________________
શકાય છે પરંતુ તે વિચારો છોડી શકાતા નથી. જ્યારે ધ્યાનની અંતિમ કક્ષામાં મનુષ્ય એક દ્રવ્ય ઉપર સ્થિત થઈ શુકલધ્યાનનાં પ્રથમ પાયામાં પ્રવેશ કરે છે. ત્યારે પોતાના વિકલ્પોનો સ્વતઃ સંકોચ થાય છે. જેમ વિસ્તાર પામેલું કપડું ઘડી કરવાથી સંકેલાય જાય છે તેમ ધ્યાનમાં સ્થિર થવાથી વિકલ્પોનો વિસ્તાર સંકુચિત થવાથી એક દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થિર થાય છે અને પદાર્થના વિવિધ ગુણધર્મોને જાણવાનો ત્યાગ કરી સત્તા રૂપે બધા દ્રવ્યોને સામાન્ય ભાવે સમભાવે નિહાળે છે. અહીં આત્મદ્રવ્યને પણ એ જ રીતે અખંડ ભાવે સતા રૂપે નિહાળી ધ્યાનમાં તરૂપ થઈ જાય છે પરંતુ આ સાધનાની ઊંચી સ્થિતિ છે. અહીં તો સદ્ગુરુના ચરણમાં જઈ તેમની સેવા કરી નિજ લક્ષને પ્રાપ્ત કરવાનો છે અને નિજ પક્ષનો ત્યાગ કરવાની વાત છે. સાધકે નિજપક્ષનો સાચો અર્થ સમજી લેવાની જરુર છે. અહીં આ પૂર્વાર્ધમાં વિધિ અને નિષેધ બંનેનું ઉચ્ચારણ કરી લક્ષ સિદ્ધિ કેમ થાય તેનો ઉપદેશ છે. ઉપર્યુકત વિધિ અને નિષેધ બંને વાતો ઉપર ધ્યાન આપી હવે સાધકને શું મળવાનું છે તેનો નિર્દેષ કરે છે.
આત્માર્થ પરમાર્થ : આપણે પૂર્વમાં અર્થ શબ્દની વ્યાખ્યા કરી ગયા છીએ. અહીં સિધ્ધિકાર પુનઃ તે આત્માના અર્થને પરમ અર્થ રૂપે ફરીથી ઉપદેશે છે અર્થાત્ પ્રરૂપે છે. આત્માર્થની વાત કર્યા પછી તે આત્માર્થ કેવો છે ? તેની મહત્તા પ્રદર્શિત કરવા તેનું ઉચ્ચકોટિનું વિશેષણ આપ્યું છે, તે જ પરમ અર્થ રૂપે પ્રકાશે છે. અને એ પરમાર્થ સાધકને પ્રાપ્ત થશે, પરમાર્થને પામી જશે તેવી ગેરંટી આપે છે. અહીં વિધિ અને નિષેધ બને બંધનરૂપ છે, પરમાર્થ તે સાધ્ય છે. જેમ કોઈ ખેડૂત અન્નને મેળવવા માટે ખેતરને સાફ કરે છે અને નકામા ઘાસ કે બીજા કાંટા ઈત્યાદિને દૂર કરી બીજારોપણ કરે છે. પાણીનું સિંચન કરે છે. અહીં કાંટા ઈત્યાદિને દૂર કરવા તે નિષેધ છે અને બીજનું સેવન કરવું તેને પાણી પાવું ઈત્યાદિ વિધિ છે, અને પ્રાપ્તિ માટેનું સાધ્ય તે અન્ન છે. તેમ અહીં નિજ પક્ષનો ત્યાગ તે નિષેધ છે, સદ્ગુરુ ચરણની સેવા તે વિધિ છે અને બંને ક્રિયાથી પ્રાપ્તિ થાય તેનું સાધ્ય પરમાર્થ છે. આપણે પરમાર્થ પર થોડો વિચાર કરીએ. આપણી સંસ્કૃતિમાં, અને અધ્યાત્મશાસ્ત્રોમાં છૂટે હાથે પરમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ આ પરમ શબ્દનો અર્થ શું છે તે તત્ત્વતઃ જાણવાની આવશ્યકતા છે.
સામાન્ય રીતે સંસારમાં બે અવસ્થાનો બોધ માણસો કરતા હોય છે. સારું અને નરસું, શુભ અને અશુભ, અંધકાર અને પ્રકાશ, પાપ અને પુણ્ય, આમ બધી જગ્યાએ બે અવસ્થા સુધી મનુષ્યની બુધ્ધિ પહોંચી છે. પરંતુ તેથી આગળ ત્રીજી અવસ્થાનો બોધ નથી. જેમ કોઈ વસ્તુ ગુણહીન છે, બીજી વસ્તુ ગુણવાન છે પરંતુ આ બે પછી ત્રીજી અવસ્થા ગુણાતીત છે. તે ગુણહીન પણ નથી અને ગુણવાન પણ નથી. ગુણાતીત છે. શબ્દહીન શબ્દવાન અને શબ્દાતીત, રસહીન, રસવાન અને રસાતીત ધર્મહીન, ધર્મવાન, અને ધર્માતીત, પુણ્યહીન, પુણ્યવાન અને પુણ્યાતીત આમ અધ્યાત્મિક જગતમાં એક ત્રીજી અવસ્થાનો પણ બોધ થાય છે. જેને ગુણાતીત કહેવામાં આવે છે. જે ત્રીજી અવસ્થા છે તેને અધ્યાત્મશાસ્ત્રમાં પરમ અવસ્થા ગણવામાં આવી છે. પરમ શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે પરંતુ વ્યવહારમાં તેનો ખૂબજ પ્રયોગ થવાથી તેનો ઉચ્ચ કોટિનો અર્થ સાધારણ મનુષ્યના લક્ષમાં નથી. પિતાને પણ પરમ પૂજય પિતાજી કહે છે. જો કે અહીં પણ આંશિક રૂપે પિતામાં ત્રીજી અવસ્થા વર્તે છે. પિતાજી અપૂજય પણ નથી અને પૂજય પણ નથી
itten iી લીધી ૧૩૬ શાળા