________________
પરિણમન થાય છે. અહીં પદાર્થ તો નિમિત્ત જ છે. પરંતુ પદાર્થના આધારે ઉદ્ભવેલી ભૂતકાલિન કર્મચેતનાનો સંસ્કાર આવા વિપરિણમનમાં ઉપાદાન બને છે. અસ્તુ.
અહીં આપણે ઉપકાર અને ઉપકારીની વાત કરતા હતા. નિમિત્ત કારણ તો ઉપકારી છે જ. પરંતુ એથી વધારે ઉપકારી પોતાનું શુધ્ધ ઉપાદાનનું પરિણમન છે. જેને આપણે સ્વપદે અરિહંત અને પરપદે અરિહંત તથા સ્વપદે સિધ્ધ અને પરપદે સિધ્ધ કહીએ છીએ. પરપદે અરિહંત તે અરિહંતપણે વિચરણ કરી રહ્યા છે, તેવા અરિહંત ભગવાન અને સ્વપદે અરિહંત એટલે તમારા આત્માની અંદર જે અપ્રગટ રૂપે અસ્તિત્ત્વ ધરાવે છે. સાક્ષાત્ અરિહંતનું સ્મરણ કરવાથી સ્વપદે અરિહંત બિરાજમાન છે, તેનું પણ સ્મરણ થાય છે. આમ અરિહંત ભગવાનનો જે ઉપકાર છે તે બને અરિહંત ભગવાનનો ઉપકાર છે. બાહ્ય ક્ષેત્રમાં વિચરતા અને આંતરિક ક્ષેત્રમાં વિચરતા, એ જ રીતે સિધ્ધ ભગવાનનું સ્મરણ કરતા સિધ્ધત્ત્વના પર્યાયો દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાએ પરિણામ પામે છે. અહીં ઉપકાર કઈ રીતે થાય એનું ઊંડાઈથી વિવેચન કરવામાં આવ્યું છે. નિમિત્તભાવે ઉપકારી અને ઉપાદાન ભાવે ઉપકારી. ઉપકાર શબ્દ આ રીતે પરસ્પર બે દ્રવ્યોની સમ પરિણતિની વ્યાખ્યા છે. શું દૂધમાં નાંખેલી સાકર દૂધ ઉપર ઉપકાર કરે છે કે દૂધ સાકર ઉપર ઉપકાર કરે છે ? વ્યવહાર દષ્ટિએ કહેવું જોઈએ કે સાકર નાંખવાથી દૂધ મીઠું થઈ ગયું, જ્યારે આંતરિક દષ્ટિએ દૂધનું પોતાનું પરિણમન થયું છે. કેરોસીનમાં નાંખેલી સાકર વિફળ થઈ જાય છે. કુપાત્ર ઉપર ઉપકાર થઈ શકતો નથી. અંતે દૂધ અને સાકરનું જે સમ પરિણમન થયું છે તે જ ઉપકારનો અર્થ છે. ઉપકાર કોઈ બહારની લાદેલી વસ્તુ નથી. જેમ પુતળા ઉપર રંગ ચડાવ્યો હોય તો તેની શોભા વધે છે. પરંતુ આ ઉપકાર તેવી જાતનો નથી.
અહીં ઉપકારનો અર્થ શુધ્ધ ઉપાદાનનું પરિણમન છે અને તેમાં નિમિત્તભાવે જે સમાવિષ્ટ છે, તે ઉપકારી તત્ત્વમાં ભકિતરૂપે ગણાય છે. આટલી વ્યાખ્યા થવાથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરી શકતું નથી તેનો પણ ઉત્તર આવી જાય છે. અને નિમિત્તનું કાર્યક્ષેત્ર કેટલું છે તેનો પણ જવાબ મળી રહે છે. જિનેશ્વર ભગવાન પરમ ઉપકારી છે, તેમ કહ્યું છે અને સાધકે લક્ષ પણ રાખવાનું છે, તેવી પ્રેરણા આપેલી છે. પરંતુ વસ્તુતઃ સાધકની આ દષ્ટિ જ ઉપકારી છે. કોઈ ભકત મંદિરમાં પ્રવેશ કરે છે અને તેને જ્ઞાન છે કે આ મહાવીરસ્વામીની મૂર્તિ છે, વંદનીય છે ઈત્યાદિ, જ્ઞાનના આધારે જ તે વ્યકિતનું પરિણમન થાય છે. પરંતુ એ મંદિરમાં કોઈ અજ્ઞાની, નાસ્તિક, કૂતરો કે જાનવર જાય, જેને જ્ઞાન નથી કે આ ભગવાનની મૂર્તિ છે, તો ત્યાં આ મૂર્તિ તેનો કશો ઉપકાર કરી શકતી નથી. હકીકતમાં, મૂર્તિ તો નિમિત્ત માત્ર છે. પણ તત્ સંબંધી સાચું જ્ઞાન જ ઉપકારી છે.
“કાર' શબ્દની ક્રિયાવાચકતા : સાધારણ વ્યવહારમાં કોઈ વ્યકિત બીજાને સહાયતા કરે તેને ઉપકાર માનવામાં આવે છે અને આવી રીતે આધ્યાત્મિકક્ષેત્રમાં, ભગવાન, ગુરુ કે શાસ્ત્રનો પણ ઉપકાર માનવામાં આવે છે. હકીકતમાં ઉપકાર તે પરક્રિયા નથી, પરંતુ પોતાની સ્વક્રિયા છે. કાર શબ્દ ક્રિયાવાચક છે. “ચિત્તે વિવિત ત ાર' અર્થાત્ જેમાં કંઈક કરાય છે, કરવાનું છે, કરવાની પ્રેરણા મળે છે એ બધી કાર શકિત છે. આ ક્રિયાત્મક શકિત પદાર્થની પોતાની છે. જીવંત વ્યકિતમાં બુધ્ધિપૂર્વક આ ક્રિયા થતી હોય છે. જ્યારે સામાન્ય જીવોમાં સંસ્કારવશ થતી હોય છે
૧૬૭ =
[1
: