________________
તેના પ્રત્યે બધા તર્ક મૂકી નિર્મળ ભાવોથી ભકિત કરવાની છે. સદ્ગુરુ જે જ્ઞાનની ગંગોત્રી છે અને શિષ્ય રૂપી ચંદ્રની ચંદ્રિકા પ્રગટ કરવાનું ભાજન છે. સદ્ગુરુ તે આત્મસિધ્ધિનો પ્રબળ શબ્દ છે. જેથી કૃપાળુ ગુરુદેવ બરાબર આ શબ્દનું ઉચ્ચારણ કરે છે. અહીં આ ૧૪મી ગાથામાં “અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ.” અહીં સદ્ગુરુનો ખાસ અધિકાર પણ વ્યકત કરવામાં આવ્યો છે. જેમ સેનામાં સેનાપતિ હોય છે, તો તેને મુખ્ય Order કરવાનો અધિકાર પણ હોય છે. કામ કરનાર કરતા આજ્ઞા દેનારનું ઘણું જ અધિક મહત્વ છે. જે જે સ્થાનમાં જે પ્રમુખ વ્યકિત હોય તે સમગ્ર કામનું સંચાલન કરે છે. તે જ રીતે આત્મજ્ઞાનના સબંધમાં નિત્યકર્મ નિશ્ચિત કરવાનો અધિકાર સદ્ગુરુને હોય છે. સત્પુરુષ સિવાયના સામાન્ય ગુરુ સ્વાર્થપારાયણ હોય અથવા આત્મજ્ઞાનથી વંચિત હોય અથવા કોઈ અન્ય ઈરાદાથી પ્રેરિત હોય તો તેવા ગુરુ નાવને કિનારે લઈ જઈ શકતા નથી. આ કાર્ય ફકત સદ્ગુરુ જ કરી શકે છે. સદ્ગુરુ શબ્દનો અર્થ છે, સત્ અર્થાત્ જે સત્ તત્ત્વ છે, જે શાશ્વત તત્ત્વ છે, જેને સનાતન તત્ત્વ કહી શકાય તેવું સત્ દ્રવ્ય છે અને આ સત્ દ્રવ્ય સંસારમાં વાસ્તવિક ગુરુતત્ત્વ છે. હવે આપણે વ્યાકરણની દૃષ્ટિએ આ શબ્દનો અર્થ કરીએ. સત્ છે તે જ ગુરુ છે અને સત્વગુરુ દ્રવ્ય જેને સમજાયું છે અથવા જેઓ સમજયા છે, તે સદ્ગુરુ છે. અહીં તપુરુષ સમાસ નથી, પરંતુ બ્રહવ્રીહી સમાસ છે. જેમ પીળું કપડું તે પીતાંબર. પીતાંબર જેણે ધર્યું છે તેવા વ્યકિતને પણ પીતાંબર કહેવાય છે. આમ તપુરુષની સમાસને બહવ્રીહી સમાસ તરીકે લેવાથી તે દ્રવ્ય કર્તાવાચક બની જાય છે. અહીં પણ આપણે સદ્ગુરુ કર્તાના અર્થમાં લેશું. આમ સદ્ગુરુને પરિત્યાગી કહ્યા છે, તેવા જે કોઈ ઉત્તમ કામ છે. તેવા કાર્યને માન્ય રાખ્યા છે. પ્રથમ તે કાર્યનું વિશેષણ બન્યા છે.
(૧) સદ્ગુરુનું કથન : યોગ્ય કાજ (૨) અસગુરુનું કથન : અયોગ્ય કાજ (૩) સદ્ગુરુનું કથન : અયોગ્ય કાજ (૪) અસરુનું કથન : યોગ્ય કાજ
આ ચૌભંગીમાં બે ભંગ ઘટિત થતા નથી. અસદ્ગુરુનું ઉચિત કાજ બની શકતું નથી અને સદ્ગુરુનું અનુચિત કાજ બનતું નથી. આ બન્ને ભંગનો પરિત્યાગ કરી, પ્રથમ ભંગ સદ્ગુરુનું કથન અને યોગ્ય કાજ અને અસગુરુનું કથન અયોગ્ય કાજ, આ બે ભાંગા જ ઘટિત થાય છે. તેમાં પ્રથમ ભંગ જ આચરણીય છે, અર્થાત્ સદ્ગુરુએ જે કથન કર્યું છે તે અવગાહનને યોગ્ય છે. અસ્તુ.
હવે, “અવગાહન' શબ્દ મુકવામાં આવ્યો છે તે દ્રવ્ય દષ્ટિ અને ભાવ દૃષ્ટિએ ઘણો જ ગહન અને વિચારણીય છે.
માર્ગનું નિર્ધારણ : “અવગાહન” અને “અવગાહના', જૈનશાસ્ત્રોના આ બન્ને પારિભાષિક શબ્દો છે. સામાન્યપણે “અવગાહના' શબ્દ કોઈ એક ખાસ અર્થમાં વપરાય છે, જે જૈન શાસ્ત્રનું સૂક્ષ્મ ગણિત છે. અવગાહના એટલે કોઈ પણ દ્રવ્યનું જે ક્ષેત્રફળ હોય તેટલા ક્ષેત્રની સ્પર્શનાને અવગાહના કહે છે. ત્યારબાદ, અવગાહન શબ્દ પણ વ્યવહારમાં આવેલો છે. સામાન્ય રીતે માણસ ઉપર ઉપરથી પદાર્થનું દર્શન કરે છે, તેની ગંભીરતાનો તેને ખ્યાલ હોતો નથી. પરંતુ જયારે તે
SERRURERASAUGOROSANAKANSIEDADERANSER 926