Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહીં આ પદમાં અપ્રગટ ઉકિત છે, કારણ કે સદ્ગુરુ અને જિનેશ્વર પ્રત્યે પરમ ભકિત ધરાવવા છતાં, ઉપકારની ભાવના હોવા છતાં, આત્મસ્કૂરણા થવામાં બીજા આવશ્યક કારણોના અભાવે બાધા પડે છે. જ્યારે ત્રીજો ભંગ કોઈ ભાગ્યશાળી કે પુણ્યશાળી જીવને સદ્ગુરુનું નિમિત્ત કે ઉપકારનું લક્ષ ન હોય છતાં પણ કર્મના ઉપશમ કે ક્ષયોપશમના પ્રભાવે સહજ, સ્વતઃ આત્મવિચારની ફૂરણા થઈ શકે છે. સિધ્ધિકારની પરમ કુશળતા છે કે તેમણે નિષેધ વ્યાપ્તિથી બાકીના ત્રણેય ભંગની સંભાવનાનો ઉલ્લેખ કર્યો છે અને સ્વયં એકજ ભંગનું અવલંબન કરી જિનેશ્વર તથા સદ્ગુરુ પ્રત્યેના ઉપકારનું લક્ષ કરવાની પ્રેરણા આપે છે આ રીતે સળંગ ચારે ભંગનું આખ્યાન થઈ જાય છે.
આ રીતે અહીં ૧૧મી ગાથાનું પરિસમાપન કરી હવે આપણે ૧૨મી કડી ઉપર વિવેચન કરતા પહેલા તેનો ઉપોદ્યોત કરશું.
આ ગાથામાં ૧,૧મી કડીના અનુસંધાનમાં સિધ્ધિકાર કવિરાજ પુનઃ એ જ વાતનું આવેદન કરી એક સમીક્ષા કરે છે અને ૧૧મી ગાથામાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે તેનું વધારે સ્પષ્ટીકરણ કરી પરસ્પરનો સંબંધ કાર્ય-કારણ ભાવે સંકળાયેલો છે તે તરફ ઈશારો કરે છે. પૂર્વ ગાથામાં સાધકના ઉપકાર માટે મુખ્ય બે સ્તંભ છે. સદ્ગુરુ અને જિનેશ્વર છે. સદગુરુ તે પ્રત્યક્ષ છે જ્યારે જિનેશ્વર છે તે પરોક્ષ છે. અર્થાત્ તેની ઉપકારશીલતા પણ પરોક્ષ છે. તો સહજ એ પ્રશ્ન થાય છે કે આ પરોક્ષભાવ પ્રત્યે સાધકની દષ્ટિ કેવી રીતે પહોંચી શકે?
સામાન્ય લોકવ્યવહારમાં પણ કહેવામાં આવે છે કે :
ગુરુની મહત્તા : “ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુદેવકી જિસને ગોવિંદ દિયો બતાય”
આ પ્રસિધ્ધ દોહામાં ગોવિંદ કરતા ગુરુનું મહત્ત્વ વધારે પ્રસિધ્ધ કર્યું છે. ગુરુ ગોવિંદના પ્રદર્શક છે. એ જ વાત આત્મસિધ્ધિની આ ૧૨મી કડીમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. જેનું આપણે વિવેચન કરશું. અહીં સદ્ગુરુના ઉપદેશથી જિનેશ્વરનો ઉપદેશ કે ઉપકાર સમજી શકાય છે. તે રીતે સાધકને એક સાચી દિશા આપવામાં આવી છે. અને સાથે સાથે સરુનો ઉપદેશ કે ઉપકાર એ મુખ્ય છે અને સરુનો ઉપદેશ સમજે તો જ તેનો ઉપકાર સમજાય તે વાત અંતર્ગત સમાયેલી છે. ટૂંકમાં કહેવાનું એ છે કે ૧૧મી ગાથાની જે સમસ્યા છે અથવા જે શરત છે તેનું સમાધાન આ ગાથામાં છે. સદ્ગુરુના ઉપદેશને સમજવાથી તેનો ઉપકાર સ્પષ્ટ થાય છે અને તે ઉપદેશથી જીનેશ્વરનું સ્વરૂપ પણ સ્પષ્ટ થાય છે. સગુરુના ઉપદેશ સ્વરૂપને સમજે તો જ તેનો ઉપકાર લક્ષમાં આવે પરંતુ જો ઉપદેશ સમજે જ નહિ તો ઉપકાર કેવી રીતે ઘટિત થાય? આમ સિધ્ધિકારે સ્વતઃ પ્રશ્ન પ્રગટ કરીને ૧૧મી ગાથાનું અનુસંધાન અથવા અવતરણ આ ૧૨મી ગાથામાં લીધું છે.
૧૨મી ગાથા એ ઉપદેશ અને સ્વરૂપ બે તત્ત્વને લક્ષમાં લેવા માટેની પ્રેરણા આપે છે. વાસ્તવિક રીતે આ ગાથાથી ૧૧મી ગાથાના ભાવ પુષ્ટ થાય છે. જ્યાં સુધી વ્યકિત સમજણ ન પ્રાપ્ત કરે કે કોઈ ઉચ્ચ કોટિના વ્યકિતની વાત ન સાંભળે અથવા તેનો ઉપદેશ ગ્રહણ ન કરે તો ઉચ્ચ કોટિના જે શુધ્ધ, ચૈતન્ય સ્વરૂપ ધરાવનાર એવા જિનેશ્વરનું સ્વરૂપ પણ સમજાય નહીં.
માણાબાપા ૧૭૩ શાળા