Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ધર્માસ્તિકાયનો શાશ્વત અંશ દ્રવ્ય રૂપે નિરંતર વર્તે છે જ્યારે તેની ક્રિયાશીલતા અભાવાત્મક છે. અર્થાત્ આ દ્રવ્ય પોતા તરફથી કશુ કરતું નથી. પરંતુ બીજા દ્રવ્યની ક્રિયાશીલતાનો આધાર બને છે. એ રીતે ધર્માસ્તિકાય નિષેધાત્મક ભાવે ક્રિયાશીલ છે. અહીં આપણે પદાર્થના મૂળ સ્વરૂપને સ્પર્શ કરીએ છીએ, ત્યારે ક્રિયાશીલતા અને પરિર્વતન છોડીને કોઈપણ દ્રવ્યમાં સતુ શકિત સ્પષ્ટ દેખાય છે. વેદાંતમાં પણ કહ્યું છે કે સત્ અને રૂપ બંને સનાતન છે. કોઈ પણ પદાર્થ સિધ્ધાંતના આધારે જ અસ્તિત્ત્વ ધરાવે છે અને પરિણામ પણ પ્રગટ કરે છે. તો સત્ તે પદાર્થની મૌલિક શકિત છે. સથી સત્ય બન્યું છે. સત્ય શબ્દમાં બને તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સત્ અને રૂપ, દ્રવ્ય અને તેની ક્રિયા, બન્ને માટે સત્ય બોલાય છે. આ સત્ય સાર્વભૌમ છે. અણુ અણુમાં સમાયેલું છે અને તે કયારેય પોતાના સિધ્ધાંતનો ભંગ કરતું નથી. એટલા માટે જ શંકરાચાર્યજીએ ઉપનિષદની ટીકામાં સત્યની વ્યાખ્યા કરતા કહ્યું છે કે વિમ્ તાવત્ સત્યમ્ ?
ના મવરિત્વમ્ સત્યમ્ | અર્થાત્ સ્વયં પૂછે છે કે સત્ય શું છે? જે પરિણામની સાથે દોષનું સેવન ન કરે અથવા પરિણામમાં દગો ન કરે, તે સત્ય છે. નિશ્ચિત કાર્યનું નિશ્ચિત ફળ હોય તે સત્ય છે. આમ સથી સત્ય શબ્દ બન્યો છે અને એ જ રીતે સત્ શબ્દથી સત્તા શબ્દ પણ બન્યો છે. સત્તા અર્થાત્ પદાર્થનું અસ્તિત્ત્વ. સત્તાના બે પ્રકાર છે. ક્ષણિક સત્તા અને શાશ્વત સત્તા પરંતુ બન્નેમાં અસ્તિત્ત્વ તો છે જ. જે લોકો સંસારને મિથ્યા કહે છે, તે પરિણામની દષ્ટિએ કહે છે. વાસ્તવિક સંસારનું પણ ક્ષણિક અસ્તિત્ત્વ છે. બુદ્ધ દર્શનમાં ફકત ક્ષણિક સત્તા જ માનવામાં આવી છે. શાશ્વત સત્તાનો સ્વીકાર કર્યો નથી પરંતુ એ નિશ્ચિત થયું કે સત્તામાં પણ સત્ છે.
એ જ રીતે સતુથી સત્ય શબ્દ પણ બન્યો છે. સત્ત્વ શબ્દથી બન્ને પ્રકારનો બોધ થાય છે. સત્નો ભાવ, સનું શાશ્વતપણું અને બીજો સત્ત્વનો અર્થ સાર તત્ત્વ થાય છે. જેમાં સાર તત્ત્વ છે. નિશ્ચયાત્મક સક્રિય પરિણામ છે. અથવા જે સંપૂર્ણ રીતે ગુણાત્મક છે તેને સત્ત્વ કહે છે. જેમ દૂધમાં ધૃત-ઘી તત્ત્વ છે, માટીમાં અન્ન તે તત્ત્વ છે, દેહમાં આત્મા તે તત્ત્વ છે. આત્મામાં જે શુધ્ધ ભાવ છે તે સત્ત્વ છે. અને શુધ્ધ ભાવોમાં જે શાંતિ છે તે સત્ત્વ છે. આમ સારભૂત તત્ત્વો બધા સત્ત્વમાં આવે છે.
સની આટલી વિસ્તૃત વ્યાખ્યા કર્યા પછી આ સતુ શબ્દ ગુણ સાથે પણ જોડાય છે ત્યારે ગુરુ પણ સગુરુ બની જાય છે. ત્યાં ગુરુ કરતા સનું મહત્ત્વ વધારે છે. જેમ જ્ઞાનીમાં જ્ઞાનનું મહત્ત્વ છે, તેમ ગુરુમાં સનું મહત્ત્વ છે. સત્ ન હોય તો ગુરુની ગરિમા ઓછી થઈ જાય છે. આ સત્ ગુરુમાં શું વિશેષતા લાવે છે? અહીં ! સત્ના દર્શન થયા પછી ગુરુ સ્વયં પ્રમોદ ભાવમાં રમણ કરી શાંતિ સાગરમાં તરે છે. એટલું જ નહિ પણ આ સત્ના દર્શન કરાવવા માટે તેનું હૃદય કરુણાથી ઉભરાય છે, આ એક પ્રકારની જ્ઞાનાત્મક કરુણા છે. સત્ એટલે શાશ્વત સિધ્ધાંતોનો જેણે સ્પર્શ કર્યો છે તે ગુરુ બની ગયા છે અને આવા કૃપાળુ સદ્ગુરુ કલ્યાણની સાથે બીજા જીવોને સાચું માર્ગદર્શન આપી શકે છે પરંતુ આનો અર્થ એવો નથી કે સદ્ગુરુ કોઈને તારી શકે ? સદગુરુ શરણમાં જે આવે છે, તેનું ઉપાદાન પણ વિશુધ્ધ હોવું જોઈએ અને ઉચ્ચ કોટિનો પુણ્યોદય પણ હોવો જોઈયે. પુણ્યોદય પણ બે પ્રકારનો છેઃ એક પુણ્યનો ઉદય સાંસારિક પાપબંધના સાધનો પૂરા પાડે છે. જ્યારે બીજો પુણ્યનો ઉદય ઉચ્ચ કોટિના મહાપુરુષોનો સમાગમ
ના ૧૬૨