Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
(૧) સેવે અને સેવા કે સેવન : પૂર્વેમાં ગુરુસેવા ઉપર પ્રકાશ પાડયો છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રો જ્યારે એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યોનો કશો ઉપકાર કરતું નથી, તેમજ એક વ્યકિત બીજી વ્યકિતથી નિશ્ચયનયથી સર્વથા ભિન્ન છે. તો પછી સેવાની પ્રસ્તુતિ શા માટે? એટલે અહીં સેવાનો અર્થ સમજવો રહ્યો. ભાવદષ્ટિએ સ્વયં આત્મા જ્ઞાનદશામાં સદ્ગુરુ બની જાય છે. એક સદ્ગુરુ નિમિત્ત ભાવે બહારમાં વર્તે છે જ્યારે ભાવસદ્ગુરુ અંતર આત્મામાં બિરાજમાન છે. આમ તે સદ્ગુરુ દ્વારા ચારિત્ર રૂપી ચરણની સ્પષ્ટતા થાય ત્યારે તે ચરણની સેવા પણ જરૂરી છે. આમ નિશ્ચયથી બધા દ્રવ્યો સ્વતંત્ર હોવા છતાં એક જ દ્રવ્યમાં સરુ, તેમની સેવા અને શિષ્યત્ત્વ આ ત્રણે તત્ત્વો ઘટિત થઈ જાય છે, જ્યારે નિમિત્ત ભાવે એક વ્યકિત બીજી વ્યકિતના કાર્યમાં નિમિત્ત બને છે અને નિમિત્ત ભાવે આવા જે સદ્ગુરુ છે તેમના ચરણની સેવા કરવાથી આ બાહ્ય સ્થૂલ ત્રિપુટી શિષ્ય, ચરણ અને સદ્ગુરુ એ ત્રણે અંતરમાં પ્રગટ થઈ જાય છે, તેથી ઉપરોકત શંકા નિર્મૂળ બની જાય છે. સેવા શબ્દ વ્યવહારમાં પણ ઘણો પ્રસિધ્ધ છે અહીં સેવામાં ઉપકાર્ય અને ઉપકારી એવા ભાવ વ્યાપ્ત થયેલા છે પરંતુ વસ્તુતઃ સેવા શબ્દ તે કર્તવ્યનો ધોતક છે. તેમાં ઉપકારીપણું લાવવાથી સૂક્ષ્મ અહંકારનો પણ જન્મ થાય છે અને ગુરુ માટે શિષ્ય પરિગ્રહ બની જાય છે તેથી સેવાનો શુધ્ધ અર્થ ભૂલવો ન જોઈએ. કર્તવ્ય પરાયણતા એક પ્રકારની નમ્રતા છે અસ્તુ. સેવા શા માટે ? વિશ્વનું તંત્ર એવી રીતે ગોઠવાયેલું છે કે તેમાં બધા દ્રવ્યો એક બીજાને સહજ ઉપયોગી થતાં હોય છે જેથી મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે “પરસ્પરોપગ્રહો નીવાનામ” એક બીજાના કાર્યમાં ઉપગ્રહિત થવું, તે જીવનું લક્ષણ છે. અહીં ઉપકાર શબ્દ લખ્યો નથી, તેમ કર્તવ્ય શબ્દ પણ લખ્યો નથી ફકત ઉપગ્રહ લખ્યું છે. પોતાના કાર્યમાં આગળ વધવા માટે નિમિત્ત ભાવે સમયાનુકળ બીજાની શકિતનું ગ્રહણ કરવું તે ઉપગ્રહ છે. જેમ એક વ્યાપારી પોતાના વ્યાપાર માટે વિશ્વસનીય બીજા વેપારી પાસે ધનરાશિ લે છે અને પુનઃ સમય પર પાછી આપે છે. તો આ ધનરાશીનો તેણે ઉપગ્રહ કર્યો છે અર્થાત્ જરૂરી સમય પુરતું ગ્રહણ કર્યું છે. આવા ઉપગ્રહ સમગ્ર જીવરાશિમાં વ્યાપ્ત છે અને ઉપગ્રહ આગળ જતાં સેવાના રૂપાંતરમાં કે કર્તવ્યપરાયણતામાં કે ઉપકાર રૂપે પ્રદર્શિત થયા છે. અહીં સેવાનો અર્થ એટલો જ છે કે સમય પૂરતો જરૂરી સહયોગ લઈ અને જરૂરી સહયોગ આપીને મુકત થઈ જવું.
- સદ્ગુરુના ચરણની સેવાનો અર્થ પણ એવો છે કે અનંતકાળ માટે સરુના ચરણની સેવા કરવાની નથી. સદ્ગુરુએ પણ જીવને સદા માટે સહારો આપવાની જરુર નથી. સમય જતાં ભગવાન મહાવીરે ગૌતમ જેવા મહાન ચરણ સેવકને પણ છોડી દીધા હતા અને ગૌતમસ્વામીએ પણ જ્ઞાન થયા પછી ગુરુ રૂપે ભગવાનનો મોહ છોડી સ્વદશામાં સ્થિર થયા હતા. સેવા શબ્દ જ એવો છે કે જે સમયનું ઔચિત્ય બતાવે છે. અહીં સેવાનો ગૂઢ અર્થ સમજયા પછી, દ્રવ્ય અને ભાવે સેવાની સ્પષ્ટ વ્યાખ્યા સમજયા પછી નિઃસંદેહ ભાવે ગુરુ ચરણનું સેવન કરવું આવશ્યક છે કારણ કે “સંશયાત્મા વિનશ્યતિ” સેવન કે સેવા જેટલી નિર્મળ હોય તેટલી તે સેવાની સાચી કક્ષામાં સ્થાપિત થાય છે. આવી નિર્મળકક્ષામાં સ્થાપિત થાય છે. આવી નિર્મળકક્ષા સુધી પહોંચવામાં ઘણાં જન્મ જન્માંતરની સાધના આવશ્યક છે. આનો અર્થ એવો નથી કે નિર્મળ સેવા ન થાય તો બાકીની સેવા બિનજરૂરી છે. બધું સાપેક્ષ ભાવે કથન છે.
inકારા ૧૩૮