Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા - ૧૫
'રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ,
'પામ્યા એમ અનંત છે ભાખ્યું જિન નિર્દોષ. II અહીં “રોકવાની પ્રેરણા આપી છે. અર્થાત્ “સ્વચ્છેદ' ને “શેકે તેમ કહ્યું છે. આનો અર્થ એ થાય છે કે “સ્વચ્છેદ' તે જીવનો પોતાનો દુર્ગુણ નથી. પરંતુ કર્મજન્ય એક મહાવિકાર છે. તેનું એક સ્વતંત્ર અસ્તિત્ત્વ છે ત્યાર પછી તેને રોકવાની વાત આવે છે. કોઈ વસ્તુને રોકવાની વાત આવે છે ત્યારે ત્યાં તેનું અસ્તિત્ત્વ છે અને તે પણ સ્વતંત્રરૂપે ક્રિયાશીલ છે. સ્વચ્છંદ એ મોહનો એક પ્રકાર છે. પ્રથમથી જ તેની હાજરી હોય તો તેને રોકવાની વાત આવે છે. આ પ્રમાણે અહીં બે વાત સામે આવે છે. (૧) સ્વચ્છેદ (૨) તેને રોકવાની પ્રક્રિયા. સ્વચ્છંદ તે જીવમાં કોઈ પ્રબળ વિકારી તત્ત્વ છે અને તે આત્માનો શુધ્ધ પુરુષાર્થ નથી, પરંતુ અશુધ્ધ ઉપાદાનને કારણે સ્વતઃ ઉગેલો એક બાવળ છે. તેને રોકવાની પ્રક્રિયા તે પુરુષાર્થ અને તે પણ જીવનો જ્ઞાનયુકત પુરુષાર્થ છે. તેથી તેને સ્વભાવ તરીકે ગણી શકાશે. આ સ્વચ્છંદને અને રોકવાની ક્રિયાને બન્નેને સ્પષ્ટ સમજી લેવાની જરુર છે. ખેતરમાં ઘાસ કે નિંદામણ પોતાની મેળે ઉગેલું છે. જ્યારે તેને કાઢવાની પ્રક્રિયા એ ખેડૂતનો પુરુષાર્થ છે.
રોકવું તે સ્વસ્થિતરતા : અહીં ખાસ શબ્દ શેકે મૂકેલો છે. કવિરાજે નાશ કરવો કે મિટાવી દેવો તેવો શબ્દ વાપર્યો નથી પરંતુ રોકવાનું કહ્યું છે. સ્વચ્છંદને આવતો અટકાવાનો છે. જૈનશાસ્ત્રોમાં પણ “આશ્રવને’ ટાળવાની વાત કરી નથી, પરંતુ “આશ્રવને રોકવાની વાત કહેલી છે. આ પ્રકારના “આશ્રવ ને રોકવો તે સંવર ક્રિયા છે. અહીં આત્મ સિધ્ધિ ગાયકે બહુ સમજીને શાસ્ત્રને અનુકુળ એવો “રોકે’ શબ્દ મૂકયો છે.
હવે આપણે “રોક ઉપર ઊંડાઈથી વિચાર કરશું. કોઈ વસ્તુને રોકવી કે “લય’ કરવી તે બન્નેમાં સૂક્ષ્મ અંતર શું છે? દા.ત. ઘરમાં જેમ સાપ પ્રવેશ કરતો હોય તો તેને કોઈ પણ હિસાબે રોકી દેવો, પરંતુ તેને મારી ન નાંખવો. આ નાના દ્રષ્ટાંતથી સમજાય છે કે “રોકવુંઅને “મારવું બન્નેમાં એક ભેદરેખા છે. મારવામાં કે લય કરવામાં લક્ષ પર પરિણામ ઉપર સ્થિર થાય છે. જ્યારે રોકવાની પ્રક્રિયામાં આત્મા સ્વલક્ષી બને છે. જેમ મારવાના વિચારથી અન્ય વસ્તુને ધ્યાનમાં લેવી પડે છે. જ્યારે રોકવામાં પોતાના પરિણામ જાગૃત કરવાથી સ્વતઃ તે રોકાય છે કે લય પામે છે. એકમાં સૈકાલિક પુરુષાર્થ છે, જયારે રોકવામાં સ્વસ્થિરતા છે. જેમ કે આડે રસ્તે ગાડી જતી હોય તો ડ્રાયવર રસ્તા ઉપર ધ્યાન ન આપતા ગાડી રોકે છે. રસ્તાનો નાશ કરવાનો વિચાર કરતો નથી, તેમ તેનો “લય” થાય તેવો સવળો પુરુષાર્થ કરતો નથી. “રોકવું તે પોતાના મનની ક્રિયા છે. જ્યારે ટાળવું તે પરલક્ષીક્રિયા છે. આ રીતે વિચારતા આપણા જ્ઞાની ગુરુદેવે કેટલું સમજીને “રોકવું' શબ્દનો પ્રયોગ કર્યો છે.
સંસારમાં વહેતા પ્રવાહો અનાદિઅનંત હોવાથી તેને ટાળી શકાતા નથી. જેમ કે સમુદ્રમાં ઉઠેલા તોફાનને નાવિક “ટાળી શકતો નથી, પરંતુ પોતાની નાવને તેનાથી દૂર રાખી, દૂર રોકી શકે
2008 ૧૯૫૨