Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
:::::::
:::
::::::
::::34:31:
3
:
ગાથા - ૧૪ 'અથવા સદ્ગુરુ એ કહા, જે અવગાહન કાજા
'તે તે નિત્ય વિચારવા, કરી મનાંતર ત્યાજ || અહીં “અથવા” કહીને ગાથાની શરુઆત કરી છે. જેનો અર્થ એ થાય છે કે પૂર્વે જે કથન કર્યું છે, તે સત્ય ન હોય અથવા કરી શકાય તેમ ન હોય, તો જ અથવા શબ્દ આવે છે. અર્થાત આ પ્રમાણે કરો” અથવા આ પ્રમાણે કરો” આ બે આદેશમાં એક આદેશ અશકય હોય તો બીજા આદેશનું પાલન કરવાની સૂચના છે. “અથવા” શબ્દ વિકલ્પે વપરાય છે. વિપાકથી આત્મિકશાસ્ત્રમાં ઠેર ઠેર વિકલ્પ જોવામાં આવે છે. “આમ થાય” અથવા “આમ થાય” અહીં આપણે વિકલ્પની ચૌભંગી વિચારી લઈએ.
૧. શકય : શકય ૨. અશકય : શકય ૩. શકય : અશકય ૪. અશકય : અશકય.
આ ચારેય ભંગ વિકલ્પાત્મક છે. પ્રથમ ભંગમાં બને વાત આચરણીય છે. બને શકય છે. બન્નેમાંથી એક કરી શકાય છે. આ કરો કે તે કરો. બીજા ભંગમાં પ્રથમ વાત અશક્ય હોય તો બીજી વાતનું અવલંબન કરવાની સૂચના છે. આ ન કરી શકો તો તે કરો. ત્રીજા ભંગમાં કોઈ વાતનું આચરણ કરી શકો છો પરંતુ તેની અવેજીમાં જે બીજી વાત હોય તે અશકય હોય તો આ કરી શકો છો. તે નહીં થઈ શકે. જ્યારે ચોથા ભંગમાં બન્ને વાતની અશકયતા દર્શાવે છે.
હવે, આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં કવિરાજે “અથવા” કહીને સદ્ગુરુના આદેશને નિત્ય વિચારવાની વાત કરી છે. ૧૩મી ગાથામાં સુપાત્રના યોગથી તેનો આધાર લઈ અસ્તિત્ત્વને સમજવાની વાત હતી. જ્યારે આ ગાથામાં સદ્ગુરુના બતાવેલા માર્ગનું નિત્ય અવગાહન કરવું તેવો આદેશ છે. આ વિકલ્પનો પ્રથમ ભંગ છે. જેમાં બન્નેની શકયતા છે. આ કરો કે તે કરો. બન્ને આચરણીય છે. જેથી “અથવા' કહીને જ આ ગાથાની શરુઆત કરી છે દા.ત. જેમ કોઈ એક માણસને એક પગ ઉપર ઉભા રહેવાની વાત કરવી હોય ત્યારે આપણે કહીએ કે તે ડાબા પગ ઉપર ઊભો રહે છે. અથવા જમણા પગ ઉપર ઊભો રહે છે. તે રીતે અહીં “અથવા” કહી બને અંગ આદરણીય છે અને તેમાંથી સાધકની અનુકૂળતા પ્રમાણે આચરણ કરવાની છૂટ આપવામાં આવી છે. અહીં પ્રશ્ન એ થશે કે “અથવા” નો અર્થ બે માંથી એક જ શા માટે ? બન્ને વસ્તુનું આચરણ કરીએ તો શું ખોટું છે? તો જવાબ છે, તેમાં કશું ખોટું નથી, એ તો સોનામાં સુગંધ છે.
નિરૂપક શાસ્ત્રનો આધાર લે. સુપાત્રનો પણ આધાર લે, અને સગુરુના આદેશ પ્રમાણે નિત્ય, અવગાહન કાજ આચરણ કરે તો તેમાં કશું જ ખોટું નથી, પણ શાસ્ત્રકારનું એટલું જ કહેવાનું છે કે બન્ને વાત ફરજીયાત નથી. “અથવા” કહીને સાધકનો માર્ગ ખુલ્લો રાખે છે અને કોઈ પણ રીતે સાધક અસ્તિત્વ ભાવને પ્રાપ્ત કરી અને તે ભાવોને નિશ્ચિતપણે સ્વીકારી સંકલ્પ શકિતવાળો બને તે કથનીય છે.
ઉભયપદની યોગ્યતા : કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરી લેવો તે પર્યાપ્ત નથી. એને બૌધ્ધિક રીતે સ્વીકાર્યા પછી ચલચિત્રના ચિત્રો પ્રગટ થઈને નાબુદ થાય છે, આકાશમાં આવેલા વાદળ
::
: