________________
ગાથા - ૧૦ 'આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ;
'અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય T સિધ્ધિકારે સદગુરુની આવશ્યકતા છે. તે વાત સ્પષ્ટ કર્યા પછી સદ્ગુરુના લક્ષણ પ્રદર્શિત કરે છે કોઈ પણ લક્ષણ એકાંગી હોય છે. લક્ષણથી લક્ષણધારકનું અનુમાન થાય છે પરંતુ સમગ્ર તત્ત્વ લક્ષણમાં સમાવિષ્ટ થતું નથી છતાં લક્ષણ, તે એક પ્રકારની વ્યાપ્તિ છે. લક્ષણ બે પ્રકારના હોય છે. એક લક્ષણ એવા હોય છે કે જે દશ્યમાન હોવા છતાં પણ ત્યાં લક્ષણવંતની ઉપસ્થિતિ નિશ્ચિત હોતી નથી જ્યારે બીજા લક્ષણો એવા છે કે જ્યાં જ્યાં લક્ષણ છે ત્યાં ત્યાં અવશ્ય લક્ષણવંત ઉપસ્થિત હોય છે. આટલું કહ્યા પછી હવે આપણે સગુરુના જે લક્ષણો બતાવ્યાં છે તેના ઉપર ક્રમશઃ વિચાર કરીએ.
સરના લક્ષણ : અહીં મુખ્યત્વે સદ્ગના પાંચ લક્ષણ બતાવ્યા છે.
(૧) આત્મજ્ઞાન (૨) સમદર્શિતા (૩) ઉદયપ્રયોગ પ્રમાણે વિચરવું (૪) અપૂર્વવાણી. (૫) પરમ કૃત અર્થાત્ (પરમજ્ઞાન)
આ પાંચ તત્વો બહુમૂલ્યવાન છે. એક એક તત્વ અધ્યાત્મની ઉચ્ચશ્રેણીના પરિચાયિક તથા મહત્ત્વપૂર્ણ છે. તો પાંચે ગુણ અર્થાત્ પાંચે લક્ષણ એક સાથે જ્યાં વર્તતા હોય તે વ્યકિત કેટલી મહાન હોવી જોઈએ. જેમ કોઈ અમૃતફળ છે. આ ફળમાં ઉચ્ચ કોટિનું રૂપ, ઉચ્ચ કોટિનો રસ, ઉચ્ચ કોટિનો આકાર પ્રકાર અને ઉચ્ચ કોટિનું પરિણામ, ઉચ્ચકોટિના ગુણ. આ રીતે એક ફળમાં જો બધી ઉચ્ચતા હોય તો આ ફળ-કેટલું શ્રેષ્ઠ છે તે સમજી શકાય તેમ છે. જો કે આવા જડ પદાર્થ સાથે સરુની તુલના થઈ ન શકે પરંતુ સમજવા માટે ફકત બાહ્ય ઉદાહરણ આપ્યું છે. અહીં આપણે એક એક ગુણ ઉપર એક એક લક્ષણ ઉપર વિચાર કરતા પહેલા આ બધા લક્ષણો કેવી રીતે ઉદભવે છે? શું તે સહજ ભાવે પ્રાપ્ત થાય છે કે કાળક્રમનું પરિણામ છે? કઠિન સાધનાથી પ્રાપ્ત થાય છે કે બહુજ મોટી તપસ્યાનું ફળ છે કે કોઈ ઈશ્વરીય કૃપા છે? આ બધા ગુણોનો વિકાસ થવો અને એક જ અધિષ્ઠાનમાં બધાનો સંગમ થવો તેમાં નિશ્ચિત કારણોની અપેક્ષા છે. વળી આ ગુણો એક બિંદુથી વિકસિત થઈ તારતમ્ય ભાવે વિશાળ માત્રામાં પણ વિકાસ પામે છે. સદ્દગુરુના ગુણો કે લક્ષણો શું અંતિમ પરાકાષ્ઠાવાળા છે કે મધ્યસ્થ ભાવવાળા છે કે તેનો શુભારંભ થયો છે? કારણ કે લક્ષણ પણ ક્રમશઃ શૂન્યમાંથી પ્રગટ ક્રમશઃ થઈ એક નિશ્ચિત રૂ૫ પ્રાપ્ત કરે છે. જેમ લીંબડાની લીંબોળી પ્રથમ કડવી હોય છે. તો તે એક દિવસમાં મીઠી થતી નથી પરંતુ મીઠાશનો પરિપાક થયા પછી તે મધુર બની જાય છે. અને ત્યારે સોળ કળાએ તેના લક્ષણો પણ પ્રગટ થાય છે. પરંતુ આ માધુર્યની ઉત્પતિ ક્રમથી એક અંશથી આરંભ થઈ વિકાસ પામી છે અસ્તુ. અહીં આપણે બંને પ્રશ્નોના સમાધાન આપવા પ્રયાસ કરશું. (૧) લક્ષણના વિશેષ કારણો, (૨) તેના લક્ષણની પરિપકવતા. આ બંને પ્રશ્રો ઉપર ટૂંક ચિંતન કરી ક્રમશઃ આ ગુણોના ભાવાર્થને વિસ્તારથી વિચારશું.
લાલા લજપ