________________
કે સુષુપ્ત ભાવ છે. ‘ગહન’ ને પ્રાપ્ત કરવા જે ક્રિયા થાય તે ગાહન કહેવાય છે. ગાહન એટલે ‘વલોણુ’. ગાહન એટલે મંથન, ગાહન એટલે પૃથક્કરણ. ગાહન એટલે એક પ્રકારની ખાસ ક્રિયા છે. ‘ગાહન' સાથે અવગાહન બને છે. ત્યારે બાકીની બધી પ્રક્રિયા ઉપર સંપૂર્ણ ધ્યાન અપાય છે અને આ ધ્યાન આપવા માટે ખાસ પ્રકારની સાધના આવશ્યક છે.
અહીં ‘કાજ' શબ્દ મૂકયો છે. ‘કાજ' શબ્દનો અર્થ ‘સાધના’ થાય છે, અનુષ્ઠાન થાય છે. તેમાં પરોક્ષ રીતે યમ–નિયમનું આચરણ કરનારા તથા શુધ્ધ અધ્યાત્મવાદીનો સમાવેશ થાય છે. આ બધા સાધન કે સાધના અવગાહન માટે ઉપકારી છે. અહીં ‘અવગાહન' સાથે કરવા' શબ્દ અધ્યાહાર રહે છે. અવગાહન કરવા માટે જે ‘વાદ' અર્થ પણ નીકળે છે. અવગાહન ‘કાજ' એટલે અવગાહન માટે જરૂરી ‘કાજ’ આ બધા કાર્યો અવગાહન સાથે સંબંધ રાખે છે.
સદ્ગુરુએ અવગાહન કરી જે ભૂમિકા તૈયાર કરી છે, તે ભૂમિકાના અવગાહન માટે આવશ્યક ‘કાજ’ સમજવા રહ્યા. અહીં ‘કાજ’ નો ઉલ્લેખ કર્યો નથી. પંરતુ આગળના પદમાં તે તે નિત્ય વિચારવા તેમ કહ્યું છે. ‘નિત્ય વિચારવા’ એટલે ‘કાજ’ ઉપર પણ વિચાર કરવો અને ‘કાજ’ ને અમલમાં લાવવા માટે પણ વિચાર કરવો. સળંગ આદેશ એ થયો કે 'કાજ'ને સરખી રીતે વિચારી તેને અમલમાં મૂકવા, જેથી અધ્યાત્મ અવગાહનનો આરંભ થાય.
સાધનાનો ક્રમિક વિકાસ : આ રીતે ૧૪મી ગાથામાં સાધનાના પ્રયોગનો પ્રારંભ થતો હોવાથી આ ગાથા ઘણી જ મહત્ત્વપૂર્ણ બની રહે છે. તેમાં સાધનાનો ક્રમ બતાવ્યો છે અને આ ક્રમમાં બાધક રૂપ જે મતાંતર છે, તેને ભાંગવાની વાત કરી છે. આ આખો ક્રમ આ પ્રમાણે છે. (૧) ૧૩મી કડીમાં જે કહ્યું છે તે કરો તે ઠીક (આત્માદિ અસ્તિત્ત્વના... ત્યાં આધાર સુપાત્ર) (૨) અથવા ૧૪મી કડીમાં જે કહ્યું તેનો અમલ કરો (અથવા સદ્ગુરુ એ કહ્યા મતાંતર ત્યાજ). (૩) સદ્ગુરુનું કથન પ્રથમ પગલે લક્ષમાં લેવાનું છે.
(૪) તેમાં મુખ્ય કથન આત્માનું અવગાહન છે.
(૫) આ અવગાહનને પ્રાપ્ત કરવા માટે ગુરુએ આપેલ આદેશ લક્ષમાં લેવો બહુ જ જરૂરી છે. (૬) અવગાહન માટે સાધનાનો નિશ્ચિત ક્રમ છે. જે ગુરુદેવ પાસેથી સમજવાનો છે.
(૭) આ ક્રમ અને વિચારણા, તે સાધકને માટે નિત્ય કાર્ય બનવું જોઈએ. અર્થાત્ આખ્યાન કરવા યોગ છે. (એ પદ સમજીને બેસી જવાથી સ્થિરતા થશે નહીં) તેવી જ અહીં કૃપાળુ ગુરુદેવે રોજ વિચારવાની ભલામણ કરી છે.
(૮) આ આખા ક્રમમાં બાધક તત્ત્વ તે મતાંતર છે. તેને છોડી સાધના કરવાની સ્પષ્ટ પ્રેરણા છે. આ ઉપરના અષ્ટાંગયોગ પછી આપણે આ ગાથાનો સળંગ અર્થ ઉપર વિવેચન કર્યા પહેલા મતાંતર શું છે તે બાબત પર ચિંતન કરીશું.
--
મતાંતર અહીં મતાંતર શબ્દમાં બે શબ્દો છે. મત અને અંતર તેથી મતાંતરનો અર્થ ‘બીજાનો મત’ એવો થાય છે. બીજા અર્થમાં બીજો મત એવો પણ થાય છે. બીજા અર્થમાં આપણા મતથી બીજાના મતમાં જે કાંઈ દૂરી કે અંતર હોય તે દૂરી મતાંતર કહેવાય છે. અંતર શબ્દ રુઢ શબ્દ છે. ‘આંતરિક’ શબ્દ પણ અંતરથી બનેલો છે. અંતરનો શબ્દાર્થ તો અંદરનો ભાવ' એવો
છે પંરતુ તેનો રુઢ થયેલો અર્થ અન્યથાવાચી બની ગયો છે અસ્તુઃ. જે હોય તે. અહીં આ
૧૯૧