Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સિધ્ધાંત ગણાય છે. તેમજ અહીં સદ્ગુરુ પ્રત્યે જે ઉપકારની ભાવના છે તે પરંપરાના ઉપકારથી અલંકૃત થયેલી છે અને સરુના ઉપકારમાં જિનેશ્વરોનો ઉપકાર પણ પ્રતિબિંબિત થાય છે.
આ ગાથામાં કૃપાળુ ગુરુદેવે અનંત લઘુતાના અને નમ્રતાના દર્શન કરાવતા સદ્ગુરુને કેવળ આધાર ન માની તેઓ જિનેશ્વરના પ્રતિનિધિ છે, તેવો ભાવ પ્રગટ કર્યો છે. પરોક્ષમાં જિનેશ્વરી જે વાત કહી ગયા છે, તે જ વાત પોતાના અનુભવમાં ઉતારી સાક્ષાત્ આત્મતત્ત્વનો સ્પર્શ કરી, સદ્ગુરુનું પદ પ્રાપ્ત કરી આ ઉત્તમ અનુભવ સદ્ગુરુ સાધકને પીરસે છે, ત્યારે સાધકના મનમાં સદ્ગુરુ અને જિનેશ્વર અને પ્રત્યે નિશ્ચયરૂપ ઉપકારની ભાવના પ્રગટ થાય ત્યારે મોહાદિ કર્મો હલકા થઈ જાય, મિથ્યાત્વયુકત ભાવો વિસર્જન પામી પુણ્યના પરમ ઉદયથી સાધકના મનમાં આત્મવિચાર ઉગી નિકળે છે. માનો કે, બીજરૂપ ભાવો અંકુરિત થઈ આત્મદર્શનમાં સહાયક બને છે. જેમ વર્ષા ઋતુના પ્રભાવથી જમીન તરબોળ થયા પછી ચારે તરફ હરિયાળી ઉગી નીકળે છે, તેમ સાધકના મનમાં સદ્ગુરુ અને જિનેશ્વરની વરસતી કૃપા પ્રત્યે મન ઉપકારથી તરબોળ થતાં આત્મવિચારરૂપી હરિયાળી સ્વતઃ પ્રગટ થાય છે. ધન્ય છે આ ત્રિવેણી સંગમને અને ધન્ય છે, આ ઉપકારની સરિતાને ! જેના નિર્મળ જળમાં સ્નાન કરી સાધક પાવન બની જાય છે.
અહીં પ્રત્યક્ષનો અર્થ વર્તમાનકાળ થાય છે, અને પરોક્ષનો અર્થ અનંત ભૂતકાળ થાય છે. પરોક્ષમાં જિનેશ્વરનો ઉપકાર છે. જિનેશ્વર એક નથી પરંતુ અનંત ચોવીસી છે અને એ જ રીતે પરોક્ષનો બીજો અર્થ જે વર્તમાનમાં બિરાજમાન દેવાધિદેવ છે, સિમંધરસ્વામી આદિ ભગવંતો. તેઓ આપણી નજર સમક્ષ નથી, તેથી તેને પણ પરોક્ષ કહી શકાય છે. પરોક્ષનો અર્થ કાળથી અને ક્ષેત્રથી પણ પરોક્ષ છે. જે કાળમાં આપણું અસ્તિત્વ નહોતું તે કાળમાં પણ ઉદ્ભવેલા દેવાધિદેવોનો અનંત ઉપકાર છે. આમ કાળથી પરોક્ષ જિનેશ્વરોને લક્ષમાં લીધા, તે રીતે ક્ષેત્રથી પણ જે દેવાધિદેવો આપણા ક્ષેત્રથી દૂર એવા વિદેહ આદિ ક્ષેત્રોમાં બિરાજમાન છે, તે ક્ષેત્રથી પરોક્ષ છે. આમ ક્ષેત્ર અને કાળથી પરોક્ષ એવા જિનેશ્વરોનો જીવ ઉપર ઉપકાર છે, તેથી તેને પણ સાધક આત્મા પરમ ઉપકારી માને ત્યારે જ તેને આત્મવિચારનો ઉદ્ગમ થઈ શકે છે.
પ્રત્યક્ષ કે સદ્ગુરુ છે, તે પ્રત્યક્ષ જ્ઞાનના વિષયરૂપે દષ્ટિગોચર છે તેથી પ્રત્યક્ષ ઉપકારી છે, પરંતુ અહીં પ્રત્યક્ષનો અર્થ આટલો સીમિત નથી. અહીં સાધકનો પૂરો જીવનકાળ લેવાનો છે. સમગ્ર જીવનમાં પ્રત્યેક સમયે જેના ભાવમાં સદ્ગુરુનો ઉપકાર સમજાય છે તે બધો ઉપકાર પ્રત્યક્ષ ગણાય છે. દર્શનશાસ્ત્રોને હિસાબે પ્રત્યક્ષનો અર્થ પ્રત્યક્ષ પ્રમાણ થાય છે. પરંતુ વ્યવહાર દષ્ટિએ પ્રત્યક્ષનો અર્થ જે કાંઈ સાક્ષાતુ અનુભવમાં આવેલું તત્ત્વ હોય તે બધું પ્રત્યક્ષ ગણાય છે.
ઉપકારના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભાગ શા માટે કરવામાં આવ્યા ? બન્ને ઉપકાર તો એક જ છે. જેમ વર્તમાનકાળનું પાણી તરસ છીપાવે છે તેમ ભૂતકાળનું પાણી પણ તરસ છીપાવવામાં એ રીતે જ ભાગ ભજવતું હતું. તો સૈધ્ધાંતિક રીતે પાણીનો ગુણ સૈકાલિક છે. તેમ જિનેશ્વરો હોય કે સદ્ગુરુ હોય બન્નેના ઉપકારની કડી એક જ છે. ઉપકારનો સિધ્ધાંત પણ એક જ છે. તો અહીં ઉપકારની બે ભાગમાં વિવક્ષા શા માટે કરી છે?
આટલા વિવેચન પછી સમજી શકાશે કે ઉપકારને બાહ્ય દષ્ટિમાં બે ભાગમાં કેમ વિભકત કર્યા છે. જ્યારે અંતરદ્રષ્ટિએ સાધકોને પરોક્ષ એવા જિનેશ્વર માનો સદ્ગમાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ