Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પરંતુ બંનેથી અતીત એવી ત્રીજી અવસ્થાના ધારક છે એટલે પરમ પિતા પરમાત્મા કે પરમપિતા એમ કહેવામાં આવે છે. સાર એ થયો કે પરમ એ શબ્દ ઉચ્ચ કોટિની ત્રીજી અવસ્થાનો બોધક
છે.
અહીં અધ્યાત્મ યોગીરાજ કહે છે કે આત્માર્થ તે સામાન્ય અર્થ નથી પૂર્વેમાં આપણે શુધ્ધ દ્રવ્યને અર્થ રૂપે પ્રસ્થાપિત કરેલ છે પરંતુ સામાન્ય શુધ્ધ દ્રવ્ય અર્થ રૂપ હોવા છતાં તેની પરમ અવસ્થા રૂપ પર્યાય બરાબર ખૂલતી નથી.
એક બહુજ મહત્ત્વ પૂર્ણ વાત : સાધારણ રીતે વિશ્વના કોઈ પણ દ્રવ્ય કે આત્મદ્રવ્ય પર્યાય રૂપે પ્રગટ થાય છે અર્થાત્ નિરંતર પર્યાય કરે છે. આત્મ દ્રવ્યમાં વિભાવ તે અશુધ્ધ પર્યાય છે. જ્યારે પુદ્ગલ દ્રવ્યમાં વસ્તુતઃ અશુધ્ધ પર્યાય હોતી નથી પરંતુ મનુષ્ય પોતાની અનુકૂળતા કે રાગાદિ પરિણામોના આધારે પુદ્ગલદ્રવ્યમાં અશુધ્ધ પર્યાયની સ્થાપના કરે છે. શુધ્ધ દ્રવ્ય શુધ્ધ પર્યાયનું જનક છે. એ સિધ્ધાંતનો સ્વીકાર કર્યા પછી પણ દ્રવ્યના પેટમાં અનંત અનંત પર્યાયો અપ્રગટ ભાવે સમાયેલી છે. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે પદાર્થમાં આવિર્ભાવ કરતાં તિરોભાવ રૂપે રહેલી પર્યાયો અનંત ગુણી વધારે છે. આમ શુધ્ધ દ્રવ્યમાં તિરોભાવ રૂપે રહેલી અનંત ગુણો વધારે છે. આમ શુધ્ધ દ્રવ્યમાં એક એક સમયે એક એક પર્યાય ઉદ્ઘાટિત થાય છે અર્થાત્ વિકાસ પામે છે પરંતુ આ બધી શુધ્ધ પર્યાયો સમ પર્યાય હોતી નથી. તેમાં તારત્મય ભાવે ષદ્ગુણ હાનિ વૃધ્ધિ હોય છે અર્થાત્ શુધ્ધ પર્યાય, શુધ્ધતર, શુધ્ધતમ પર્યાય જન્મે છે આ શુધ્ધ દ્રવ્ય શુધ્ધતાની પરાકાષ્ટા થયા પછી શુદ્ધાતીત એવી પરમ શુધ્ધ પર્યાયને જન્મ આપે છે. આમ પર્યાયમાં ત્રીજી અવસ્થા પણ પ્રગટ થાય છે. જેને પરમ ભાવ કહે છે. પરમ અવસ્થાનું ભાન થાવાથી પાપ-પુણ્ય જેવા બંને આશ્રવ ભાવોથી ઉપર ઊઠીને ખંડ જ્ઞાનનો આગ્રહ ન રહેતા પરમ અવસ્થાની આનંદની` અનુભૂતિમાં જીવ લયલીન થાય છે. આ એક ધ્યાનની અવસ્થા છે.
અર્થ તે દ્રવ્યવાચી છે. જ્યારે પરમાર્થ અર્થની શુધ્ધ પર્યાયનો વાચક છે. એટલે જ અહીં કવિરાજે સમજીને પરમાર્થ શબ્દ મૂકયો છે. પરમ તત્ત્વનો સ્પર્શ થતાં બધી તુલનાત્મક બુધ્ધિ લય પામે છે. તેમ ઈચ્છાની પણ અંતિમ અવસ્થા આવી જાય છે. પરમ શબ્દ તે જેટલો ગૂઢાર્થવાચી છે તેના કરતાં પણ વધારે વ્યાખ્યા કરીએ તો તે ગહનાતીત છે અર્થાત્ જેને આપણે ગૂઢતત્ત્વ કહીએ છીએ તેનાથી પણ પર તે ગૂઢાતીત અવસ્થા છે. વસ્તુતઃ પરમની વ્યાખ્યા શબ્દોથી પર છે. એક પ્રકારે તે સપ્તભંગીના ચોથા ભંગ પ્રમાણે અવકતવ્ય છે. તે કેવળ અનુભવ રૂપ પણ નથી. જ્યાં બધી અનુભુતિઓ શેષ થઈ જાય છે ત્યારે અનુભવાતીત દશા છે. ત્યાં શાતા—જ્ઞેય—કે જ્ઞાનનો ભેદ મટી અખંડ, અવિભાજય અવસ્થા પ્રગટ થાય છે, તેને પરમ શબ્દથી સંબોધવામાં આવી છે.
સિધ્ધ ભગવાન અનંત સુખની લહેરમાં બિરાજે છે. તેમ કહેવું તે વ્યવહારિક વર્ણન છે. વસ્તુતઃ સિધ્ધ ભગવાન તો દુઃખ અને સુખથી પર તેવી સુખાતીત અવસ્થામાં સ્થિર થઈ ગયા છે અને આત્મદ્રવ્યરૂપી અર્થ કેવળ પ૨મ પર્યાયમાં સ્વયં સંસ્થિત રહી અનંત કાળ સુધી ત્યાં સિધ્ધ અવસ્થાને ભોગવે છે.
હવે આપણે આ ગાથા ઉપર ૧૩ ભાવોનું વિવરણ પ્રસ્તુત કર્યું છે, તેના ઉપર સંક્ષેપમાં દૃષ્ટિપાત કરશું.
૧૩૭