Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
દ્રવ્ય છે, અખંડ તત્ત્વ છે, તે દ્રવ્ય “અક્ષય” દ્રવ્ય છે. પર્યાયનો લય થયા પછી પણ મૂળદ્રવ્ય “ અક્ષ' રૂપે બની રહે છે, તેને “અક્ષર' પણ કહેવાય છે. અહીં આપણે “પ્રત્યક્ષ' શબ્દ આવો “ અક્ષય” નિધાન, અખંડ, અવિનાશી, આત્મદ્રવ્યનો જેને સાક્ષાત્કાર થયો છે તેવા વ્યકિત પ્રત્યક્ષ સરુ છે. અહીં “અક્ષ” ની સાથે પ્રતિ' ઉપસર્ગ છે. “પ્રતિ’ નો અર્થ તેના સંબંધમાં જે કાંઈ છે તે પર્યાય રૂપે જાણ્યા પછી તેને પ્રત્યક્ષ' કરી શકાય. “પ્રતિ” શબ્દ દિશાસૂચક છે તેમજ પર્યાપ્ત સૂચક પણ છે. અધ્યાત્મની દિશામાં આગળ વધીને સાક્ષાત્ પર્યાયરૂપે જેને અનુભવ મળ્યો તે પ્રત્યક્ષદર્શી છે. ધન્ય છે આવા “પ્રત્યક્ષદર્શી', જે સદ્ગુરુના ઉત્તમ પદને શોભાવી શકે છે.
એક શંકા અને સમાધાન : અહીં એક શંકા થશે કે આત્મા ઈન્દ્રિયાતીત છે. “અક્ષ' એટલે આંખ, તેને જોઈ શકતી નથી. જેથી આપણે પૂર્વમાં કહી ગયા કે ભાવચક્ષુથી આત્માના દર્શન થાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે ઈન્દ્રિય આત્માને કેમ જાણી શકતી નથી ? ઉપનિષદમાં આ પ્રશ્નની છણાવટ કરી છે. શિષ્ય પૂછે છે કે તમો આત્મા, આત્મા કરો છો, તો આત્માને પ્રત્યક્ષ દેખાડો જેને હું આંખથી જોઈ શકું. ત્યારે ગુરુ જવાબ આપે છે કે આત્મા તે આંખનો વિષય નથી, કારણ કે આંખ તો બાહ્ય વિષયને જાણી શકે છે, જ્યારે “આત્મા તો આંખને જાણવાની શકિત આપે છે. અર્થાત્
यत् चक्षुसि न पश्यन्ति, येन चक्षुसि पश्यन्ति ।
तदेव् ब्रह्मत्वम् विद्धि, नेदम् यदीदमुपासते ॥ અર્થાતુ હે ભાઈ, આંખો જેને જોઈ શકતી નથી પરંતુ તેની કૃપાથી આંખો સંસારને નિહાળે છે તે આત્મતત્ત્વ, અથવા બ્રહ્મતત્ત્વ છે. જે આંખની સામે છે તે રૂપી પદાર્થ આત્મા નથી, તે વિષય છે જેને માણસો જાણે છે. આ શ્લોકથી સાબિત થાય છે કે સ્થૂળ આંખથી આત્મા પ્રત્યક્ષ થઈ શકે નહી.
સદ્ગુરુ : અહીં પ્રત્યક્ષ સદ્ગુરુ શબ્દ છે, તે હકીકતમાં પ્રત્યક્ષ સદ્ગુરુનું વિશેષણ છે. જેમકે, ધ્યાનયોગથી જેઓએ આત્માને પ્રત્યક્ષ કર્યો છે. ભાવેન્દ્રિયથી નિહાળ્યો છે, તેવા સાધક મહાયોગી પ્રત્યક્ષ સદ્ગુરુ છે. આમ પ્રત્યક્ષના બને અર્થ આપણે નિહાળ્યા. (૧) જે આપણી સામે છે તે પ્રત્યક્ષ () જેઓએ આત્માને પ્રત્યક્ષ કર્યો છે, તેવા પ્રત્યક્ષ ગુરુ. અહીં સારુ શબ્દનો પુનઃ પ્રવેશ થયો છે. આત્મસિધ્ધિના દરેક પદોમાં પ્રાયઃ સદ્ગુરુ શબ્દ વપરાયો છે, કારણ કે વર્તમાનકાળમાં ઘણી વ્યકિતઓ ગુરુ બની, ગુરુ પદ ધરાવી જ્ઞાન આપવાનો અંડબર કરી વસ્તુતઃ સાધકને આત્મા સુધી પહોંચાડતા નથી. આ બધા ગુરુઓ સદ્ગુરુની કોટિમાં આવતા નથી. સદ્ગુરુ શબ્દના અને અર્થ ગુરુની મહત્તા પ્રગટ કરે છે. સદ્ગુરુ એટલે સાચા ગુરુ, ઈમાનદારીપૂર્વક પોતે જે કક્ષામાં છે તે કક્ષા સુધીની વાત કરે છે. તેમાં ઢોંગ કે આંડબર હોતા નથી. તેવા નિર્મળ ગુરુ સરુ કહેવાય છે. જ્યારે બીજા અર્થમાં “સત્' એટલે સત્ત તત્ત્વ, શાશ્વત, અજર, અમર જે તત્ત્વ છે, તે સત્ કહેવાય છે. અને “સતુ' ના આધારે તેઓ ગુરુપદ પામ્યા છે. તેમની ગુરુતા કોઈ પદ માત્ર નથી. પરંતુ શાશ્વત એવું સત્ તત્ત્વ છે, સત્ છે તે ગુરુ છે. અને ગુરુ છે તે સત્ છે. આ રીતે સત્ સ્વયમ ગુરુ પદે છે, ગુરુ સ્થાને છે, અને આવા સના જે
anslatળ ૧૮૪ શાળા