________________
ltd
| Flill!
પાંડ
માં
મ..!
છે. “દેશ' શબ્દની સાથે ઘણા પ્રત્યય જોડાતા આદેશ, નિર્દેશ, સંદેશ, ઉપદેશ આદિ શબ્દો બન્યા છે. આદેશ આજ્ઞાકારી શબ્દ છે. નિર્દેશ સ્પષ્ટ સૂચના આપે છે. સંદેશ એક પ્રકારનો મંગલ ભાવનો પરિપાક છે. જ્યારે ઉપદેશ છે જેને પ્રાપ્તિ થઈ છે તેને સ્પેશીને જે મંગળ પ્રવચન ઉદ્દભવે છે તે ઉપદેશ ગણાય છે. સામાન્ય વ્યવહારમાં ઉપદેશ શબ્દ ઘણો જ વપરાય છે. પરંતુ સાચા અર્થમાં ઉપદેશ એક ગૂઢ, અગમ્ય, પરિપકવ કોઈ તત્ત્વનો આભાસ છે અને ત્યારે જ તે ઉપદેશ બને છે. સિદ્ધપુરુષોની વાણીને જ ઉપદેશ કહી શકાય. આવા સિધ્ધપુરુષો ઉપદેશ દ્વારા જ્યારે અપ્રગટને પ્રગટરૂપે પ્રદર્શિત કરે છે, ગંભીર ભાવોનું ઉદ્દઘાટન કરે છે ત્યારે ઉપદેશનો મર્મ સમજયા પછી સાધક ઈશ્વરીય તત્ત્વોને પણ જાણી શકે છે. ઈશ્વરીય તત્ત્વનો પ્રભાવ જોઈ શકે છે. અને આવા ભગવત્ સ્થાને વિચરણ કરનારા જિનેશ્વરદેવો જે શુધ્ધ સ્વરૂપથી અલંકૃત છે તેના શુધ્ધ સ્વરૂપને સાધક જાણી શકે છે. આ રીતે ઉપદેશ દ્વારા જિન સ્વરૂપને જાણવું તે એક રાજમાર્ગ થયો, ઉપદેશને ન સમજવો, ઉપદેશની સ્પર્શના ન થવી અને તે ન થવાથી જિન સ્વરૂપને પણ ન જાણવું તે એક વિફળ યોગનો પરિચાયક ભાવ છે.
અહીં સિધ્ધિકારે રાજમાર્ગને ન સંબોધતા વિફળ યોગનું જ્ઞાન કર્યું છે કે ઉપદેશને ન સમજે તે જિન સ્વરૂપને કયાંથી સમજે ? આ બન્નેનો અભાવ હોય તો તેના ઉપર ઉપકાર પણ કયાંથી ? અને ઉપકાર ન થાય તો તે ખાલી ગાગર જેવો તે ભાવવિહિન બની રહે છે પરંતુ જો સમજે તો સાચો ઉપકાર થાય છે તેમ અંતિમ પદમાં કહ્યું છે. ત્રણ પદ નિષેધાત્મક ભાવોને કહે છે જ્યારે અંતિમ પદ વિધિવાચક બની અનઉપકારનું તાળું ખોલી નાંખે છે “સમજે જિનસ્વરૂપ” એમ કહેવાનો અર્થ છે. જીન સ્વરૂપને સમજવાથી ઉપકારની સરિતા પ્રવાહિત થાય છે. આમ આખી ગાથા નિષેધાત્મક ભાવો દ્વારા માર્ગ ભૂલેલા સાધકોને માટે એક ટકોરો કરનારી ગાથા છે. જેમ કોઈ કહે કે આ જંગલમાં જુઓ ભોમિયો ન લીધો હોય અથવા ભોમિયાની વાતને સરખી રીતે સમજી ન હોય તો તે પોતાના ગંતવ્ય સ્થાનને ભૂલી સાચી જગ્યાએ પહોંચી શકે નહીં. આ આખી નિષેધાત્મક સૂચના છે. પરંતુ આનો ભાવાર્થ એ છે કે ભોમિયાની જરુર છે, ભોમિયાની વાતને સમજવાની જરુર છે. એ સમજયા પછી જ સાચું ગંતવ્ય સ્થાન કયાં છે? શું છે? તેની ખબર પડે છે અને છેવટે ત્યાં પહોંચી પણ શકે છે. એ જ રીતે અહીં સરુ એ સાચા ભોમિયા છે. તેનો ઉપદેશ એ નક્કર હકીકત છે. જિન સ્વરૂપ તે ગંતવ્ય સ્થાનની સાચી જાણકારી છે અને છેવટે બધા પ્રયાસ પછી ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત પણ કરી શકાય છે.
સમજણનું મૂળ કારણ : અહીં લખ્યું છે કે “નજાય ન જિનસ્વરૂપ” સમજવું, તે જીવની જ્ઞાનાત્મક ક્રિયા છે. પ્રશ્ન એ થાય છે કે કોઈપણ રસ્તુને સમજવામાં જીવ શું સ્વતંત્ર છે? જે સમજવું ય તે પોતાની ઈચ્છા પ્રમાણે સમજી શકે તેવી શું જીવમાં સ્વતંત્ર શકિત છે? સાંસારિક જીવોનું પરિદર્શન થયા પછી લાગે છે કે જીવ સમજવામાં પણ ઘણો પરતંત્ર છે. બધા જીવો બધી વસ્તુ સમજી શકતા નથી, તેમાં સમજવાની યોગ્યતા પણ હોતી નથી અને સમજવા ધારે તો પણ તે પોતાની બુધ્ધિને સ્પષ્ટભાવે સમજવા માટે અસમર્થ માને છે. કોઈપણ વિષયોમાં તેના ઉચ્ચ કોટિના જાણકાર બહુ જ થોડા હોય છે. જ્યારે તે વિષયને થોડે ઘણે અંશે, સમજનાર અથવા નહીં સમજનાર મોટી સંખ્યામાં હોય છે. તેમજ ઉચ્ચ કોટિનો જે સમજનાર છે તે પણ તેને પ્રાપ્ત થયેલી
r[ j
i
|
ft!!!!!!!' મiti'
I'|RAT
.