Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
(ર) ગુરુ તત્ત્વ : ગુરુ શબ્દ એ ભારત વર્ષનો સુપ્રસિધ્ધ અને ઘટઘટ વપરાતો શબ્દ છે. ગુરુ પછી સદ્ગુરુ શબ્દ પણ ઉદ્ભવ્યો છે અને ત્યાર બાદ કેટલાક આચાર્યોએ પોતાની દુકાન ધરી માટે કુગુરુ એવો શબ્દનો પણ પ્રયોગ કર્યો છે અસ્તુ. અહીં આપણે સર્વ પ્રથમ ગુરુ શબ્દ પર પ્રકાશ નાંખશું.
સામાન્ય બોલચાલમાં ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ એવી વ્યાખ્યા કરી છે. જો કે આ વ્યાખ્યા શબ્દ સાથે બહુ બંધબેસતી હોય તેવું લાગતું નથી. અંધકાર અને પ્રકાશ બે તત્ત્વો તો છે જ પણ ગુરુ શબ્દની વ્યાખ્યામાં વ્યુત્પત્તિની દષ્ટિએ આ બે શબ્દો નીકળ્યા હોય તે વ્યાકરણ સિધ્ધ લાગતું નથી. ગુરુ પછી સદ્ગુરુ શબ્દનો પ્રયોગ કરવો પડયો તેનો અર્થ એવો થયો કે સામાન્ય ગુરુ કેટલાંક દોષો સાથે ગુરુ ભાવ જાળવતાં હોય છે તેને અસગુરુ કહેવા કેમ તે સંશય છે. તે જરુર છે કે સર એ ગુરુની કોઈ ઊંચી કક્ષાનો વાચક શબ્દ છે. તેથી સદ્ગુરુ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
ગુરુ શબ્દની આપણે થોડી ગહન મીમાંસા કરીએ. વિશ્વમાં જે કાંઈ શકિતઓ છે તે બે ભાવે દશ્યમાન છે. એક પ્રગટ રૂપે અને એક ગુપ્ત રૂપે, એક સ્કૂલ ભાવે એક સૂક્ષ્મ ભાવે. એ પણ એટલું જ સત્ય છે કે કેટલીક શકિતઓ ગોપ્ય છે જ્યારે કેટલાક ભાવો આગોપ્ય છે. પૂર્વમાં મહાન યોગીરાજે અગોપ્ય શબ્દનો પ્રયોગ પણ કર્યો છે, તેથી સ્પષ્ટ છે કે જો કોઈ અગોપ્ય છે તો કેટલું ક તત્ત્વ ગોપ્ય પણ હોવું જોઈએ, જ્યારે ગોપ્ય શકિતઅસ્તિત્ત્વ ધરાવે છે ત્યારે આવા ગોપ્ય ભાવને સ્પષ્ટ કરનાર તે સંબંધી જ્ઞાતા કે વિજ્ઞાતા, ધ્યાતા કે સાધક વ્યકિત પણ એટલા જ મહાન હોવા જોઈએ. આગોપ્ય તત્ત્વ તો સામાન્ય ઉપકારી હોવા છતાં સર્વ સુલભ હોય છે પરંતુ આવા ગોપ્યતત્ત્વ માટે તો કોઈ યોગ્ય વ્યકિત જ તેનાથી સાધકને લાભાન્વિત કરી શકે છે. જેમ વ્યવહાર ક્ષેત્રમાં આવા ગોપ્ય તત્ત્વો તો છે જ તેથી તે અધ્યાત્મક્ષેત્રમાં પણ ઘણું જ ગોપ્ય તત્ત્વ અસ્તિત્ત્વ ધરાવે છે. આ બધા ગોપ્ય તત્ત્વને પારખનાર તેના પરીક્ષક, તેના સાધક કોઈ મહાન વિભૂતિ, જેને મહર્ષિ કહી શકાય તેવા યોગીરાજ રૂપે જનસમૂહમાં સ્થાન પામે છે. હવે આપણે વ્યાકરણ ની દષ્ટિએ ગુરુ શબ્દનો શબ્દાર્થ મેળવવા પ્રયાસ કરશું.
પોત પોતાના વિષયમાં ગહન તત્ત્વને જાણનાર, ગોપ્ય તત્ત્વને જાણનાર અને ગોપ્ય તત્ત્વને ઉદ્ઘાટન કરનાર તે સૌ અલગ અલગ વિદ્યાના ગુરુ તરીકે પ્રસિધ્ધિ મેળવે છે. ગુરુ શબ્દમાં ગુરુ અને ઉ એવા બે ભાવ વ્યકત થાય છે. ઊંડું સંશોધન કરવું તે ગુરુની ક્રિયા છે. ગુરુ થાય છે પછી ગમે તે ક્ષેત્રમાં ઊંડુ સંશોધન કરનાર દ્રવ્યભાવે ગુરુ છે. જ્યારે જ્ઞાનાત્મક અધ્યાત્મિક બ્રહ્મતત્ત્વનું સંશોધન કરનાર તે ભાવ ગુરુ છે. અસ્તુ. હવે આપણે અહીં આગળ ચાલીને સદ્ગુરુ શબ્દની પણ વ્યાખ્યા કરશું.
સદ્ગુરૂ તે પહેલા સત્ શું છે? તે બહુજ મહત્ત્વપૂર્ણ મોક્ષશાસ્ત્રના સૂત્રમાં ઉલ્લિખિત સત્ તે સંપૂર્ણ બધા દ્રવ્યોનું વાચક વચન છે. સત્ એટલે સત્તા, સત્ એટલે અસ્તિત્ત્વ, સત્ એટલે વાસ્તવિક અર્થક્રિયાયુકત છે તે. જેને પરિભાષામાં જે દ્રવ્ય, ગુણ, પર્યાયયુકત છે તે સત્ કહેવાય છે. જ્ઞાનનું પ્રથમ પગલું દર્શન જે બહુ જ મહત્ત્વપૂર્ણ નિર્વિકલ્પદશાનું પરિચાયક છે તેનો વિષય સત્ છે. સત્ પછી બાકીના બધા વિકલ્પો છે. આમ સત્ શબ્દ આગળ ચાલીને સત્યની સાથે સંબંધ
મારા બાપા ૧૩૯ near