Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કરાવે છે.
બૌધ્ધ દર્શન સમગ્ર વિશ્વને કાલ્પનિક માને છે અને આત્મા કે ઈશ્વરનો પણ નિષેધ કરે છે છતાં આ દર્શન પણ સત્ + યોગ ઉપર આધારિત છે. સદ્ વિચાર, સદ્ભાવ, સદ્દષ્ટિ, સત્કર્મ ઈત્યાદિ સ આધારિત અષ્ટાંગ યોગની સાધના બતાવી આ દર્શન ધાર્મિક કક્ષામાં આવ્યું છે અસ્તુ. સદ્ એ દશ્યમાન જગતના નિશ્ચિત પરિણામોને વ્યકત કરે છે. પર્યાયવાદ એ પણ સદ્ધર્મને સંપૂર્ણ માને છે. જે વાસ્તવિક છે તે સત્ છે. બુધ્ધિમાં ખોટા અનુમાન થઈ શકે પણ પ્રકૃતિ કયારેય પણ અસદ્ વ્યવહાર કરતી નથી સત્ સર્વત્ર સમાયેલું છે. આધ્યાતિક જગતના બધા જ સિધ્ધાન્તો સદ્ ઉપર પ્રતિષ્ઠિત થયેલા છે. તે નિશ્ચિત સિધ્ધાંતોને છોડી કોઈ ધર્મની કે પરમાત્માની ઉપાસના કરવા માંગે તો તે વિફળ થાય છે.
આ પ્રસંગે એવા ગુરુ જે આધ્યાત્મિક જગતના સત્ય પર આધારિત ગૂઢ સિધ્ધાંતોને સરળ બનાવી ઉચિત શબ્દોથી તેનું નિર્વચન કરી શિષ્યને સાચે માર્ગે ચડાવે છે. તે સદ્ગુરુ ખરા અર્થમાં ભવસાગરને તારનાર, ડૂબતાને બચાવનાર સાચા ખેવૈયા છે.
ગુરુ ગુરુ બન્યા પછી પોતાના સ્વાર્થથી મુકત છે. જે પોતાની વિદ્યાનો બદલો માંગી એક પ્રકારે ધાર્મિક વ્યાપાર કરે છે, તે બધા ગુરુઓ હાનિકારક છે. તેમ કહેવાનો મતલબ નથી પરંતુ તેમની કક્ષા નીચી હોવાથી શિષ્યને પરાશકિતથી દૂર રાખી અપરાશકિત તરફ લઈ જાય છે. પરા અને અપરાની વ્યાખ્યા આપણે કરી ગયા છીએ. જ્યારે સદ્દગુરુ તે સ્વાર્થથી વિમુકત નિષ્કામભાવે બદલાની આશા રાખ્યા વિના કેવળ હિત દષ્ટિ કરે છે, કલ્યાણની ચાદર બિછાવે છે. જેમ આકાશીય મેઘમંડળ નિસ્પૃહ ભાવે વર્ષા કરે છે. તેમ સદ્ગુરુ તે મંગળભાવોની વર્ષા કરે છે. આ સદ્ગુરુ તે જીવનના સાચા સૂકાની બને છે એટલે અહીં સદ્ અને સદ્ગુરુ તે બંને શબ્દોથી મળેલો સદ્ગુરુ રૂપી ઉત્તમ પ્રસાદ આ નવમી ગાથામાં પીરસવામાં આવ્યો છે.
ચરણની આધ્યાત્મિક પ્રકિયા : ઉપર્યુકત પૂજનીય સદ્ગુરુના ચરણ સેવવાની પ્રેરણા આપી છે. ચરણ શબ્દનો શબ્દાર્થ આપણે કહ્યો છે પરંતુ અહીં સ્વતંત્ર ભાવે ચરણ શબ્દની વ્યાખ્યા કરશું. લોક વ્યવહારમાં ચરણ-કમલ કહીને પાયવંદન કરવા, પગનું પૂજન કરવું, કેટલાક સંપ્રદાયોમાં ચરણ ધોવા ઈત્યાદિ શબ્દોથી મનુષ્યના આધારભૂત અંગ પગનો બોધ થાય છે. પગને પગ ન કહેતા ચરણ કહેવામાં શબ્દનયને આધારે વિશેષ પ્રકાશ આપવામાં આવ્યો છે. ચરની, ચરત, ચલતી, સંયોગાતિરેક યોગ અને વિયોગાતિરેક સંયોગ. આમ આકાશપ્રદેશમાં દ્રવ્ય ભાવે સંયોગ વિયોગની ક્રિયા, આ બધું વ૬ ધાતમાં સમાયેલું છે પરંતુ ગહનપણે વિચાર કરીએ તો એમ લાગે છે કે બધા પદાર્થોની ગતિ, ચલન ક્રિયા સ્વતંત્ર છે. અધિષ્ઠાતા એવો આત્મા પોતાની ઈચ્છા કે જ્ઞાનમાં ચલન ક્રિયા ઉત્પન કરે છે તે પણ ચરન શકિતનો ભાવ ધરાવે છે. એક બેન રોટલી બનાવે છે તો પ્રથમ તેના જ્ઞાનમાં, તેની ઈચ્છામાં રોટલી બને છે ત્યાર પછી તે કર્મો દ્વારા સ્કૂલ આકૃતિ પ્રાપ્ત કરે છે. આ દષ્ટિએ ચલન ક્રિયા ચેતન શકિતમાં પણ થાય છે અને સ્કૂલ દેહાદિમાં પણ થાય છે. ચલનક્રિયાનો મુખ્ય આધાર ચરણ છે એટલે વ્યવહાર દષ્ટિએ ચરણને પ્રધાનતા મળી છે. પણ વાસ્તવિક રીતે એકલા પગ જ, કે એકલા ચરણ ચલન ક્રિયાના અધિકારી નથી પરંતુ સમગ્ર હલન-ચલન એક પ્રકારનું વ્યકિતનું ચરણ કે આચરણ છે. ચરણને સ્પષ્ટ કરવા માટે જ
૧૪૦