Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આ ચારેય અભાવ નિષેધાત્મક અભિવ્યકિત છે. તેનો વિધોયાત્મક ભાવાર્થ શું છે તે આપણે વિવેચન કરી ચૂકયા છીએ. અહીં ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે આ ચારેય અભાવ ક્રમશઃ જીવની અયોગ્યતાની સૂચના આપે છે અને આવી અયોગ્યતા ટકી રહેવી તે મોહાદિક કર્મનો અને પાપ કર્મનો ઉદય છે. ઉપર્યુકત ચારેય અભાવ ક્રમશઃ થાય એમ ન કહી શકાય. પરંતુ જે રીતે જીવના કર્મબંધ હોય અને જે રીતે તેના ઉદય પરિણામ હોય તે રીતે આવી યોગ્યતાનો અભાવ જણાય છે. બન્ને કડીનો સાર એ છે કે જીવે સાચો પુરુષાર્થ કરી, સદ્ગુરુનું અવલંબન લઈ પોતાની યોગ્યતા અવશ્ય કેળવવી જોઈએ. આગળ જે આત્મજ્ઞાનનું વિવરણ આવશે તેની પૃષ્ઠભૂમિ તે આ યોગ્યતા છે. અયોગ્યતાના પથ્થર ન હટે, ત્યાં સુધી નીચેનું નિર્મળ ઝરણું પ્રગટ થતું નથી અને નિર્મળ પાણી પણ પ્રાપ્ત થતું નથી.
આગળમાં એક જગ્યાએ સિધ્ધિકારે કહ્યું છે કે ‘વિચરે ઉદય પ્રયોગ.' આ શબ્દ સદ્ગુરુના લક્ષણ માટે આવ્યો છે. અને આવા કોઈ પ્રબળ જ્ઞાની ઉદયભાવ હોવા છતાં નિર્લિપ્ત રહી શકે છે, નહીં તો જે કાંઈ અયોગ્યતાનો અથવા અજ્ઞાનનો કે મિથ્યાત્વ આદિનો જીવ પર પ્રભાવ છે એમાં મુખ્યત્વે ઉદયભાવનું જ નાટક છે. વિચરે ઉદય પ્રયોગમાં જીવ ઉદય ભાવથી અપ્રભાવિત રહી જ્ઞાનદષ્ટિએ ઉદયભાવનું નાટક નિહાળે છે જ્યારે બીજી બાજુ ઉદયભાવનું તાંડવ જીવને અંધકારમાં રાખે છે. તો અહીં મુખ્ય સમજવાની વાત નીચે પ્રમાણે છે :
જલકમલવત સાધના : નાનો મોટો ઉદયભાવ તો જીવ માત્રને ચાલતો જ હોય છે અને તે ઉદયભાવ ઘણી ઉંચી સ્થિતિ સુધી જીવ સાથે જળવાય રહે છે. ઉદયભાવ હોવા છતાં જીવ પ્રગતિ કરે છે તે એક અવસ્થા છે. જ્યારે ઉદયભાવના કારણે પ્રગતિ અવરોધાય છે તે બીજી અવસ્થા છે. આમ ઉદયભાવમાં સ્પષ્ટ વિભિન્નતા જોવામાં આવે છે. આ વિભિન્નતાનું મુખ્ય કારણ ઉદયભાવની તારતમ્યતા છે. અર્થાત્ ઉત્કૃષ્ટ તથા ભારે રસથી વર્તતો ઉદયભાવ અને હલકો અલ્પ રસથી વર્તતો ઉદયભાવ. આમ ધીરે ધીરે ગાઢ ઉદયભાવમાંથી મુકત થાય છે, ઉદયભાવ ઝાંખો પડતો જાય છે. ગાઢ રસ યુકત ઉદયભાવ હોય ત્યારે પ્રગતિ અવરોધાય છે અને ત્યારે મોહાદિ તત્ત્વનું જોર હોય છે. પરંતુ ગુરુકૃપાથી અને પુણ્યના ઉદયથી મોહાદિ કર્મના ઉદય ભાવો નબળા પડે છે ત્યારે સમ્યગ્દર્શન અને જ્ઞાનની સ્થિતિ સર્જાય છે.. તે જીવ ઉદયભાવથી વિમુકત થઈ ઉદયભાવ પ્રમાણે વિચરણ કરી સ્વયં નિર્લિપ્ત રહે છે. આ રીતે ઉદયભાવની બન્ને સ્થિતિઓ સ્પષ્ટ સમજાય તેવી છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અસમજણ અવસ્થા એ જીવનો સ્વતંત્ર ઈચ્છાપૂર્વકનો દોષ નથી, પરંતુ ગાઢ ૨સે ઉદયમાન કર્મોનો પ્રભાવ છે. છતાં પણ એક નક્કર હકીકત છે, કે અલ્પાંશે પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ પ્રમાણે સમજણ ઉદ્ભવે છે. જ્ઞાનવરણીયકર્મના ક્ષયોપશમમાં મજા એ છે કે તેના ક્ષયોપશમની લગામ લગભગ જીવના હાથમાં છે. ઉચ્ચદશાનો વિનયભાવ પ્રગટ થાય તો તાત્કાલિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. અભ્યાસની માત્રા અને સ્વાધ્યાય જેમ જેમ જીવ વધારે, તેમ તેમ તે તાત્કાલિક ક્ષયોપશમને ભજે છે. અસ્તુ.
અહીં આપણે સદ્ગુરુના ઉપદશને ન સમજવાની જે કથા છે તેનો વિચાર કર્યો. આ શરત એવી છે કે જો સમજણ થાય તો સાથે જિન સ્વરૂપ પણ સમજાય.
ઉપરનો પ્રશ્ન જીવ સ્વતંત્ર છે કે કેમ ? તેનું સુંદર રીતે સ્પષ્ટીકરણ થઈ ગયું છે અને જે
૧૭૮