ” તો તેમાં શું સ્વચ્છંદ છોડવાનું પરાક્રમ કરે છે તે માટે ખરેખર જીવ સ્વતંત્ર છે ? એક માણસ સ્વચ્છંદ છોડી મુકિતનો સાધક બને છે, જ્યારે બીજો માણસ સ્વચ્છંદ છોડી શકતો નથી તો તેના કારણનો પણ ઊંડાઈથી વિચાર કરવો પડે છે.
સ્વચ્છંદ ત્યાગ : જૈનતત્ત્વજ્ઞાનમાં મોહના કે ઉદયમાન કર્મોના પરિણામો વિષે ઘણું જ વ્યવસ્થિત વૈજ્ઞાનિકરૂપે ચિંતન થયું છે અને એટલા માટે આધ્યાત્મિક ફીલોસોફીના બે સ્તંભ ઉદય અને ક્ષયોપક્ષમ, બે પરસ્પર સામે આવે છે. ઉદયભાવ ક્ષયોપશમને દબાવે છે પ્રબળ ક્ષયોપશમભાવ તે ઉદયભાવને દબાવે છે. આમ આત્મિક ક્ષેત્રમાં આ બન્ને ભાવોનું એક યુધ્ધ ચાલે છે. સ્વચ્છેદ કે કોઈ પણ મોહ પરિણામને છોડવા માટે જીવ પુરુષાર્થ કરે છે પણ તેની સફળતાનો આધાર મોહના પરિણામની માત્રા ઉપર આધાર રાખે છે. (તીવ્ર, તીવ્રતર કે તીવ્રતમ) સ્વચ્છંદના પરિણામને જીવ ધારે તે પ્રમાણે છોડી શકતો નથી. ઉદયભાવ તીવ્ર હોય તો તેનો ક્ષયોપશમ થતો નથી. પરંતુ આ પરિણામ મંદ, મંદતર કે મંદતમ હોય તો જીવ ધાર્યું પરિણામ લાવી શકે છે. આત્મા’ શબ્દ શુધ્ધ આત્મદ્રવ્ય વાચક છે. જ્યારે “જીવ’ શબ્દ આત્માની ઉદયાધીન દશાને પ્રગટ કરે છે. ૧૫મી ગાથામાં શ્રીમદજીએ “જીવ' શબ્દનો પ્રયોગ કર્યો છે. જીવ જ્યારે પુણ્યના યોગે અને પૂર્વની અકામનિર્જરાને કારણે હળુકર્મી બન્યો, ત્યારે તેનો “સ્વચ્છંદ પણ લઘુ રસવાળો બની જાય છે, અને જીવને સ્વચ્છંદ છોડવા માટે એક ભૂમિકા તૈયાર થાય છે. તેથી અહીં કહ્યું છે કે છોડે જીવ સ્વચ્છંદ તો.” આ કયો જીવ? જે જીવ જ્ઞાનાત્મક ભૂમિકાની પૂર્વભૂમિકા સુધી પહોંચ્યો છે, મનુષ્યજન્મમાં આવીને દુષ્કર્મથી વિમુકત થઈ સરલભાવે ગુરુશરણ સુધી પહોંચ્યો છે, સ્વાર્થના કારણોને પરિહરી જે પરમાર્થમાં જોડાયો છે, તેવો જીવ જો સદ્ગુરુની વાતો સમજે અને તેને વાગોળે કે સમજયા પછી પરાક્રમ કરે, પૂર્વમાં બંધાયેલા મિથ્યાગ્રહથી મુકત થાય, જેમ ફાવે તેમ કરવું, તેવી સ્વચ્છેદની ઉચ્ચ ક્ષમતાને ત્યાગી, સ્વચ્છેદથી રહિત થઈ તેને છોડે છે તો સ્વછંદ જન્ય પરિણામો સ્વતઃ શૂન્ય થઈ જાય છે.
જેમ ક્રોધાદિ કોઈ પણ વિકારીભાવોના ત્યાગની વાત શાસ્ત્રમાં આવે છે, ત્યારે તેનો તાત્પયાર્થ સમજવો પડે છે. વિકારીભાવ, કોઈ સ્વતંત્ર દ્રવ્ય કે તત્ત્વ નથી. જેમ હાથમાં કાંકરો લઈને ફેંકી દઈએ તેમ ક્રોધ ફેંકાતો નથી પરંતુ સૈકાલિક સ્વાભાવિક આત્મપરિણામો પ્રગટ થાય એટલે વિકારીભાવો નાશ પામે છે. ક્રોધથી વિપરીત ક્ષમાગુણ પ્રગટ થાય તે જ ક્રોધનો ત્યાગ છે. કોઈ અહંકારથી એમ કહે કે હું ક્રોધ છોડું છું. કોઈ પતાસાને એમ કહે કે, પતાસા ! તું પાણી થઈ જા. તો આ બન્ને વાત સાર્થક નથી. પાણીમાં પડવાથી પતાસું પોતાની મેળે ગળી જાય છે. હા, ગુરુ ભકિતમાં લીન થવાથી કે ગુરુ સેવામાં રમણ કરવાથી સ્વતઃ ક્રોધ લય થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વિકારી તત્ત્વનો સ્પર્શ ન કરવો તે જ વિકારી તત્ત્વોને છોડવાની સાચી રીત છે. અહીં “છોડે જીવ સ્વચ્છેદ' તો એમ કહ્યું છે. જ્યારે સ્વચ્છંદનો વિપરીત ભાવ પોતના અજ્ઞાનજન્ય અયોગ્ય વિચારોથી પર એવી ભગવંતોની વાણી છે, તે સાચી છે. મારા આગ્રહનું કોઈ મૂલ્ય નથી એમ માની સત્ય તત્ત્વને સ્વીકારી તેમાં રમણ કરે તો જ સ્વચ્છંદને ઊભું રહેવાની જગ્યા મળતી નથી. જેમ નવા પાંદડા આવતા જૂના પાંદડા ખરી પડે છે કે તૂટી જાય છે. અહીં “છોડવા” કરતા
તા ૧૯૮s,