Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
t|ll||દિBallEHIણીમાં
થયા છે અને સાધક એક સાથે સદ્ગુરુ અને જિનેશ્વરના દર્શન કરી તેના ઉપકારનો અનુભવ કરે
છે.
“ઉગે ન આત્મ વિચાર”. અહીં આત્મ વિચાર કેવી રીતે ઉગે છે તેનો ભાવ નિષેધ શૈલીમાં કહ્યો છે. અર્થાત્ ઉપકાર ન સમજાય તો આત્મવિચાર ન ઉગે. ઉપકાર ન સમજાય, તેનું મહત્ત્વ ન સમજાય તો તેના ઉપકારનું લક્ષ ન થાય.
ઉપકારનું લક્ષ : અધ્યાત્મશાસ્ત્રોમાં અને વ્યવહારિક નીતિશાસ્ત્રોમાં લક્ષ શબ્દનો બરાબર પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક સંપ્રદાયોમાં અને કેટલાક આધ્યાત્મિક તત્ત્વવેતાઓએ અલક્ષને જ લક્ષ માન્યું છે. જેને દેશી ભાષામાં અલેખ જગાવ્યો છે. અલખ ગિરધારી, અલખ નિરંજન, આ બધા શબ્દો પ્રસિદ્ધ થયેલા છે. અલખનો અર્થ અલક્ષ થાય છે. અહીં તેઓ કહેવા માંગે છે કે જે સાચું સાધ્ય તત્ત્વ છે તે લક્ષાતીત છે, લક્ષથી બહાર છે. આવા અલક્ષને લક્ષ કરી શકાય નહી. જે લક્ષ થાય છે તે બધા રૂપી તત્ત્વો છે, બાહ્ય તત્ત્વો છે, ભૌતિક તત્ત્વો છે. ઈન્દ્રિયાતીત, મનોતીત જે ભાવો છે તે બધા લક્ષથી પર છે તેથી તેઓના મતાનુસાર અલક્ષ એ જ સાચું લક્ષ છે અને અલખ માટે જ અમે ધૂણી જગાવી છે. અસ્તુ.
અહીં આ જ વાત બીજી રીતે સિધ્ધિકારે કહી છે. વસ્તુતઃ આત્મવિચાર તે અલક્ષ તત્ત્વ જ છે પરંતુ તેમને પ્રાપ્ત કરવા માટે ગુરુનો અને જિનેશ્વરનો ઉપકાર તે લક્ષ કોટિમાં આવે છે અને જયાં લક્ષ ન હોય ત્યાં અલક્ષ આવે જ કેમ ? આ ગૂઢ વાત આ પદમાં સાંકેતિક રીતે કહેવામાં આવી છે અને તેથી જ આવી નિષેધાત્મક વ્યાપ્તિ બતાવેલી છે. અર્થાત્ જ્યાં ઉપકારનો લક્ષ નથી ત્યાં આત્મવિચાર નથી. ઉપકારના લક્ષનો અભાવ, આત્મવિચારના અભાવને સૂચિત કરે છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે આપણે અહીં એક ચૌભંગીનો ઉલ્લેખ કરશું.
(૧) ઉપકારનો સદ્ભાવ અને આત્મવિચારનો ઉદ્ભવ (૨) ઉપકારનો સભાવ અને આત્મવિચારનો અભાવ (૩) ઉપકારનો અભાવ અને આત્મવિચારનો ઉદ્દભવ (૪) ઉપકારનો અભાવ અને આત્મવિચારના ઉદ્દભવનો અભાવ.
પ્રથમ ભંગ એ વિધિ રૂપે આપણે પ્રગટ કરીએ છીએ. સિધ્ધિકારે તો ચોથા ભંગનો જ સ્પર્શ કર્યો છે કે સદ્ગુરુના ઉપકારનું લક્ષ ન હોય તો આત્મજ્ઞાનનો વિચાર પ્રગટ ન થાય. આમ નિષેધ
વ્યાપ્તિ દ્વારા મંતવ્ય રજુ કર્યું છે કે સદ્ગુરુ પ્રત્યે જો ઉપકાર ભાવના હોય તો આત્મવિચાર પ્રગટ થાય છે. નિષેધ વ્યાપ્તિ કહેવાથી દાર્શનિક રીતે તેનું વ્યાપક રૂપ બને છે. આત્મવિચારનો ઉદ્ભવ તે સાધ્ય છે અને સદ્દગુરુના ઉપકારનું લક્ષ તે સાધન છે. આમ સાધ્ય સાધનનો વિધિ વ્યાપ્તિનો સિધ્ધાંત પ્રસિધ્ધ છે પરંતુ જ્યારે વકતા તેને નિષેધ વ્યાપ્તિથી વ્યકત કરે છે, ત્યારે સાધ્યના અભાવમાં સાધનનો અભાવ હોય છે.
અહીં સાધનના અભાવમાં સાધ્યનો અભાવ વ્યકત કર્યો છે કારણ કે આ કવિતાશાસ્ત્ર છે. કાવ્યનીતિમાં આમ પરસ્પર વ્યત્યય કરી રચના કરવામાં આવે છે. અસ્તુ.
કહેવાનું તાત્પર્ય છે કે સાધક માટે ઉપકારનું લક્ષ પરમ આવશ્યક છે. બીજા ભંગમાં ઉપકારનું લક્ષ હોવા છતાં કોઈ ભારેકર્મી જીવને આત્મવિચારોનો ઉદ્ગમ ન થાય તે સંભવ છે.
દાણા ૧૭૨ દાણા