Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
હકીકતમાં જે ઉપદેશ છે તે સ્વરૂપનો છે અને જે સ્વરૂપ છે તેનો ઉપદેશ છે. આમ તલમાં તેલ રહેલું છે, સાકરમાં જેમ મીઠાસ રહેલી છે, તેમ ઉપદેશ અને સ્વરૂપ, ગુણ અને ગુણી તરીકે તદ્રુપ છે. પરંતુ તેનું અધિષ્ઠાન અથવા ઉપદેશનું અધિષ્ઠાન જિનેશ્વર છે. ઉપદેશ અને સ્વરૂપ એ બન્ને ઉપકારનું માધ્યમ છે. આ રીતે ૧૧ અને ૧રમી ગાથા ઉપકાર, ઉપદેશ અને સ્વરૂપ, તે ત્રિવેણીને સ્પષ્ટ કરે છે સાધકને તેમાં સ્નાન કરાવે છે. જ્યારે સદ્ગુરુ અને જિનેશ્વર એ બે મહાન તત્ત્વો આ ત્રિવેણીના ઉદ્ગાતા છે. આથી સમજી શકાશે કે ૧૨મી ગાથાનું વ્યાખ્યાન કેવા ક્રમથી ઉભવ્ય છે. કમનું વધારે વિવેચન કર્યા પહેલા મૂળ ગાથાનો સ્પર્શ કરીએ.
કાકા મામાશા ૧૭૪ લાખ