Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પોતાના ગુણ પ્રગટ કરે છે તે જ રીતે આત્મદ્રવ્ય પણ સ્વતંત્ર રીતે પોતાના ગુણોથી સુશોભિત છે. એટલે ફૂલને રંગવાની જરૂર નથી. આમ આત્મા પણ અપૂર્વ ગુણોથી પરિપૂર્ણ છે. જેમ માણિકય પોતાના ઉપાદાન ગુણોથી મૂલ્યવાન છે. કંકર તેનો શું ઉપકાર કરી શકે? કાંકરાને કદાચ માણેકની ગરજ હોય, પરંતુ માણેકને કાંકરાની ગરજ નથી કારણ કે તે સ્વતઃ સ્વયં બહુમૂલ્ય છે.
(૨) જન્મ જન્માંતરમાં આ જીવે ફકત બાહ્યભાવે સુખ દુઃખનું વેદન કર્યું છે તેને ખબર નથી કે આ બધા ભાવોથી દૂર સુખાતીત કે દુખાતીત એવા વિશુધ્ધ, અભેદ્ય અછે પરિણામોનાં આધારભૂત આત્મા સ્વયં જન્મ મરણથી પર છે. પરંતુ પોતાનું સ્વરૂપ જાણ્યા વિના દેહની સાથે અવતરણ પામ્યા કરે છે. જન્મ મૃત્યુથી વિમુકત એવી અનંત જ્ઞાનીઓએ અનુભવેલી અપૂર્વદશા તે જીવની પોતાની મોટી સંપતિ છે. અસ્તુ.
અહીં આપણે આત્મતત્ત્વ વિશે મહાત્માઓના સંવાદની એક બે વાતો લખી જે જીવને માટે અપૂર્વ વાત છે અને જે સાધક શ્રેણીએ ચઢેલ છે તેને માટે પણ અપૂર્વ છે. જ્યારે સદગુરુની આ વાત સાંભળે છે, ત્યારે વકતાની સાથે શ્રોતાઓ પણ આનંદરસમાં ડૂબી જાય છે. તાત્કાલિક એક પ્રકારની મુકિતનો અનુભવ કરે છે. આવી છે સદ્ગની અપૂર્વ વાણી.
અપૂર્વ વાણીનો બીજો અર્થ એ પણ છે કે સદ્ગુરુ જે વાણી ઉચ્ચારે છે તેનું ઔજસ જ નિરાળું છે જે અપૂર્વ છે. અપૂર્વનો અર્થ આશ્ચર્યજનક પણ થાય છે અલૌકિક પણ થાય છે. આમ સગુરુની વાણીમાં નિર્મળ નિરાળાપણું છે તેથી જ તેની વાણી અપૂર્વ બની જાય છે. ઘણાં માણસો બોલે છે તેનાથી નિરાળી તલસ્પર્શી આત્માનુભૂતિ કરાવે તેવી રસમયવાણી અપૂર્વ વાણી કહેવાય છે. આપણે પૂર્વમાં કહી ગયા તેમ વાણી એક વચનલબ્ધિ છે અને આ લબ્ધિના તારતમ્ય ભાવે અને પુણ્યના પ્રભાવથી હજારો પ્રકાર હોય છે. જેમાં એવા ઘણાં પ્રકારો છે જે સામાન્યજનોને ઉપલબ્ધ હોતા નથી. આવી વિશિષ્ટ લબ્ધિ તે અપૂર્વલબ્ધિ ગણી શકાય. વચનલબ્ધિ તે પુણ્યનો યોગ છે અને આ લબ્ધિમાં જે અલૌકિક વિશેષતા હોય ત્યારે તે મહાપુણ્યનું ફળ હોય છે. આવી લબ્ધિ જીવને કયારે થાય? જે જીવે પૂર્વમાં વચનલબ્ધિનો દુરુપયોગ કર્યો નથી અને સર્વચન દ્વારા અન્ય જીવોને પરમ શાતા ઉપજાવી છે, તેવા નિર્દોષ, નિષ્કલંક પુણ્યના સમૂહથી વચનલબ્ધિ પ્રાપ્ત થાય છે. તેને કેટલાક વચનસિધ્ધિ પણ કહે છે. જો કે અહીં ચમત્કારી વાણીનું વર્ણન નથી. પરંતુ નિર્દોષ અને જીવને ભવચક્રમાંથી ઉગારે તેવી વચનલબ્ધિની વાત છે. આ વચનલબ્ધિ તે જ અપૂર્વ વાણી છે અસ્તુ. અહીં આપણે આ ચોથા લક્ષણની ઊંડાઈથી ચર્ચા કર્યા પછી પાચમાં લક્ષણનો સ્પર્શ કરશું જેમાં પરમકૃતનો ઉલ્લેખ છે. આમ પાંચે લક્ષણોમાં અંતિમ લક્ષણ તે પરમકૃત છે. પરમશ્રતની પ્રાપ્તિ થવી તે વિશેષ પ્રકારના જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી ઉદભવે છે. શ્રત તો શ્રત જ છે. પરંતુ તેના સહયોગી તત્ત્વોથી તે ઉચ્ચ કક્ષાનું કે નીચ કક્ષાનું બને છે. જેમ મિથ્યાત્વની હાજરી હોય તો મિથ્યાશ્રુત બને છે અને સમ્યગુદર્શનની હાજરી હોય તો સમ્યકશ્રુત બને છે. પરંતુ સમ્યગદર્શનની હાજરી પછી ચારિત્રમોહનીય કર્મોનો ક્ષયોપશમ થતાં અધ્યાત્મ પરિણામોમાં નિર્મળતા ઉદભવે છે. અને આવી નિર્મળતાના સહયોગમાં શ્રત તે પરમશ્રુત બને છે. પરમકૃતમાં ત્રિવેણી સંયોગ છે.
(૧) જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ (૨) મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ, ઉપશમ
૧પ૬
,