________________
ભાવ એવા છે, જેમાં આવરણ હટાવનાર કોઈ ન હોય તો પદાર્થના ગુણધર્મ પામી શકાતા નથી, અસ્તુ. અહીં પણ આત્માદિ તત્ત્વના નિરૂપક શાસ્ત્રો જ્ઞાનના ભંડાર છે પરંતુ તેનું રહસ્ય સમજાવનાર સદ્ગુરુની જરુર છે. ગાથામાં કવિરાજે સદગુરુ શબ્દનો પ્રયોગ કર્યો છે કારણ કે ઘણા ગુરુ એવા છે કે શાસ્ત્રના મૂળ રહસ્યને છોડી આડે પાટે ગાડી ચડાવી અંધશ્રધાળુ હજારો ક્રિયાકાંડને જન્મ આપી સ્વાર્થ પરાયણ બને છે પરંતુ અહીં એવા સદ્ગુરુ કે જે આત્મતત્ત્વના અસ્તિત્ત્વની પૂર્ણરૂપે સ્થાપના કરી જીવને સાધના માર્ગના પુરુષાર્થની પ્રેરણા આપી સ્વયં નિરાળ રહે છે. તો તેવા ગુરુ સદ્ગુરુ કહેવાય છે. અહીં આવા સદગુરુ અસ્તિવાદી શાસ્ત્રના રહસ્યનું ઉદ્ઘાટન કરી શકે છે. જેથી અહીં કવિરાજ “ગુરુ”નું ઉચ્ચારણ કરી રહયા છે. પરંતુ સાથે સાથે કહી રહ્યાં છે કે આવા પ્રત્યક્ષ સદ્ગુરુ ન હોય તો શું? ચોથા પદની વ્યાખ્યા કરતા પહેલા આપણે આ ત્રીજા પદ ઉપર પુનઃ દષ્ટિપાત કરીશું.
પ્રત્યક્ષ એટલે શું ? અહીં બે શબ્દો મૂકયા છે. પ્રત્યક્ષ અને સદ્ગુરુ'. તેમાંથી પ્રત્યક્ષ શબ્દ અહીં ઘણો સંદિગ્ધ અને વિચારણીય છે. પ્રશ્ન એ છે કે પ્રત્યક્ષ શબ્દપ્રયોગ સદ્ગુરુનું વિશેષણ છે કે પ્રત્યક્ષ કે વર્તમાનકાળનો ઉલ્લેખ કરે છે. આ સંદેહનું નિવારણ કરી આપણે બન્ને રીતે પ્રત્યક્ષ શબ્દનો વિચાર કરીશું. - પ્રત્યક્ષ વર્તમાનકાળમાં આપણે જેને જોઈ શકીએ અથવા જેઓ વર્તમાનકાળમાં સદ્ગુરુ તરીકે સ્થાન મેળવી આત્માર્થી બન્યા હોય, તે પ્રત્યક્ષ કોટિમાં આવે છે. અર્થાત્ જે પ્રાચીનકાળના શાસ્ત્રો છે અને પરંપરાથી જે શાસ્ત્રો ચાલ્યા આવે છે. તેને વર્તમાનકાળમાં ઉકેલ કરી, પ્રત્યક્ષ રીતે અથવા સચોટ રીતે સમજાવી શકે તેવા ગુરુ વર્તમાનકાળે હાજર હોય તો કામ બની જાય. પ્રત્યક્ષ આંગળી ચીંધી આપણે જેને બોલાવી શકીએ, બતાવી શકીએ, અથવા કોઈ પણ જ્ઞાનીજનો પ્રત્યક્ષ તેનું વર્ણન કરતા હોય તો તે પ્રત્યક્ષ સદ્ગુરુ છે. અસ્તુ પ્રત્યક્ષનો આ વર્તમાનકાળવાચી સામાન્ય અર્થ પ્રસિધ્ધ છે. ત્યારે બીજો અર્થ ઘણો ગૂઢ અને ગંભીર છે. સામાન્ય રીતે આત્મસિધ્ધિનો પાઠ કરતા કદાચ આ અર્થને પામ્યા ન હોય.
પ્રત્યક્ષ એટલે જેણે સાક્ષાત્કાર કર્યો છે. પોતાના ધ્યાન બળવડે જેણે આત્માને પ્રત્યક્ષ જાણ્યો છે. અહીં પ્રત્યક્ષ શબ્દમાં “અક્ષ” શબ્દ છે. અક્ષ નો અર્થ આંખ થાય છે. આંખ એક પ્રકારની જ્ઞાનેન્દ્રિય છે પરંતુ આ જ્ઞાનેન્દ્રિયો ફકત ભૌતિક પદાર્થનું જ્ઞાન કરે છે. જેથી આ આંખ દ્રવ્યઆંખ, ચૂળ આંખ, આત્મા સુધી પહોંચી શકતી નથી. જ્યારે બીજી એક આંખ છે, આપણે જેને ભાવચક્ષુ કહીશું. આ અક્ષ ઈન્દ્રિયાતીત એવી ભાવેન્દ્રિય છે, જે તત્ત્વનો અનુભવ કરી શકે છે અને આ ભાવેન્દ્રિય” તે શ્રુતજ્ઞાનનો ઉચ્ચકોટિનો ભાવ છે, જે અંતર્મુખી થઈ સ્વદ્રવ્યને ઓળખે છે, આવા સ્વદ્રવ્યને જે મહાપુરુષોએ ઓળખ્યું છે અર્થાત્ જેઓએ પ્રત્યક્ષ કર્યું છે તેવા ગુરુને પ્રત્યક્ષ સદ્ગુરુ કહી શકાય આ છે પ્રત્યક્ષ શબ્દનો ગૂઢાર્થ.
અક્ષ શબ્દની વિશેષ વ્યાખ્યા : “અક્ષ' જેમ જ્ઞાનેન્દ્રિયવાચક છે. તે જ રીતે “અક્ષ” દ્રવ્યવાચક પણ છે. નાશવંત દ્રવ્યને અથવા પર્યાયોને “ક્ષ' કહેવામાં આવે છે. “ક્ષ” એટલે “ ક્ષયગામી” જે “લય” પામે છે. જેનું અસ્તિત્ત્વ શાશ્વત નથી, તેવા પર્યાયો “ક્ષ' વિભાગમાં ગણાય છે. જ્યારે “ક્ષ” થી પર “અક્ષ” અવિનાશી છે, જે ક્ષય પામતું નથી, જે “અક્ષય’ તત્ત્વ છે, અખંડ
SEBAGAWAGEUZA RESUAR EDHE SHERAN C3 .