Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નિર્ણય હોય અને જડ-ચેતનનું સ્પષ્ટ ભેદ જ્ઞાન થયા પછી, જેણે ચૈતન્યનું શાશ્વત સ્વરૂપ સ્વીકાર્યું હોય તેવું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. આથી ભૂલવું ન જોઈયે કે સમ્યજ્ઞાન અને સત્યજ્ઞાનમાં તત્ત્વ દષ્ટિએ મોટું અંતર છે. સત્યજ્ઞાન પણ જરૂરી છે, પરંતુ તે વ્યવહારિક છે. જ્યારે સમ્યજ્ઞાન તો નિતાંત જરૂરી છે અને જે નિશ્ચયાત્મક શુધ્ધ તત્ત્વનો સ્પર્શ કરનારું છે.
અહીં આપણે એક ચૌભંગીનો વિચાર કરીએ, તેથી વધારે સ્પષ્ટ થશે :(૧) સત્યજ્ઞાન પણ અને સમ્યગુજ્ઞાન પણ છે. (૨) સત્યજ્ઞાન નથી પણ સમ્યજ્ઞાન છે. (૩) સત્યજ્ઞાન છે પણ સમ્યગુજ્ઞાન નથી. (૪) સત્યજ્ઞાન નથી અને સમ્યકજ્ઞાન પણ નથી.
ઉપરના બે ભંગ યર્થાથ છે આવશ્યક છે અને આત્માર્થને પ્રાપ્ત કરાવનારા છે. ત્રીજો ભંગ વ્યવહાર દષ્ટિએ ઉપકારી છે. જ્યારે ચોથો ભંગ બધી રીતે હાનિકારક છે.
ઉદાહરણ : (૧) એક સમ્યગુજ્ઞાની જીવ દોરડીને દોરડી જાણે છે ને સાપ ને સાપ જાણે છે. ત્યાં બન્નેની હાજરી છે. (૨) એક સમ્યગુદષ્ટિ જીવ ભૂલથી રસ્સીને સાપ સમજે કે સાપને રસ્તી સમજે તો સમ્યજ્ઞાન છે, પણ સત્ય જ્ઞાન નથી. (૩) એક વ્યકિત દોરીને દોરી સમજે ને સાપને સાપ સમજે, પરંતુ તે વ્યકિત મિથ્યાષ્ટિ છે. અર્થાત્ તેનું સમ્યગુજ્ઞાન નથી. સત્યજ્ઞાન છે. (૪) કોઈ વ્યકિત મિથ્યાદષ્ટિ છે અને અપ્રમાણભૂત જ્ઞાનનું સેવન કરે છે.
આટલા ઉદાહરણથી સ્પષ્ટ થઈ જાય છે કે સમ્યગું જ્ઞાન છે અને સત્યજ્ઞાન શું છે ? હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. સગુરુના આ પાંચમા લક્ષણમાં શ્રુતજ્ઞાન પણ કહ્યું છે અને પરમકૃત પણ કહ્યું છે. પરમકૃત'માં સમ્યકશ્રુતનું ગ્રહણ થાય છે. સમ્યકક્ષત એટલે સાધકને શાસ્ત્ર સંબંધી ઘણું વિશાળ જ્ઞાન પણ હોઈ શકે છે અથવા બધા શાસ્ત્રો અને પ્રવચન સાંભળ્યા પછી જેણે આત્મતત્ત્વનો નિર્ણય કર્યો છે, તેવું સમ્યફ શ્રુત હોઈ શકે છે. શ્રુતજ્ઞાનનો સામાન્ય અર્થ શાસ્ત્રજ્ઞાન થાય છે અને ઉચ્ચ કોટિના બધા શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન થયા પછી, તેવા સમ્યગુદષ્ટિ આચાર્યો, ઉપાધ્યાયો કે ગણધરોને શ્રુતકેવળી કહ્યા છે. શ્રુતજ્ઞાન વિસ્તારથી પ્રાપ્ત થયા પછી કેવળ જ્ઞાનની પદવી પ્રાપ્ત કરે છે. એક અક્ષરનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન કહેવાય અને સમગ્ર શાસ્ત્ર કે ચૌદપૂર્વનું જ્ઞાન પણ શ્રુતજ્ઞાન કહેવાય. અસ્તુ.
અહીં કૃપાળુ ગુરુદેવે પરમશ્રતની વાત કરી છે. તો સમ્યફ શ્રુતજ્ઞાનમાં આ પરમશ્રુતજ્ઞાન શું છે ? શું સમ્યકશ્રુતજ્ઞાનના પણ બે ભેદ છે? વસ્તુતઃ બે ભેદ નથી પણ એક જ દ્રવ્યમાં સાર તત્ત્વો પ્રકૃત્તિએ મૂકયા છે. દૂધ બધું દૂધ છે, પરંતુ મલાઈ તે દૂધનો સાર છે. બધી ધાતુ તે ધાતુ છે પણ સોનુ તે ધાતુની એક ઉત્કૃષ્ટ અવસ્થા છે. કોઈપણ વસ્તુમાં તેનું જે સત્ત્વ છે, તે સાર તત્ત્વ છે. આનો અર્થ એવો નથી કે સત્ત્વ રહિત બીજો ભાગ નિરર્થક છે. સમ્યકકૃતમાં પરમશ્રત છોડીને બાકીનું શ્રત નિરર્થક છે, તેમ કહેવાનો ભાવ નથી. પરંતુ ઉપર કહેલા ઉદાહરણથી સમજાય છે કે જ્ઞાનમાં પણ એવું સાર તત્ત્વ છે, જેમ શેરડીને જોઈએ ત્યારે આખી શેરડી સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ માણસ જ્યારે તેનો રસ મેળવે છે ત્યારે તેનો વિશેષ સ્વાદ આવે છે. આ જ રીતે જ્ઞાન તત્ત્વોમાં ઘણા ઉદાહરણ, ધર્મકથાઓ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સૂક્ષ્મ વિસ્તારો અને વર્ણનો
હારાણા ૧૫૮ ઘા