________________
સુધી મર્યાદિત નથી. પરમશ્રુતમાં પરમદર્શનનો સમાવેશ છે. જો પરમદર્શન થાય તો જ પરમશ્રુત થઈ શકે તેથી પરમશ્રુતની વ્યાખ્યા વ્યાપક દૃષ્ટિએ લેવાની છે. અસ્તુ.
અહીં આપણે સદ્ગુરુના પાંચેય લક્ષણ પર ઊંડાણથી વિવેચન કર્યું છે. તો એક પ્રશ્ન એ છે કે શું સદ્ગુરૂમાં પાંચે ય લક્ષણ બરાબર હોવા જોઈયે ? કે તેમાં ક્રમશઃ એક કે વધારે બે ત્રણ ચાર ઈત્યાદિ લક્ષણો ઉપસ્થિત હોય તો પણ તે શું સદ્ગુરુ પદને પ્રાપ્ત કરે છે ? વસ્તુતઃ આ પ્રશ્ન અપેક્ષાતીત છે કારણ કે આ બધા લક્ષણો ઓછાવત્તા અંશે એક બીજાથી સંકળાયેલા છે. સ્પષ્ટરૂપે કોઈ લક્ષણ ઓછું હોય તો પણ પરોક્ષ રીતે તેમનું અસ્તિત્ત્વ હોવું જોઈએ. કેટલા લક્ષણ હાજર છે તે સદ્ગુરુ બોલતા નથી, પરંતુ દેષ્ટાના જ્ઞાન ઉપર તેનો આધાર છે. જે વ્યકિત સદ્ગુરુના દર્શન કરે છે, તેને સહજભાવે આ બધા સુલક્ષણોનો પ્રતિભાસ થાય છે.
ગુરુ પદ જ મહાન છે. તો તેમાં સદ્ગુરુ શબ્દ જોડવાથી શું વિશેષતા આવે છે તે ઉપર થોડો દષ્ટિપાત કરીયે. વસ્તુતઃ સદ્ગુરુના વિપર્યયમાં અસદ્ગુરુ જ હોય તેમ સમજવાનું નથી. કારણ કે અહીં આ ગુરુપદની ત્રણ ભૂમિકા છે. અસદ્ગુરુ, ગુરુ અને સદ્ગુરુ.
વ્યાકરણનો એક સામાન્ય નિયમ : કોઈપણ દ્રવ્યમાં કે ભાવમાં વિધિવાચક કે ગુણવાચક વિશેષણ જોડવામાં આવ્યું હોય તો તેનાથી વિપરીત બીજા અન્ય પદાર્થમાં તેનો અભાવ સૂચિત છે પરંતુ આ અભાવ સામાન્ય ધર્મવાળો પણ હોય છે અને વિરોધ ધર્મનો પણ સૂચક હોય છે. ઉદાહરણ રૂપે, જેમ આ વ્યકિત સજ્જન છે. તો બીજા વ્યક્તિમાં દુર્જનતાનો આભાસ કરવો તે યોગ્ય નથી. કદાચ તે સજ્જન ન હોય તો સામાન્યજન હોય છે અથવા દુર્જન પણ હોય છે. અભાવસૂચક શબ્દ અભાવનો પણ બોધ કરે છે અને પ્રતિયોગીનો પણ બોધ કરે છે. આવી સ્થિતિમાં ત્રણ ભૂમિકા સહજ સ્પષ્ટ થાય છે. જેમ રસવાન, નિઃરસ અને ખરાબ રસ આમ ત્રણ ભૂમિકા થાય છે. અસ્તુ.
અહીં પણ ગુરુપદ અસદ્ગુરુ, ગુરુ અને સદ્ગુરુ આ ત્રણ ભૂમિકામાં વિભકત કર્યા પછી અસદ્ગુરુ તે હાનિકારક પણ હોઈ શકે છે અને પાપ બંધનમાં નિમિત્ત બની શકે છે. જ્યારે સામાન્ય ગુરુ તે ઉપકારી છે અને પોતે નમ્રભાવે સદ્ગુરુના ચરણમાં પહોંચવા માટે નિમિત્ત પણ બની શકે છે. જ્યારે સદ્ગુરુ તે પ્રત્યક્ષ ઉપકારી બને છે. અહીં સિધ્ધિકા૨ે સદ્ગુરુ શબ્દનો પ્રયોગ કર્યો છે, અને તે સદ્ગુરુ પણ બહુજ ઊંચી ભૂમિકા ધરાવતા પંચ લક્ષણથી સુશોભિત છે તેવો ભાવ પ્રગટ કરી સદ્ગુરુની ઓળખાણ કરાવે છે, સદ્ગુરુનો પરિચય આપે છે અને પૂર્વની ગાથામાં સદ્ગુરુ વિષે જે શબ્દો કહ્યા છે તેના અનુસંધાનમાં સદ્ગુરુની ઉત્તમ વ્યાખ્યા કરી છે.
‘સત્ની વિશેષતા : અહીં ગુરુ સાથે સત્ શબ્દ જોડતા સદ્ગુરુ બને છે. આ સત્ તે શું છે ? આ સત્ શબ્દ સાધારણ શબ્દ નથી. સમગ્ર ભારતીયદર્શનનો અને ભારતીય સંસ્કૃતિનો આધારભૂત શબ્દ છે. કોઈપણ દ્રવ્ય કે પદાર્થમાં બે અંશ મુખ્ય છે. ધ્રુવઅંશ અને ક્રિયાઅંશ. ક્રિયાઅંશ બે ભાગમાં વિભકત છે. ઉત્પતિ અને લય. જ્યારે ધ્રૌવ્ય અંશ છે તે શાશ્વત છે. જેને પદાર્થની ધ્રુવશકિત કહી શકાય.
વિશ્વના કોઈ પણ દ્રવ્યોમાં શાશ્વત સ્થિતિ અને ક્રિયાશીલતા, આ બે અંશ ઘટિત થાય છે. પદાર્થની ક્રિયાશીલતા કયારેક વિધિરૂપ હોય અને કયારેક નિષેધાત્મક પણ હોય છે. જેમ
૧૬૧