Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કે ક્ષય (૩) ચારિત્રમોહનીય કર્મનો વિશેષ પ્રકારનો ક્ષયોપશમ
આ રીતે ત્રિવેણી સંગમ અર્થાત્ સમ્યજ્ઞાનના પરિણામ, સમ્યગુદર્શનના પરિણામ, ભાવચારિત્રની ઉપલબ્ધિ. આ ત્રિયોગ થતાં જે જ્ઞાન ઉદ્ભવે છે તે પરમશ્રત કહેવાય છે. સમ્યક -કૃતમાં ચારિત્રમોહનીયનો ઉદય હોવાથી એમના જ્ઞાનમાં પણ સ્થિરતા આવતી નથી. જ્યારે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થતાં ભાવ શુદ્ધિના કારણે સમ્યગુજ્ઞાનમાં સ્થિરતા આવે છે, કારણ કે અહીં રાગ-દ્વેષ રૂપી બંને અશાંતિજનક તત્ત્વો નિર્બળ બન્યા છે. એટલે સદ્ગુરુને પરમકૃતની સહજ રીતે ઉપલબ્ધિ થાય છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે વિતરાગ ભાવોની લહેર આવતાં સાધક સ્થિતપ્રજ્ઞ બને છે. સ્થિતપ્રજ્ઞનો અર્થ છે સ્થિરપ્રજ્ઞા. તે જ રીતે પરમશ્રતનો અર્થ છે જ્ઞાનમાં અપૂર્વ સ્થિરતા અને સાથે સાથે પરમતત્ત્વનો પ્રકાશ થાય તેવી વિશેષ લબ્ધિવાળું શ્રુતજ્ઞાન ઉદ્ભવે છે.
(૫) પરમશ્રુત ઃ હવે આપણે પરમશ્રુત વિશે ઊંડું ચિંતન કરી, શ્રત તે શું છે ? તેનું પર્યાલોચન કરશું. શ્રુત શબ્દનો અર્થ સાંભળેલું તેવો થાય છે. ભગવાનની વાણી સાંભળ્યા પછી જે કોઈ જ્ઞાન ઉદ્ભવ્યું તે બધું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન તે અક્ષરજ્ઞાન છે. શાસ્ત્રોમાં અક્ષરજ્ઞાનના બે ભેદ કહ્યાં છેઃ દ્રવ્ય અક્ષર અને ભાવ અક્ષર. ભાવ અક્ષરના પણ બે ભેદ કર્યા છે, લબ્ધિ અક્ષર અને ઉપયોગ અક્ષર, ઉપયોગ અક્ષરના પણ પુનઃ બે ભાવ દષ્ટિગોચર થાય છે, એક અક્ષરનું જ ઉપયોગ જ્ઞાન અને એક અક્ષરનું અર્થ જ્ઞાન. આમ ઉપયોગ અક્ષર, અક્ષર ઉપયોગ, અક્ષર અર્થ, અર્થાત્ ઉપયોગ અક્ષર, અક્ષરને અને અક્ષરના અર્થ બંનેને વિષય બનાવે છે. અસ્તુ. અહીં આટલી ટૂંકી ભૂમિકા કર્યા પછી સદ્ગુરુના પાંચમાં લક્ષણરૂપ પરમશ્રુત વિશે સટીક વર્ણન કરશું.
સિધ્ધિકારે અહીં શ્રુતજ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે, ત્યારે સહજ રીતે સમ્યફ–કૃત લેવું જોઈએ. જ્ઞાનની દશાનો આધાર દર્શન છે. જો મિથ્યાદર્શન હોય તો જ્ઞાન મિથ્યા બની જાય છે, અને સમ્યગદર્શન હોય તો જ જ્ઞાન સમ્યક બને છે.
અહીં બહુજ મહત્વપૂર્ણ ખુલાસો : સાધારણ જાણકારોને એ ખબર હોતી નથી કે જેને -દર્શનમાં સમ્યગદર્શન અથવા સમ્યજ્ઞાન શા માટે કહ્યું છે? સાધારણ વ્યવહારમાં સત્યજ્ઞાનને મહત્ત્વ અપાય છે. સત્યજ્ઞાન એટલે સાચું જ્ઞાન, અર્થાત્ પ્રમાણભૂત જ્ઞાન. તો અહીં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું સમ્યગ્રજ્ઞાન અને સત્યજ્ઞાન એક જ તત્ત્વ છે ? કે બન્નેમાં કંઈક ભિન્નતા છે ? દર્શનશાસ્ત્રોમાં કે પ્રમાણશાસ્ત્રોમાં સત્યજ્ઞાનને જ પ્રમાણજ્ઞાન કહ્યું છે. સત્ય ન હોય તેવું જ્ઞાન અપ્રમાણજ્ઞાન છે. જ્યારે અધ્યાત્મશાસ્ત્રમાં આ વ્યાખ્યા બરાબર લાગુ પડતી નથી. બધુ સત્ય જ્ઞાન સમ્યગુજ્ઞાન હોતું નથી. વ્યવહારમાં જે કાંઈ વિદ્યાઓ છે અને જે કાંઈ કલાનું જ્ઞાન છે અથવા આયુર્વેદિક સિધ્ધાંતો છે કે વૈજ્ઞાનિક સિધ્ધાંતો છે, તે બધા સત્યજ્ઞાન હોવા છતાં તેને સમ્યગું જ્ઞાન કહેવામાં આવતું નથી. તત્કૃણ જે જ્ઞાનની પર્યાય થાય તે વિષયને સ્પષ્ટ કરે છે કે
સ્પર્શ કરે છે પરંતુ તે આત્મલક્ષી ન હોવાથી પરંપરાની દષ્ટિએ વિભાવજનક હોવાથી તે જ્ઞાન સમ્યગુજ્ઞાન બનતું નથી. સમ્યગુજ્ઞાનનો અર્થ એ છે કે વર્તમાનમાં સાચી જાણકારી હોય કે કોઈ ભૂલભરેલું જ્ઞાન હોય, પરંતુ તે પરિણામલક્ષી આત્માર્થને સ્પર્શ કરતું હોય પદાર્થનો સૈકાલિક
- ૧પ૭.