Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ભાવ પરંતુ ભાવાત્મક દૃષ્ટિએ પરછંદનો એક સારો અર્થ પણ નીકળે છે. પરદ્રવ્ય પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે અને તે પોતાના સ્વભાવથી જ પરિણતિ પામે છે, તેમાં જીવનું કશું કર્તૃત્ત્વ નથી. પરદ્રવ્યો સંબંધી જ્ઞાનાત્મક નિર્ણય કરી, પરથી છૂટો પડી તેનો છંદ પદાર્થમાં જ રહે અને પર સાથેના જ્ઞાનાત્મક સંબંધ રાખી તે બધા પદાર્થો શેય છે. તેવો ઈચ્છા શકિતથી શુધ્ધ નિર્ણય કરી પરપદાર્થ પ્રત્યેનો પરછંદ જાળવી રાખે તો (આવો પરછંદ) પણ પોતાનું લક્ષ બને. અસ્તુ અહીં આપણે સ્વછંદ અને પરછંદના બબ્બે અર્થ કર્યા છે. જે આ પ્રમાણે છે.
(૧) સ્વચ્છેદ ત્યાજય – ધૂળ અર્થ (૨) સ્વચ્છંદ ગ્રાહ્ય – ભાવાત્મક અર્થ (૩) પરછંદ ત્યાજય. સ્થૂળ અર્થ (૪) પરચ્છેદ ગ્રાહય. ભાવાત્મક અર્થ
અહીં કવિરાજે મુખ્ય તેવા સ્વચ્છેદ ઉપર ધ્યાન આપ્યું છે જે મોક્ષને અટકાવે છે, અથવા તેની હાજરીમાં જીવ મુકત થઈ શકતો નથી. અહીં સ્પષ્ટપણે શરત મૂકી છે કે “સ્વચ્છંદ રોકે તો અવશ્ય મુકિત પામે.” મુકિત પ્રાપ્ત કરવી તે “વિધિ' છે. સ્વચ્છંદ રોકવો તે નિષેધ છે. અહીં પ્રતિયોગી રૂપે સ્વચ્છેદ મૂકયો છે, અને સ્વચ્છંદતાના અભાવને મુખ્યત્વે પ્રતિયોગીના અભાવરૂપે ઘોષણા કરી. નિષેધ સાધનામાં વિધિના બીજ અંકુરિત થાય છે.
જેમ જમીન ઉપર લાકડા, પત્થર, રેતી કે કચરો પડેલો હોય તો નીચેની ધરતી હરિયાળી થતી નથી. અહીં કચરાને રોકી દેવામાં આવે તો અથવા ત્યાં નાંખવામાં ન આવે અને જમીન ખુલ્લી રાખે તો તે સ્વતઃ હરિયાળી થાય છે. અંકુરિત થવાના બીજ જમીનમાં પડયા છે, પરંતુ પ્રતિયોગીનો અભાવ ન હોવાથી તે અંકુરિત થતા નથી. એ જ રીતે અહીં તો આત્મરૂપ ભૂમિમાં મુકિત કે મોક્ષના ભાવો અવશ્ય અંકુરિત થશે એ સ્વચ્છેદરૂપી પ્રતિયોગીને જો રોકી દેવામાં આવશે કે અટકાવી દેવામાં આવશે. શાસ્ત્રકારે આ વાકય એટલું સચોટપણે લખ્યું છે કે તેમાં ન્યાય કે તર્ક પ્રમાણે વ્યાપ્તિ પણ જોવામાં આવે છે.
વ્યાપ્તિ : જ્યાં જ્યાં સ્વચ્છંદ છે, ત્યાં ત્યાં મુકિતનો અભાવ છે. જ્યાં જ્યાં મુકિત છે, ત્યાં ત્યાં સ્વચ્છંદનો અભાવ છે. સ્વચ્છેદનો અભાવ કારણભૂત છે. મુકિત એ કાર્યરૂપ છે. કારણના અભાવે કાર્યનો અભાવ દેખાય છે. કારણનો અભાવ વિધેયાત્મક છે, જ્યારે મુકિતનો અભાવ નિષેધાત્મક છે.
અહીં વ્યાપ્તિમાં મુખ્ય વાત નીચે પ્રમાણે જોવાની છે. કાર્ય-કારણનો સંબંધ બે પ્રકારે વિકાસ પામે છે. (૧) તાત્કાલિક (૨) ક્રમિક. “સ્વચ્છેદ'નો અભાવ ક્રમિક થઈ શકે છે. અને “મુકિત” નું આગમન પણ ક્રમિક થાય છે. સ્વચ્છંદનો સંપૂર્ણ અભાવ થતા સંપૂર્ણ મુકિત થાય છે.
મુકિત તે સાધ્ય છે અને સ્વચ્છંદ છોડવો તે સાધન છે. પ્રશ્ન એ થાય છે કે શું કોઈ અભાવથી કાર્ય થાય? અભાવ તો શૂન્યરૂપ છે, તો કારણ કેવી રીતે બની શકે? પરંતુ હકીકતમાં તેમ નથી. સ્વચ્છંદનો અભાવ થતાં અને જીવ સ્વચ્છંદ છોડે તો તેની પાત્રતારૂપે ગુણો પ્રગટ થાય છે. બુધ્ધિ નિર્મળ બને છે અને સ્વચ્છેદના અભાવમાં જે તત્ત્વો વિકાસ પામ્યા છે તે હકીકતમાં મુકિતનું કારણ છે. અસ્તુ