Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આ ૧પમી ગાથામાં તત્પર થયા છે. ૧૪મી ગાથા સાથે આ ૧૫મી ગાથાનો સ્પષ્ટ સંબંધ દેખાય છે. જે વસ્તુ તેઓ કહેવા માંગે છે તેમાં જે પ્રતિયોગી છે, તેનું મહત્ત્વ વધારે જણાય છે અને તેથી પ્રતિયોગીને નિશાન ઉપર લઈ તેનું નિરાકરણ કરવા માંગે છે. ખરું પૂછો તો મોક્ષમાર્ગ છે, તે સાધ્ય નથી. તે સ્વતઃ નિર્મિત થયેલો સહજ માર્ગ છે અને આત્મતત્ત્વની પણ સિદ્ધ પરિણતિ છે પરંતુ તેમાં જે કંઈ બાધા છે તે પ્રતિયોગીની જ છે. અહીં જ્ઞાનીજનોએ ખૂબજ વિસ્તૃત દષ્ટિથી આવા ઘણા પ્રતિયોગી જોયા છે. જે જીવાત્માના ઉચ્ચ કોટિના નિર્મળ જ્ઞાનપરિણામોને રોકે છે. અત્યારની સંસ્કૃતિમાં આ બધા પ્રતિયોગીઓને ભિન્ન ભિન્ન શબ્દોથી નવાજ્યા છે. જેમ દૈત્ય ખુદ પોતાના અલગ અલગ રૂપે પ્રગટ કરે છે, તેવી જ રીતે આ આધ્યાત્મિક માર્ગના પ્રતિયોગી ઘણા રૂપાંતર કરી શકે છે. તેથી તેને કોઈ માયા કહે છે, કોઈ મોહ કહે છે, કોઈ અજ્ઞાન કહે છે, કોઈ આવરણ કહે છે. કોઈ તેને આવેશ' શબ્દથી પુકારે છે અને ભારત સિવાઈ બીજા દેશોમાં તેને સૈતાન પણ કહેવામાં આવે છે.
શાસ્ત્રીય ભાષામાં તેને “વિકારી પરિણામો કહેવામાં આવે છે, અર્થાત્ તે વિકૃતિ છે. આધ્યાત્મદર્શનમાં પણ પ્રકૃતિના પ્રતિરૂપ યોગોમાં તે વિકૃતિનો ઉદ્દભવ થાય છે. કેટલાક શાસ્ત્ર તેને “જડ'ના શબ્દથી સંબોધિત કરે છે. અહીં આત્મસિધ્ધિ જેવા મહાનશાસ્ત્રમાં આ પ્રતિયોગી'ને એક નવા નામે જ સંબોધ્યા છે અને કૃપાળુ ગુરુદેવ તેને “સ્વચ્છેદ' કહે છે. આ ૧૫મી ગાથામાં સાક્ષાત્ મોક્ષમાર્ગને અટકાવનાર “સ્વચ્છેદ'ને મુખ્ય સ્થાન આપ્યું છે પરંતુ તે ભૂલવું ન જોઈએ કે સ્વચ્છેદ કોઈ નવી ચીજ નથી. પરંતુ પહેલા માયાવી “સ્વચ્છેદ' જે આધ્યાત્મિક સાધનનો મહાન પ્રતિયોગી છે. અસ્તુ ? આટલી પૂર્વભૂમિકા કર્યા પછી હવે આપણે ગાથાનું ઉચ્ચારણ કરીશું.
હાંધ પાંદી દાંીિ ૧૯૪ દિ