Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આચરણ શબ્દ મૂકવો પડયો છે. આ એટલે વ્યાપક, સાર્વભૌમ સંપૂર્ણ ક્રિયાનો બોધક છે. આ ચરણમાં પણ બધા ચરણ આવી જાય છે. જીવનો એક ઈશારો માત્ર કે ક્રિયાના પ્રથમ બિંદુથી લઈ અંતિમ બિંદુ સુધી જે ભાવ છે તે બધા ચરણમાં આવે છે. જૈનદર્શનમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર ઈત્યાદિનું વિભાજન કરેલ છે. આ બધી ક્રિયાઓ પાપક્રિયા પણ હોય શકે અને પુણ્ય ક્રિયા પણ હોય શકે તેથી જ પાપાચરણ કે પુણ્યાચરણ એવા શબ્દો અસ્તિત્ત્વમાં આવ્યાં છે. ચરણ એ ઘણો જ વ્યાપક શબ્દ છે. એ ક્રિયાના ઘણા અંશોને સ્પષ્ટ કરે છે અને એ જ રીતે ઘણી જ ક્રિયાઓને પણ એક શબ્દમાં સ્થાપિત કરે છે. અહીં નવમી ગાથામાં “સેવે સદ્ગુરુ ચરણ” એવો શબ્દ મૂકયો છે. સદ્ગુરુનું જે કાંઈ શુભ હલન ચલન છે તે બધું તેમના ચરણ છે અને તેમનું અનુકરણ કરવું, આજ્ઞા પ્રમાણે ચાલવું, તેના જેવું આચરણ કરવા પ્રયત્ન કરવો અથવા તેમના આચરણનું પ્રતિબિંબ પોતાના જીવનમાં પડે તે બધું સદ્ગુરુના ચરણની સેવા છે. અહીં એવો ભાવાર્થ અધ્યાહાર છે. શિષ્ય સદ્ગુરુના ચરણની સેવા ઉપરાંત પોતે યોગાનુયોગ પ્રાપ્ત બીજા સારા કર્મો કરી શકે છે. ફકત પોતાની આગ્રહ બુધ્ધિવાળા, અજ્ઞાન ભરેલા આગ્રહનો ત્યાગ કરી, તે સિવાય બીજા સત્કર્મો કરવાનો નિષેધ નથી.
ગાથામાં રહેલા બધા શબ્દોની વ્યાખ્યા લગભગ કરી લેવામાં આવી છે. અહીં એક ચૌભંગી પ્રગટ કરીએ છે.
(૧) સદ્ગુરુની સેવા, મતાગ્રહનો ત્યાગ અને શુભ કાર્યો કરવા.
(૨) સદ્ગુરુની સેવા, મતાગ્રહનો ત્યાગ અને શુભ કર્મોનો પણ ત્યાગ.
(૩) સદ્ગુરુની સેવા, મતાગ્રહ પણ પોતાનો અત્યાગ ઊભો રાખવો.
(૪) સદ્ગુરુની સેવાનો ત્યાગ અને મતાગ્રહનો અત્યાગ અને શુભાશુભ કર્મ કરવા.
આ ચૌભંગીમાં પ્રથમ ભંગ સર્વ શ્રેષ્ઠ છે જ્યારે બીજો ભંગ એટલો જ આદરણીય છે. જ્યારે બાકીના બે ભંગ ખરેખર વજર્ય છે અને ચોથો ભંગ તો સંપૂર્ણ અહિતકારી છે. સાધકે શુભ કર્મોની સાથે સદ્ગુરુના ચરણની સેવા કરવાનો સંકલ્પ હોય તો તે બાધા રૂપ નથી અસ્તુ.
નવમી ગાથામાં પરમાર્થ તે પામે અને નિજ પદને મેળવે, આમ બે ભાવ ક્રમિક બતાવ્યા છે અર્થાત્ પરમાર્થને (મેળવે) પામે અને નિજપદને ગ્રહણ કરે. આ બંને ક્રિયામાં સમયાંતર જેવું જ છે. પામવાની ક્રિયા અને ગ્રહણ કરવાની ક્રિયા તે એક જ વસ્તુની નજીકની બે અવસ્થાનું કથન કરે છે. જેમ કોઈ કહે કે હીરાલાલ ભોજનને પામી ગયો છે અને જમી રહ્યો છે. તો અહીં પ્રાપ્ત કરવું તે પૂર્વ ક્રિયા છે અને જમવું તે ઉત્તર ક્રિયા છે પરંતુ ઘણી વખત એવું બને છે કે પામ્યા પછી પોતાના પદમાં સ્થિર થતાં પહેલા સૂક્ષ્મ અંતર આવી શકે છે. એટલે જ અહીં યોગીરાજ કહે છે કે પરમાર્થને પામે અને નિજ પદનો લે લક્ષ. પરમાર્થને પામ્યા પછી નિજ પદને ગ્રહણ કરે તેમાં એક મોટું મૌલિક અંતર છે. તે સાધકને સમજવા જેવું છે. આપણે પૂર્વમાં કહી ગયા છીએ કે પરમાર્થ તે પર્યાય છે અને આવી પરમ પર્યાય જેમાંથી ખીલે છે તે આત્મદ્રવ્ય નિજપદ છે. અથવા અખંડ અવિનાશી આધાર તત્ત્વ છે. પરમાર્થ રૂપી પર્યાયનો સ્વાદ લીધા પછી અને પરમ અર્થનું આસ્વાદન કર્યા પછી હવે જીવ બધા ભેદ વિજ્ઞાનથી પરે થઈ અખંડ અભેદ એવા આત્મારૂપ નિજપદમાં સ્થિર થાય છે. આ જ આત્મપદ તેનું લક્ષ હતું. એટલે લક્ષની પણ અહીં
૧૪૧